મિત્રો આજકાલ ભારતમાં મહિલાઓ કોઈ પણ ક્ષેત્રમાં પાછળ નથી રહી. અમે તમને એક એવી મહિલા વિષે જણાવવાના છે, જેણે એક નાનકડી ઝૂંપડીથી લઈને યુરોપ એટલે કે વિદેશ જવા સુધીની સફર કરી. આ સફર એના માટે સરળ નહતી.
અમે વાત કરી રહ્યા છે રાજસ્થાનના એક નાનકડા ગામની ઝૂંપડીમાં રહેવાવાળી મહિલા જેનું નામ છે રૂમા દેવી. એના જૂના અને અત્યારના ફોટા જો તમે જોશો તો તમને એવું લાગશે કે આ બંને એક નહીં પણ બે અલગ અલગ મહિલાઓ છે. પણ કહેવાય છે ને કે સુખ સુવિધાઓ અને સંપતિ વ્યક્તિના ચહેરાને બદલી નાખે છે. બસ એવું જ થયું આ મહિલા સાથે.
આજે આપી રહી છે ૨૨૦૦૦ મહિલાઓને રોજગાર
રૂમા દેવીને જીવનમાં ઘણા સંઘર્ષોનો સામનો કરવો પડ્યો પણ એમણે ક્યારેય હાર ના માની અને પોતાનું મનોબળ જાળવી રાખ્યું. એ જ કારણ છે કે એક સમય જયારે એ પૈસા માટે મોહતાજ હતી, અને આજે ૨૨૦૦૦ મહિલાઓને નોકરી અપાવી રહી છે.

રૂમા દેવી મૂળ રાજસ્થાનના બાડમેરની રહેવાસી છે. બાળપણથી જ એમને ગરીબીનો સામનો કરવો પડ્યો. એટલે સુધી કે બાળ વિવાહ કરી દેવાથી એને ઘણી સમસ્યાઓ પણ આવી પરંતુ એમણે પોતાની પ્રતિભાના બળે પોતાનો ઈતિહાસ ખુદ રચ્યો.
૧૭ વર્ષની ઉંમરમાં થઇ ગયા હતા લગ્ન
રૂમાંદેવી રાજસ્થાનની હસ્તશિલ્પ કળાની ઘણી જાણકાર છે અને ચાદર, કુર્તાઓ, સાડી જેવા ઘણા અલગ અલગ કપડા તૈયાર કરે છે. એમણે બનાવેલ કપડા ફક્ત આપણા દેશમાં જ નહીં પણ હવે વિદેશોમાં પણ વેચાઈ રહ્યા છે. હવે એ ભારત પાકિસ્તાનની સીમા પર સ્થિત ક્ષેત્રો ખાસ બાડમેર, બિકાનેર અને જૈસલમેરમાં ૨૨૦૦૦ મહિલાઓને રોજગાર આપી રહી છે, કે જે કુલ ૭૫ ગામમાંથી આવે છે.

એમણે મહિલાઓનું એક ગ્રુપ બનાવ્યું છે જેના દ્વારા કપડા તૈયાર કરવામાં આવે છે, અને એ લંડન, જર્મની, કોલંબો, અને એટલે સુધી કે સિંગાપુરમાં પણ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. રૂમા દેવી ફક્ત આઠમા ધોરણ સુધી જ ભણી છે, અને ૧૭ વર્ષની ઉંમરમાં એમના લગ્ન થઇ ગયા હતા.

૨૦૦૮ માં એ રાજસ્થાન રાજ્યમાં એક એનજીઓ સાથે જોડાઈ અને ઘણી મહેનતથી કામ કરવા લાગી. એ પછી એમણે જે ડીઝાઈનના હસ્તશિલ્પ બનાવ્યા, એની માર્કેટમાં માંગ પણ વધવા લાગી, એ પછી ૨૦૧૦ માં એમને એનજીઓમાં અધ્યક્ષના પદ પર બેસાડી દેવામાં આવ્યા. હવે એમની વાર્ષિક કમાણી કરોડો રૂપિયા સુધીની છે. હવે એ મહિલાઓને પ્રશિક્ષણ આપે છે. એમને ‘નારી શક્તિ પુરસ્કાર’ થી પણ સમ્માનિત કરવામાં આવી ચુક્યા છે.