એક છોકરીના કપાયેલા હાથ સાથે યુવકના હાથ કર્યા ટ્રાન્સપ્લાન્ટ, બાદમાં જે થયુ…

કેટલીક વાર અકસ્માતમાં શરીરના અંગ પર નુકસાન થાય છે અને બાદમાં તેને કપાવી દેવા પડે છે. મહારાષ્ટ્રના પુણેમાં રહેતી 21 વર્ષની શ્રેયા સાથે પણ આવુ જ કંઇક થયુ છે.



શ્રેયા કહે છે કે 2016માં તેનો અકસ્માત થયા હતો અને તેમાં તેના હાથ ગુમાવવાનો વારો આવ્યો હતો. હોસ્પિટલમાં તેના હાથનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યુ હતુ અને 1.5 વર્ષ સુધી તેની ફીઝીયોથેરાપી ચાલી હતી. તેણે કહ્યું કે જ્યારે તેના હાથનું ઓપરેશન કરવામાં આવ્યુ ત્યારે તેનો રંગ શ્યામ હતો પરંતુ બાદમાં ધીરે ધીરે હાથનો કલર તેના શરીરના અન્ય કલર જેવો થતો ગયો હતો. દુનિયા ભરમાં 200 કરતા ઓછા હેન્ડ ટ્રાન્સપ્લાન્ટ થયા છે પરંતુ બીજાના હાથનો કલર શરીરના કલર જેવો થઇ જાય તેવો આ પહેલો કિસ્સો બન્યા છે. કહેવાય છે કે અફઘાનિસ્તાનમાં પણ આ પ્રકારનો એક કિસ્સો સામે આવ્યો છે.



એર્નાકુલમમાં એક કોલેજનો વિદ્યાર્થી બાઇક પર સવાર હતો અને તેનુ અકસ્માત થયુ હતુ. ત્યારે તેના પરિવારે તેનું બોડી ડોનેટ કરવાનું નક્કી કર્યુ હતુ. બીજી તરફ શ્રેયાના પિતા ડોનર શોધી રહ્યાં હતા. બંને બાજુ મામલો ફીટ થઇ જતા શ્રેયાનું હેન્ડ ટ્રાંસપ્લાન્ટ થઇ ગયુ હતુ. 13 કલાક સુધી ઓપરેશન ચાલ્યુ અને 1.5 વર્ષ માટે ફિઝીયોથેરાપી ચાલી હતી.



આ પ્રકારના બદલાવ બાદ પ્લાસ્ટિક સર્જને કહ્યું કે ઇન્ટર જેન્ડર હેન્ડ ટ્રાંસપ્લાન્ટ માટે ખાસ કોઇ શોધ થઇ નથી પરંતુ હોર્મોન પરિવર્તનના કારણે તેવું બની શકે. સ્કીન ટોનમાં બદલાવનો કોઇ રેકોર્ડ નથી આ દુનિયાનો પહેલો કેસ હોઇ શકે.