માનવ શરીર માટે કિડની એક મહત્વનું અંગ છે. જી હા, એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિની બંને કિડની ખરાબ થઇ જાય, એનું મોત પણ થઇ શકે છે, પરંતુ અત્યાર સુધી તમે એવી ખબરો પણ સાંભળી હશે કે આઈફોન માટે કે કોઈ અન્ય કારણસર લોકો પોતાની કિડની વેચી દે છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયામાં એક ગામ એવું પણ છે, જ્યાં કોઈ પણ વ્યક્તિની કિડની જ નથી.
જી હા, આપણી દુનિયામાં એવી ઘણી જગ્યાઓ છે, જે એકદમ અલગ હોવાને લીધે ખૂબજ મશહૂર હોય. એટલે એમની ચર્ચા દેશ દુનિયામાં ચારે તરફ થાય છે. આ ક્રમમાં આજે અમે તમને એક એવા ગામ વિષે જણાવવા જઈ રહ્યા છે, જ્યાં મોટાભાગના લોકો એક જ કિડનીથી જીવિત છે. જણાવી દઈએ કે આ ગામનું નામ ‘કિડની વેલી’ છે. ઘણા લોકો એને કિડની વાળા ગામથી પણ ઓળખે છે. જોકે,ગામનું સાચું નામ હોકસે છે અને એ નેપાળમાં આવેલું છે.


જણાવી દઈએ કે અહીયાના લગભગ બધા લોકો ફક્ત એક કિડનીની મદદથી જીવી રહ્યા છે. આ કારણે એમને ઘણી ગંભીર સ્વાસ્થ્યની સમસ્યાઓ પણ આવે છે. તમારામાંથી ઘણા લોકો એવું વિચારી રહ્યા હશે કે આખરે આ ગામના લોકો પાસે એક જ કિડની કેમ છે? તો આવો તમને એના વિષે જણાવી દઈએ.

ખાસ વાત એ છે કે ‘કિડની વેલી’ નામે મશહૂર હોકસે ગામમાં ઘણી ગરીબી છે. આ જ એક મોટું કારણ છે, કે અહિયાં લોકો પોતાની એક કિડની વેચીને જીવન વિતાવવા મજબૂર છે. જણાવી દઈએ કે પોતાનું પેટ પાળવા માટે અહીયાના લોકો પોતાની એક કિડની ફક્ત ૨૦૦૦ રૂપિયામાં વેચી દે છે. ઘણા લોકોનું કહેવું છે કે આ ગામમાં માનવ શરીરના અંગોની તસ્કરી વધારે થાય છે. અહિયાં અંગોની તસ્કરી કરવાવાળા લોકો અહીયાના માસૂમ લોકોને ફસાવીને એમની કિડની કાઢી લે છે.

એટલું જ નહિ, ઘણા લોકોનું એવું પણ કહેવું છે કે અંગોની તસ્કરી કરવાવાળા લોકો અહિયાંના લોકોને લાલચ આપીને કહે છે કે કિડની કાઢ્યા પછી એની જગ્યા બીજી કિડની ઉગી જશે અને ગામના માસૂમ લોકો એમની વાતોમાં ફસાઈ જાય છે અને થોડા રૂપિયાની લાલચમાં પોતાનું બહુમૂલ્ય અંગ એ તસ્કરોને આપી દે છે.