ભારતના 5 શાહી પરિવાર, જે આજે પણ નવાબી જીવન જીવે છે, જાણીને દંગ રહી જશો

બોલીવૂડમાં આપણે જોઇએ છીએ કે રાજા મહારાજાઓનું દીવન બતાવવામાં આવે છે અને તેમનો ઠાઠ જોઇને એકવાર એવી જીંદગી જીવવાની ઇચ્છા જરૂર થઇ જાય છે. ખરેખર રાજા મહારાજાઓને કદાચ જ તમે જોયા હોય. આજે અમે તમને એવા જ રાજવંશ વિશે જણાવીશું જે ખરેખર શાહી જીવન જીવી રહ્યાં છે.

મેવાડ રાજવંશ

રાજસ્થાનની ધરતીને રાજા મહારાજાઓની ધરતી કહેવામાં આવે છે. હવે રાજાશાહી ખત્મ થઇ ચૂકી છે પરંતુ આજે પણ રાજા મહારાજાઓના ઠાઠ તો એવા જ છે. આજે પણ મોટી ફિલ્મો બનાવવા માટે રાજસ્થાનમાં જ જવું પડે છે. મેવાડ રાજ ઘરાનાના એક પૂર્વ રાજા ભગવત સિંહનો દિકરો અરવિંદ સિંહ છે.

વાડિયાર રાજવંશ

મૈસૂરના વાડિયાર રાજઘરાનાના રાજા યદુવીરની પત્ની તૃષિકાએ 6 ડિસેમ્બરે દિકરાને જન્મ આપ્યા અને કહેવાય છે કે આ પરિવારમાં 400 વર્ષ બાદ બાળકની કિલકારી ગૂંજી હતી, રાજા યદૂવીર આ વંશના 27મા રાજા છે. જેના લગ્ન ડુંગરપુરની રાજકુમારી તૃષિકા સાથે થયા છે.

જયપુરનો શાહી પરિવાર

બ્રિગેડીયર ભવાની સિંહના નિધન પર પદ્મનાભ સિંહ શોક સભામાં સામેલ થવા આવ્યા હતા અને તેમણે ભવાની સિંહના અંતિમ સંસ્કાર કર્યા હતા. ભવાની સિંહ બાદ પદ્મનાભ સિંહે જયપુરની ગાદી સંભાળી હતી.

જોધપુરનો રાઠૌર પરિવાર

તમને જણાવી દઇએે કે જોધપુરમાં રહેતા રાઠૌર પરિવારનું આજે પણ જોધપુર પર રાજ ચાલે છે. મેહરાનગઢ કિલ્લા તેમજ ઉમેદ ભવન પેલેસ તેમના ઘર છે. તેઓ ત્યાં જ રહે છે. પેલેસનો બીજો હિસ્સો પર્યટકો માટે ખુલ્લો રાખવામાં આવ્યો છે.

પટૌડી નવાબ પરિવાર

તમને જણાવી દઇએ કે મંસૂર અલી ખાન પટૌડી, પટૌડી પરિવારના પ્રમુખ હતા. તેમનો દિકરો સૈફ અલી ખાન અને તેની પત્ની કરિના કપૂર ખાન છે. મંસૂરે એક્ટ્રેસ શર્મિલા ટાગોર સાથે લગ્ન કર્યા અને તેમના ત્રણ બાળકો છે.