નખ અને આંખોમાં પીળાશ ક્યાંક કમળાનો તો સંકેત નથી ને, જાણો એના વિષે

શરીરમાં બીલીરુબીનનું સ્તર વધવાથી કમળો થઇ જાય છે. કમળો લીવરને સૌથી વધારે અસર કરે છે. એના લીધે લીવર બરાબર કામ નથી કરતું. એવામાં બીલીરુબીન ધીમે ધીમે આખા શરીરમાં ફેલાઈ જાય છે. એમાં શરીરમાં ખૂનની કમી થવા લાગે છે અને ત્વચા, નખ અને આંખોમાં પીળાશ આવી જાય છે.

કમળો જો શરુઆતના સ્ટેજમાં ઓળખીને ઈલાજ શરુ કરી દેવામાં આવે તો એને સરળતાથી નિયંત્રણમાં લાવી શકાય છે. પરંતુ થોડી પણ લાપરવાહી આ સમસ્યાને ગંભીર બનાવી શકે છે. એટલે એના લક્ષણોને અવગણવા જોઈએ નહીં. ચાલો જણાવીએ આ રોગ વિષે જોડાયેલી બધી વાતો

આ છે મુખ્ય કારણદૂષિત ખાનપાન, વાયરલ ઇન્ફેકશન, આલ્કોહોલ, બ્લડમાં ઇન્ફેકશન, હેપેટાઈટીસ બી અને સી ના વાયરસનું સંક્રમણ, પિત્તની નળીમાં ગાંઠ, કે કેન્સર , હેવી મેટલ નિર્મિત દવાઓનું સેવન અને સંક્રમિત ખૂન ચડવાથી પણ એવું થઇ શકે છે.

આ રીતે શરીરમાં વધે છે બીલીરુબીનની માત્રા

બીલીરુબીન લાલ રક્ત કોશિકાઓમાં મળી આવે છે. શરીરમાં સમયે સમયે લાલ રક્ત કોશિકાઓ બને છે, અને મૃત થાય છે. મૃત કોશિકાઓને લીવર ગાળવાનું કામ કરે છે. જયારે લીવર મૃત કોશિકાઓને ગાળવામાં અસમર્થ થવા લાગે છે તો ખૂનમાં બીલીરુબીનની માત્રા વધવા લાગે છે. એ શરીરના અન્ય અંગોમાં પહોંચે છે જેનાથી શરીરના બધા હિસ્સાઓમાં પીળાશ આવી જાય છે. ખૂનની તપાસથી આ બીમારી વિષે જાણી શકાય છે.


કમળો થતા આ લક્ષણ જોવા મળે છે

આંખ, નખ, ત્વચા, યુરીન વગેરેનું પીળું થવું, ભૂખ ના લાગવી, જીવ ઘબરાવો, કાઈ ખાવાનું મન ના થવું, પેટમાં દુઃખાવો, થાક લાગવો, વજન ઘટવું, શરુઆતના સ્ટેજમાં વાયરલ ફીવરની પણ સમસ્યા ઘણીવાર સામે આવે છે.

આ રીતે કરો રક્ષણ

  • ઉપરના લક્ષણો દેખાતા જ મોડું કર્યા વિના ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટનો સંપર્ક કરો.
  • દૂષિત ખાનપાન, શરાબનું સેવન ના કરો
  • ડોક્ટરના આદેશનું પાલન કરો, દવાઓ સમયે લો.
  • ઉકાળેલ પાણી પીવો
  • ચીકાશ વાળું ને મસાલેદાર ભોજન ના લેવું
  • ખાવાપીવામાં સાફ સફાઈનું પૂરું ધ્યાન રાખવું