તૌકતેના નુકસાનમાંથી બહાર નથી આવ્યા ત્યાં બીજા વાવાઝોડાની ગુજરાતમાં દસ્તક

તૌકતે વાવાઝોડામાં ગુજરાતના ઘણા ગામનું નુકસાન થયુ હતુ અને હજુ તેમાંથી બહાર નથી આવ્યા પરંતુ બીજા ચક્રવાતનો સામનો કરવો પડી શકે છે.

હવામાન વિભાગે તૌકતેની આગાહી પણ કરી હતી પરંતુ તેમ છતાં આપણે તેના નુકસાનમાંથી બહાર ન આવી શક્યા. હવે અંદમાન સાગર અને બંગાળની ખાડી વચ્ચે દબાણના કારણે એક બીજા તોફાનની શક્યતાઓ રહે છે. પશ્ચિમ બંગાળ અને અસમ તેમજ મેઘાલયમાં 25 મેના રોજ ચક્રવાત આવી શકે છે.તૌકતે વાવાઝોડાએ દેશમાં તરખાટ મચાવ્યો હતો અને હવે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક દ્વારા ચક્રવાતી વાવાઝોડા યાસની ચેતવણીને ધ્યાનમાં રાખીને ઓર્ડર આપી દીધા છે. વાવાઝોડાથી નુકસાન ન થાય તેના પુરતા પ્રબંધ કરી શકાય.વાવાઝોડામાં નુકાશાન પામેલા આવાસો મુદ્દે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. સંપૂર્ણ નાશ પામેલા મકાનને રૂપિયા 95 હજાર 100ની સહાય ચૂકવાશે. તેમજ દીવાલ ધરાશાયી થઈ હોય તેવા મકાન માટે રૂપિયા 25 હજારની સહાય આપવામાં આવશે. તેમજ જો ઝુંપડા નાશ પામ્યા હોય તેવા સંજોગોમાં રૂરિયા 10 હજારની સહાય આપવામાં આવશે. મુખ્યમંત્રી રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.