સવારના સમયે હથેળીના દર્શન કરવાથી બદલાઈ શકે છે તમારું નસીબ, જાણો એનું મહત્વ

શાસ્ત્રમાં સવારના સમયે હથેળીના દર્શન કરવાની વાત કહેવાઈ છે. એવું માનવામાં આવે છે કે એવું કરવાથી વ્યક્તિનું દુર્ભાગ્ય પણ સૌભાગ્યમાં બદલાઈ શકે છે. જાણો આખરે શું છે સવાર સવારમાં હથેળીના દર્શનનું મહત્વ.

સવારના સમયને ખૂબજ શક્તિશાળી માનવામાં આવે છે. આ સમયે હંમેશા એ કામ કરવા જોઈએ, જેનાથી તમને સકારાત્મક ઉર્જા મળી શકે. એવું માનવામાં આવે છે કે સવારની શરુઆત જો તમે સકારાત્મક ઉર્જા સાથે કરી લો, તો તમારો આખો દિવસ સાર્થક થઇ જાય છે. એ પછી તમે દિવસમાં જે પણ કામ કરો છો, એ એનર્જી સાથે કરશો, અને તમને સફળતા મળે છે.

આ સકારાત્મકતાને જાળવી રાખવા અને મનમાં નવી આશા અને ઉત્સાહ જગાવવા માટે આપણા ઋષિ મુનીઓએ સવારના સમયે તમારી હથેળીના દર્શન કરવાની સલાહ આપી છે. જ્યોતિષમાં હથેળીમાં બનેલ લકીરને કિસ્મત સાથે જોડીને જોવામાં આવે છે. માનવામાં આવે છે કે જો આંખ ખૂલતા જ સૌથી પહેલા પોતાની હથેળીને જોવામાં આવે તો એનાથી વ્યક્તિનું દુર્ભાગ્ય પણ સૌભાગ્યમાં બદલાઈ શકે છે. જાણો આ માન્યતા પાછળનું મહત્વ


આ છે ધાર્મિક મહત્વ

શાસ્ત્રોમાં કહેવાયું છે કે ‘ कराग्रे वसते लक्ष्मी, करमध्ये सरस्वती, करमूले तु गोविन्दः प्रभाते करदर्शनम’ इसका’ અર્થ છે કે મારા હાથોના આગળના હિસ્સામાં ધનની દેવી માતા લક્ષ્મી નિવાસ કરે છે, મધ્યમાં બુદ્ધી પ્રદાતા માં સરસ્વતીનો વાસ છે અને મૂળમાં ગોવિંદ એટલે કે ભગવાન વિષ્ણુ રહે છે અને સવાર સવારે એના દર્શન કરવા જોઈએ. માં સરસ્વતીને બુદ્ધિની દેવી માનવામાં આવે છે અને માતા લક્ષ્મીને ધનની દેવી અને વિષ્ણુ ભગવાન તો જગતના પાલનહાર છે , એવામાં સવાર સવારમાં જે વ્યક્તિ એનું ધ્યાન કરી લે, એને ત્રણેયના આશીર્વાદ મળી જાય છે. એવા વ્યક્તિના જીવનમાં સુખ, સમૃદ્ધિ, બુદ્ધી કૌશલ, યશ વગેરે કોઈ વસ્તુની કમી નથી થતી.

હથેળીને માનવામાં આવેલ છે તીર્થોનું પણ સ્થાન

બંને હાથની હથેળીમાં તીર્થોનું પણ સ્થાન માનવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં જણાવાયું છે કે આપણા હાથોની ચારે આંગળીઓના સૌથી આગળના ભાગમાં ‘દેવતીર્થ’ છે. તર્જનીના મૂળ ભાગમાં ‘પિતૃતીર્થ’ , કનિષ્ઠાના મૂળમાં ‘પ્રજાપતિતીર્થ’ અને અંગૂઠાના મૂળ ભાગમાં ‘બ્રહ્મતીર્થ’ માનવામાં આવે છે. જમણા હાથના વચમાં ‘અગ્નીતીર્થ’ અને ડાબા હાથના વચમાં ‘સોમતીર્થ’ અને આંગળીઓ બધા સાંધામાં ‘ઋષિતીર્થ’ છે. આ રીતે સવારે રોજ ઉઠીને આપણે આપણી હથેળીના દર્શન કરીએ છે તો આપણને ભગવાનની સાથે સાથે આ તીર્થોના પણ દર્શન થઈ જાય છે. એવામાં આપણા જીવનમાં બધુજ શુભ થાય છે.


હસ્ત દર્શનથી મળે છે કર્મ પર વિશ્વાસ રાખવાની શીખ

જો વ્યવહારિક રીતે જોવામાં આવે તો આપણે કોઈ પણ કર્મ આપણા હાથેથી જ કરીએ છે. સવારે હથેળીના દર્શન કરવાનો અર્થ છે કે વ્યક્તિને કર્મ પર વિશ્વાસ કરવો જોઈએ. પોતાના કર્મોને સારી રીતે કરીને ખુદ જ પોતાના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી શકે છે. એ સિવાય, હાથમાં તીર્થ અને ભગવાનનો વાસ હોવાથી તાત્પર્ય છે કે વ્યક્તિને ક્યારેય કોઈ અનુચિત કાર્ય ના કરવું જોઈએ. પોતાના હાથેથી હંમેશા પ્રભુને નમન કરો અને એનો પ્રયોગ સારા કાર્યો માટે કરો. હંમેશા બીજાનું ભલું કરો, પણ ક્યારેય કોઈ અન્ય પર આશ્રિત ના રહો.