તારક મહેતા…ના સોઢીએ આ કારણે છોડ્યો હતો શો, વર્ષો પછી ખુલી ગયુ રાઝ

2008થી હજુ સુધી તારક મહેતા…શો ચાહકોની ફેવરિટ લિસ્ટમાંથી બહાર નથી આવ્યો. લોકો આજે પણ જમતી વખતે તારક મહેતા… જોવાનું પસંદ કરે છે અને તેવામાં જ એક રાઝ પરથી પરદો હટી ગયો છે કે સોઢી બનતા ગુરુચરણ સિંહે અચાનક કેમ શો છોડી દીધો હતો.



શોમાં સોઢીનું પાત્ર ભજવતા ગુરુચરણ સિંહે 2008થી 2013 સુધી સોઢીનો રોલ કર્યો હતો બાદમાં તેને મેકર્સ સાથે વાંધો પડ્યો હતો અને કહેવામાં આવતુ હતુ કે તે સેટ પર મોડો આવતો હતો જેના કારણે તેને શોમાંથી વિદાય આપવામાં આવી હતી.



ગુરુચરણની જગ્યા લાડ સિંહ માન નામના એક્ટરે લીધી હતી અને એક વર્ષ બાદ તે શોમાં પરત ફર્યો હતો. 2020માં ફરી એકવાર ગુરુચરણે શો છોડી દીધો અને બલવિંદર સિંહ તેની જગ્યાએ આવ્યો છે.



સોઢીએ કહ્યું કે, શો ખુબ સારો છે અને આ શોના પ્રતાપે જ લોકો તેને સોઢી સાહેબ કહીને સંબોધે છે. તેના પિતાનું ઓપરેશન કરાવ્યું હતુ અને સતત તેમની સાથે રહેવાનું હોઇ તેણે શો છોડી દીધો હતો. તે સિવાય તેના ઘરમાં થોડીક અનબન હોવાનું પણ કહેવાય છે. વર્ષોની મહેનત બાદ તેને ફળ મળ્યું છે.



અસિત મોદીને જ્યારે કલાકારોના પેમેન્ટમાં કાપ કરવા અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું- અમે અમારા શોથી જોડાયેલા કોઈપણ કાલાકારનું પેમેન્ટ કાપ્યું નથી. હું પૂરી કોશિશ કરીશ કે ભવિષ્યમાં પણ આવું ન થાય. આ સિવાય અમારા તરફથી કોઈપણ કલાકારને શૂટિંગ પર પાછા ફરવા માટે ફોર્સ કરવામાં આવી રહ્યું નથી. જો કોઈપણ કલાકારા બહારની સ્થિતિને જોઈને સુરક્ષિત ફીલ નથી કરતું અને શૂટિંગ પર આવવા નથી માંગતું તો અમે તેના આ નિર્ણયનો સન્માન કરીશું.