ઘણા કલાકારો પોતાના પાત્ર માટે હંમેશા માટે દર્શકોના દિલમાં સમાઈ જાય છે. ૮૦ ના દશકમાં નાના પડદા પર રામાનંદ સાગરની ‘રામાયણ’ એ દરેકનું દિલ જીતી લીધું હતું. આજે પણ આ ધારાવાહિકની ખૂબજ ચર્ચા થાય છે. આ ધારાવાહિકની અપાર સફળતા પછી બી આર ચોપડાની ‘મહાભારત’ એ પણ દર્શકોના દિલો પર રાજ કર્યું. ‘રામાયણ’ ની જેમ જ ‘મહાભારત’ ના પાત્રોએ ખૂબ લોકપ્રિયતા મેળવી.
આજે અમે તમને ‘મહાભારત’ માં શ્રીકૃષ્ણને જન્મ આપવાવાળી માં એટલે કે દેવકીનું પાત્ર નિભાવવાવાળી અભિનેત્રી વિષે જણાવીશું.

આ અભિનેત્રીનું સાચું નામ શીલા શર્મા છે. જેનો જન્મ ગુજરાતના વલસાડ જીલ્લામાં થયો હતો. શીલા શર્મા એ હિન્દી ફિલ્મોની સાથેજ ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. એમના ફિલ્મી કરિયરની શરુઆત ‘સુન સજના’ થી થઇ હતી જે વર્ષ ૧૯૮૨ માં આવી હતી. પરંતુ શીલાને સાચી ઓળખ આ જ વર્ષે આવેલ હિન્દી સિનેમાની સૌથી સફળ ફિલ્મોમાંથી એક નદિયા કે પાર થી મળી હતી. આ ફિલ્મમાં એમનો સાઈડ રોલ હતો, પરંતુ એ પોતાના કામથી બધાને પ્રભાવિત કરવામાં સફળ રહી હતી. શીલા એ નદિયા કે પાર સાથે સાથેજ હમ સાથ સાથ હે અને ચોરી ચોરી ચુપકે ચુપકે જેવી સફળ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

શીલા એ હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં કામ કરવાની સાથેજ નાના પડદા પર પણ કામ કર્યું છે. બી આર ચોપડાની ‘મહાભારત’ માં શીલા શર્મા એ માતા દેવકીનું પાત્ર ભજવ્યું હતું. આ રોલથી એમને મોટી ઓળખ મળી હતી. એક વાર પોતાના એક ઈન્ટરવ્યુંમાં શીલા શર્મા એ ‘મહાભારત’ સાથે જોડાયેલ કિસ્સો શેર કરતા જણાવ્યું હતું કે ‘દિલ્લીમાં એક વ્યક્તિએ એને ફક્ત એટલે પગે લાગ્યો હતો કારણકે એમણે દેવકીનું પાત્ર ભજવ્યું હતું.’
એવું કહેવાય છે કે શીલા શર્મા માતા દેવકીના પાત્રમાં એટલી ખોવાઈ ચુકી હતી કે એ હકીકતમાં શૂટિંગ દરમિયાન રોવા લાગતી હતી. એમણે ખુદ પોતાના ઇન્ટરવ્યુંમાં કહ્યું હતું કે ‘એ દેવકીની સ્થિતિનો સાચે જ અનુભવ કરવા લાગતી હતી અને એટલે એ સાચે જ રોવા લાગતી હતી.’
આ રીતે મળ્યું હતું ‘દેવકી’ નું પાત્ર
શીલા શર્મા ને ‘મહાભારત’ માં દેવકીનું પાત્ર મળવાનો કિસ્સો પણ ઘણો રસપ્રદ છે. વાત એવી છે કે એ એક શો માં એક્ટિંગ કરી રહી હતી અને એમની એક્ટિંગ ‘મહાભારત’ ના કાસ્ટિંગ નિર્દેશક ગૂફી પેન્ટલ એ પણ જોઈ હતી. પેન્ટલ ને શીલાની અદાકારી ગમી ગઈ અને એમણે દેવકીનું પાત્ર શીલા ને ઓફર કર્યું હતું. જેની પર શીલા શર્મા એ પણ આ હા પાડી દીધી હતી.
મિથુન ચક્રવર્તીની વેવાણ, મદાલસા શર્માની માં છે શીલા


આ વાત બહુ જ ઓછા લોકો જાણે છે કે સંબંધમાં શીલા શર્મા હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીની વેવાણ થાય છે. શીલા શર્માની દીકરી મદાલસા શર્માના લગ્ન મિથુન દા ના મોટા દીકરા મહાક્ષય ચક્રવર્તી સાથે થયા છે. બંને એ વર્ષ ૨૦૧૮ માં સાત ફેરા લીધા છે.

જણાવી દઈએ કે શીલા શર્માની દીકરી મદાલસા શર્મા એક ટીવી અભિનેત્રી છે. એ નાના પડદાના મશહૂર શો ‘અનુપમા’ માં કાવ્યાનું પાત્ર ભજવી રહી છે. મદાલસા દેખાવમાં એકદમ એની મમ્મી જેવી જ લાગે છે.
