૨ નવેમ્બર મંગળવારના રોજ શાહરૂખ ખાનને પોતાના ૫૬ માં જન્મદિવસની ઉજવણી કરી છે. ૧૯૬૫ માં દિલ્લીમાં જન્મેલા શાહરૂખ આજે બોલીવુડના ટોપ હીરો છે. એ છેલ્લા ૨૯ વર્ષોથી બોલીવુડમાં સક્રિય છે. એમણે ૧૯૯૨ માં ‘દીવાના’ ફિલ્મથી બોલીવુડ ડેબ્યૂ કર્યું હતું. એની પહેલા એ ફૌજી અને સર્કસ જેવા ટીવી શો માં કામ કરતા હતા.
હેમા માલિની એ એમને ટીવીથી બોલીવુડમાં આવાની તક આપી હતી. આજે અમે તમને એસઆરકે વિષે એક મજેદાર કિસ્સો સંભળાવવા જઈ રહ્યા છે.
વિચિત્ર વસ્તુઓથી ડરે છે શાહરૂખ
તમને જાણીને નવાઈ લાગશે કે શાહરૂખ ખાન જેવા સુપરસ્ટાર એકદમ વિચિત્ર વસ્તુઓથી ડરે છે. આ રહસ્ય એમણે એક ઈન્ટરવ્યુંમાં ખોલ્યું હતું. વાત એવી છે કે ઈન્ટરવ્યું લેવાવાળા એ એમને પૂછ્યું હતું કે તમને કઈ વસ્તુથી ડર લાગે છે? એની પર શાહરૂખે કહ્યું હતું કે મને એકદમ વિચિત્ર વસ્તુથી ડર લાગે છે. તમે વિશ્વાસ નહીં કરો, પરંતુ હું એટલો ડરી જાઉં છું કે રડવા લાગુ છું. જો તમે એક ફિલ્મમાં મારો એક સીન જોશો તો તમને યાદ આવી જશે.
શાહરૂખે નોચ્યા હતા ઐશ્વર્યાના હાથ
વાત એવી છે શાહરૂખ જે ફિલ્મની વાત કરી રહ્યા હતા એ ‘દેવદાસ’ ફિલ્મ છે. સંજય લીલા ભંસાલીની આ ફિલ્મમાં શાહરૂખ ખાન, ઐશ્વર્યા રાય, માધુરી દીક્ષિત અને જૈકી શ્રોફ મુખ્ય રોલમાં હતા. આ ફિલ્મ બોક્સ ઓફીસ પર ખૂબ જ ચાલી હતી. દર્શક અને ફિલ્મ ક્રિટીક્સ બધાએ ફિલ્મના વખાણ કર્યા હતા. આ ફિલ્મના દ્રશ્યમાં શાહરૂખે ઐશ્વર્યાના હાથ નોચી લીધા હતા.
ઝૂલાથી ડરે છે શાહરૂખ
શાહરૂખે ઈન્ટરવ્યુંમાં જણાવ્યું કે એમને ઝૂલામાં બેસવાની બહુ જ બીક લાગે છે. દેવદાસ ફિલ્મમાં એમનો ઝૂલા પર ઐશ્વર્યા રાય સાથે એક સીન હતો. એનું શૂટિંગ કરવામાં શાહરૂખની હાલત ખરાબ થઇ ગઈ હતી. શાહરૂખના ઝૂલાના ડરને લીધે એ સીન વારંવાર શૂટ કરવો પડ્યો હતો. આ સીનમાં ઝૂલો પાણી ઉપરથી આવી રહ્યો હતો. ત્યારે શાહરૂખે ઐશ્વર્યાના હાથ જોશથી પકડ્યા હતા કે એમના નખ ઐશ્વર્યાને વાગી ગયા હતા. જયારે આવું થયું ત્યારે ઐશ્વર્યાનો ચહેરો જોવા લાયક હતો.
દીકરાને મળી જમાનત, હવે ઉજવાશે અસલી દિવાળી
છેલ્લા થોડા દિવસો શાહરૂખ ખાન માટે મુશ્કેલીભર્યા રહ્યા છે. એમનો દીકરો આર્યન ખાન ડ્રગ્સ કેસમાં ધરપકડ થઇ ગયો હતો. ઘણા દિવસો સુધી જેલમાં રહ્યા પછી હાલમાં જ એને જમાનત મળી છે. શાહરૂખનું નસીબ સારું હતું કે એમના જન્મદિવસ અને દિવાળી પહેલા જ આર્યન જેલથી બહાર આવી ગયા. હવે બંનેની ઉજવણી સારી રીતે કરી શકશે.

આર્યનના જેલમાં જવાને લીધે શાહરૂખ ખાનની ઈમેજ બહુ જ ખરાબ થઇ હતી. એમણે સખ્ત સંઘર્ષ કરીને આ મુકામ મેળવ્યું હતું, પરંતુ દીકરાને લીધે એમને બદનામી સહન કરવી પડી. ખાસ વાત એ છે કે શાહરૂખે ફિલ્મોમાં આવતા પહેલા જ ૧૯૯૧ માં ગૌરી સાથે લગ્ન કરી લીધા હતા. આ લગ્નથી એમને ત્રણ બાળકો આર્યન ખાન, સુહાના ખાન અને અબરામ ખાન છે.
પઠાનથી કરશે વાપસી
જો કામની વાત કરીએ તો શાહરૂખ છેલ્લી વાર ૨૦૧૮ માં ઝીરો ફિલ્મમાં દેખાયા હતા. આ ફિલ્મ બોક્સ ઓફીસ પર ફ્લોપ રહી હતી. એની પહેલા એમની ‘ફેન’ આવી હતી. એણે પણ બોક્સ ઓફીસ પર કોઈ ખાસ કમાલ નહતો કર્યો. શાહરૂખના ફેંસ હવે પોતાના મનગમતા કલાકારની એક હિટ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એ જલ્દી જ પઠાન ફિલ્મથી પાછા ફરવાના છે. ફિલ્મમાં એમની સાથે દીપિકા પાદુકોણ હશે.
ડર, રાજૂ બન ગયા જેન્ટલમેન, યસ બોસ, દિલ તો પાગલ હે, દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે, કુછ કુછ હોતા હે, કભી ખુશી કભી ગમ, કલ હો ના હો, દિલ સે, ચાહત, અંજામ, કરન અર્જુન, બાજીગર, માય નેમ ઈઝ ખાન, શાહરૂખ ખાનની ઘણી હિટ ફિલ્મોમાંથી છે.