જયારે રાજેશ ખન્ના એ પોતાની લાડલી દીકરી ટ્વિન્કલ ખન્નાને પીવડાવી હતી શરાબ, એ સાથે જ કહી હતી આ વાત

રાજેશ ખન્ના ભારતના પહેલા સુપરસ્ટાર કહેવાય છે. રાજેશ ખન્ના એક એવા સ્ટાર હતા, એમના રેકોર્ડ આજ સુધી કોઈ બીજો અભિનેતા તોડી નથી શક્યો. રાજેશ ખન્ના એ સતત ૧૫ સુપરહિટ ફિલ્મો આપી હતી અને આ રેકોર્ડ આજે પણ છે. ભલે આજે સુપરસ્ટાર આપણી વચ્ચે નથી રહ્યા, પણ અત્યારના સમયમાં પણ એમના ફેંસની દુનિયામાં કોઈ કમી નથી. આજે પણ ફેંસ એમના ઉત્તમ અભિનય માટે એમને ખૂબજ યાદ કરે છે.



રાજેશ ખન્ના બોલીવુડ ઇન્ડસ્ટ્રીના એક એવા અભિનેતા રહ્યા છે, જેમણે પોતાની એક્ટિંગથી ફક્ત ભારતના યુવા પીઢીને અભિનેતા બનવાનું સપનું દેખાડ્યું, પણ એમના દેખાવ અને હાવભાવથી સેંકડો છોકરીઓને પોતાના દીવાના પણ બનાવ્યા. રાજેશ ખન્ના અને એમના જીવન વિષે જેટલી પણ વાતો અને કિસ્સા યાદ કરવામાં આવે એટલા ઓછા છે. રાજેશ ખન્નાની સાથે સાથે એમની સાથે જોડાયેલા લોકોનું આખું જીવન હંમેશા ચર્ચામાં રહ્યું છે.



૨૯ ડીસેમ્બર ૧૯૪૨ ના પંજાબના અમૃતસરમાં જન્મેલા લીજેંડ રાજેશ ખન્નાનું નામ જતિન ખન્ના રાખવામાં આવ્યું હતું ,પણ પછીથી એમણે પોતાનું નામ બદલીને રાજેશ ખન્ના રાખી લીધું. રાજેશ ખન્નાનું બાળપણથી એવું સપનું હતું કે એ મોટા થઈને અભિનેતા બને અને અંતમાં એમણે પોતાના મહેનતના બળ પર પોતાના આ સપનાને સાકાર કરી લીધું.

વર્ષ ૧૯૬૬ માં ફિલ્મ ‘આખિરી ખત’ થી રાજેશ ખન્ના એ પોતાના અભિનય કરિયરની શરૂઆત કરી હતી. આ સમય દરમિયાન એમની ઉંમર ફક્ત ૨૪ વર્ષની હતી પણ આ ફિલ્મમાં એમને વધારે નામ ના મળ્યું. ફિલ્મ ’આરાધના’ થી રાજેશ ખન્નાના એક્ટિંગ કરિયરને સારી એવી ઓળખાણ મળી હતી.



રાજેશ ખન્ના એ પોતાના રોમાન્ટિક અંદાજથી ભારતના કરોડો લોકોના દિલો પર રાજ કર્યું. હકીકતમાં પણ રાજેશ ખન્ના ખૂબજ રોમાન્ટિક હતા. જયારે એક વાર રાજેશ ખન્ના રાજ કપૂરની કોઈ પાર્ટીમાં ગયા હતા તો ત્યાં પહેલી નજરમાં જ પોતાનાથી ૧૫ વર્ષ નાની ડિમ્પલ કપાડિયાને દિલ આપી બેઠા હતા અને એમની સાથે લગ્ન કરી લીધા હતા. લગ્નના એક વર્ષ પછી એમની પહેલી સંતાન ટ્વિન્કલ ખન્નાનો જન્મ થયો. તો ટ્વિન્કલ ખન્નાના જન્મ થોડા વર્ષ પછી ટ્વિન્કલની નાની બહેન રિંકી ખન્નાનો જન્મ થયો.



રાજેશ ખન્ના પોતાની બંને દીકરીઓને ખૂબ જ પરે કરતા હતા. તો રાજેશ ખન્ના પોતાની મોટી દીકરી ટ્વિન્કલ ખન્ના ને વધારે માનતા હતા. અભિનેતાએ પોતાની મોટી દીકરી ટ્વિન્કલ ખન્નાનો ઉછેર એકદમ અલગ રીતે જ કર્યો હતો. રાજેશ ખન્ના પોતાની દીકરીને અંગત સંબંધ વિષે સલાહ પણ આપતા હતા. એટલું જ નહિ પોતાના પિતા રાજેશ ખન્નાના હાથેથી પહેલી વાર ટ્વિન્કલ ખન્નાએ શરાબ પણ પીધી હતી. રાજેશ ખન્ના અને એમની દીકરી ટ્વિન્કલ ખન્ના સાથે સંકળાયેલ એક મજેદાર કિસ્સો સામે આવ્યો છે.



ટ્વિન્કલ ખન્ના એ ખુદ એ જણાવ્યું કે એમના પિતા રાજેશ ખન્ના એ એમને પોતાના હાથેથી શરાબ પીવડાવી અને એવી સલાહ પણ આપી હતી કે એ એક સાથે ચાર બોયફ્રેન્ડસ રાખે. વાત એવી છે કે ટ્વિન્કલ ખન્ના સાથે જોડાયેલી આ વાતનો ખુલાસો ૨૦૧૯ માં ફાદર્સ ડે પર શેર કરવામાં આવેલ પોસ્ટમાં કરવામાં આવ્યો હતો. ટ્વિન્કલ ખન્ના પોતાના પિતા રાજેશ ખન્ના એ યાદ કરતા એક પોસ્ટ લખી હતી. આ પોસ્ટમાં એમણે પોતાના અંગત જીવન સાથે જોડાયેલ આ કિસ્સાનો ઉલ્લેખ પણ કર્યો હતો.



એમણે પોસ્ટમાં લખ્યું હતું કે એમના પિતા એક કૂલ ડેડી હતા અને એ પોતાની દીકરીને ડેટિંગ વિષે પણ સલાહ આપતા હતા. અભિનેત્રીએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે જયારે એમના પિતાએ એમને પૂછ્યું હતું કે શું તારો કોઈ બોયફ્રેન્ડ છે? અને આગળ એવું પણ કહ્યું હતું કે એક સમયે એક સાથે ચાર બોયફ્રેન્ડસ રાખવા જેથી તારું દિલ ક્યારેય ના તૂટે.



ટ્વિન્કલ ખન્ના એ પોતાની આ પોસ્ટમાં આ વાતનો ખુલાસો કર્યો હતો કે એમના પિતા એ પહેલા વ્યક્તિ હતા જેમણે એને પોતાના હાથે શરાબ પીવડાવી હતી. અભિનેત્રી ટ્વિન્કલ ખન્ના એ પોસ્ટમાં લખ્યું કે મારા પિતા એવા પહેલા વ્યક્તિ હતા, જેમણે મને શરાબની પહેલી ઘૂંટ પીવડાવી હતી અને પછી વાઈન ભરેલ ગ્લાસ પકડાવી દીધો હતો.

જણાવી દઈએ કે રાજેશ ખન્ના એ પોતાના અભિનય કરિયર દરમિયાન પતંગ, અમર પ્રેમ, અનુરાગ, અજનબી, અનુરોધ અને આવાજ જેવી ઘણી સુપરહિટ ફિલ્મો આપી. એમણે પોતાના દમદાર અભિનયના બળ પર બોલીવુડમાં પોતાની એક અલગ ઓળખ બનાવી હતી. પણ ભારતના પહેલા સુપરસ્ટાર રાજેશ ખન્ના ૧૮ જુલાઈ ૨૦૧૨ ના હંમેશા હંમેશા માટે આ દુનિયા છોડીને ચાલ્યા ગયા.