બોલીવૂડ ઇન્ડસ્ટ્રીમાં બેડમેનના નામથી પ્રખ્યાત ગુલશન ગ્રોવર 66 વર્ષનો થઇ ગયો છે. કેટરીના કેફ અને ગુલશન ગ્રોવર વચ્ચે એક કિસીંગ સિન હતો જે ચર્ચાનો વિષય બન્યો હતો.
2003માં ઘટી હતી આ ઘટના
કેટરીનાની ડેબ્યુ ફિલ્મ બૂમ સાથે જોડાયેલો છે. 2003માં આવેલી આ ફિલ્મમાં કેટરીના અને ગુલશન વચ્ચે લિપલોક સીન હતો, જેના માટે તે પ્રેક્ટિસ કરી રહ્યાં હતા અને પકડાઇ ગયા હતા.
ગુલશને સ્વીકાર્યું
ગુલશને વર્ષો પહેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, બૂમના કિસિંગ સીન વખતે હું ખુબ નર્વસ હતો. તેના માટે બંધ રૂમમાં મેં કેટરીના સાથે પ્રેક્ટિસ કરી હતી. જ્યારે હું સ્મૂચ પ્રેક્ટિસ કરી રહ્યો હતો ત્યારે અચાનક અમિતાભ બચ્ચન ત્યાં આવી ગયા અને પબધુ જોઇ લીધુ હતું. બિગબીએ અમને ચીયર કર્યા હતા જે બાદ મારો હાલ ખરાબ થઇ ગયો હતો.
કરિયરનો સૌથી મુશ્કેલ સીન
ગુલશને કહ્યું કે આ સીન મારા કરિયરનો સૌથી મુશ્કેલ સીન હતો. ફિલ્મની ટીમને આ સીન શૂટ કરવામાં 2 કલાકનો સમય લાગી ગયો હતો. આ શૂટિંગ બુર્જ અલ અરબમાં થઇ હતી.
શું હતો સીન
આ સીનમાં કેટરીનાએ ટેબલ પર બેસીને ગુલશન ગ્રોવરનો કોલર પકડીને કીસ કરવાની હતી આ સાંભળીને ગુલશન શોક થઇ ગયો હતો. કારણ કે તેણે પ્રેક્ટિસ નહોતી કરી પરંતુ તે સીન આસાનીથી શૂટ થઇ ગયો હતો.
કેટરીના કૈફ અને વિક્કી કૌશલના લગ્ન ગુરૂવારે 9 ડિસેમ્બરે સંપન્ન થયા છે. છેલ્લાં બે દિવસથી લગ્નની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે બરવાડા સ્થિત રિસોર્ટમાં આ ગ્રાન્ડ વેડિંગ છે.
પતિ-પત્ની બન્યાં વિક્કી-કૈટરીના
લગ્નમાં ફિલ્મની પ્રખ્યાત હસ્તિઓ, ક્રિકેટ ખેલાડી અને ઉદ્યોગપતિઓનો જમાવડો થવાનો છે. અહીં ઘણાં લોકો પહેલાં પહોંચી ગયા છે. આજે પણ એરપોર્ટ પર સેલિબ્રિટીની રાહ જોવાઈ રહી છે. વિક્કી કૌશલ અને કેટરીના કૈફે પ્રભુતામાં પગલા માંડ્યા છે. અહેવાલ મુજબ, શાહી અંદાજમાં આ લગ્ન થયા છે. કેટરીના કૈફ હવે મિસિસ કૌશલ બની ગઇ છે.
વરરાજા બન્યાં વિક્કી કૌશલ
વિક્કી કૌશલ વરરાજા બન્યો. સફેદ ઘોડી પર સવાર થઈને દુલ્હન લેવા નિકળ્યાં. વિક્કી કૌશલ પંજાબી ઢોલની સાથે સામેલ થયા પરિવારજનો અને નજીકના મિત્રો.