આખરે શા માટે 13 નંબરને અશુભ માનવામાં આવે છે? હજારો વર્ષો પેહલા પુરાણોમાં કહેવાયું હતું આ સત્ય…

તમે આ વાત તો નાનપણથી સાંભળી હશે કે 13 નંબર અશુભ માનવામાં આવે છે પણ શું તમે આની પાછળનું કારણ જાણવાનો પ્રયત્ન કર્યો છે ક્યારેય? તો તમે ખરેખર 13 નંબરનું રહસ્ય નથી જાણતા તો તમારે આ આખો લેખ ધ્યાનથી વાંચવો જોઈએ. લોકો 13 નંબરને સમગ્ર વિશ્વનો કમનસીબ અથવા દુ:ખી નંબર તરીકે જોવામાં આવે છે, એટલા માટે લોકો આ નંબરનો ઉપયોગ કરવાથી ડરતા હોય છે. લોકો 13 નંબર બોલવામાં પણ અશુભ માને છે. તમે વિચારતા હસો કે 13 નંબર બીજા નમબેરોની જેમ એક અંક જ તો છે તો લોકો આને એટલો અશુભ કેમ ગણે છે? તો ચાલો જોઈએ.

ખાસ કરીને પશ્ચિમ દેશોમાં 13 નંબરને ખુબ અશુભ માનવામાં આવે છે. ત્યાના લોકો 13 નંબરનો ખુબ ભય હોય છે, આ જ કારણે દુનિયામાં એવું વાતાવરણ સર્જાયું છે કે લોકોએ આ નંબરથી જ અંતર બનાવવાનું શરૂ કરી દીધું છે.

ઘણા એહવાલના અનુસાર 13 તારીખ અશુભ માનવામાં આવે છે, કારણ કે એકવાર ઈસુ ખ્રિસ્તને તેની સાથે જમવા આવેલા એક વ્યક્તિ દ્વારા દગો આપવામાં આવ્યો હતો. એ વ્યક્તિ 13 નંબરની ખુરશી પર બેઢો હતો, ત્યાર પછી લોકોએ આ નંબરને કમનસીબનંબર ગણવાનું ચાલુ કર્યું અને ત્યાર બાદ લોકો  આ નંબરથી દૂર ભાગે છે.


વિદેશમાં 13 નંબરનો ડર

અગર તમે ક્યારેય વિદેશ સફર પર ગયા હોય અને હોટલમાં રોકાયા હોય અને તમને 13 નંબરની રૂમ અથવા 13મોં માલ નહિ દેખાય, તો સમજી લો કે હોટલનો માલિક 13 નંબરને અસ્પષ્ટ માને છે. તમે એવા પણ ઘણા માણસોને જોયા હશે જેમને 13 નંબરનો રૂમ લેવાનું પસંદ નથી. જયારે કે ફ્રાન્સના લોકોનું એવું માનવું છે કે જમવાના ટેબલ પર 13 ખુરશી મુકવી સારું નથી.

13 નંબરની ભારતમાં અસર

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે 13 નંબરનો દર ખાલી પશ્ચિમ દેશોના લોકોને જ નહિ પણ ભારતના લોકોમાં પણ જોવા મળે છે. ભારતના લોકો પણ 13 નંબર ખુબ અશુભ માને છે. તમને આ વાત ભાગ્યે જ ખબર હશે કે સપનાનું શહેર ચંદીગઢમાં સેક્ટર 13 જ નથી. ખરેખર, આ શહેરનો નકશો બનાવનાર આર્કિટેક્ટે 13 નંબરનો સેક્ટર બનાવ્યો જ નથી. તે નંબર 13 ને અશુભ માનતો હતો.


ઘર લેતી વખતે 13 નંબરની ચિંતા

વિદેશી દેશોમાં, ઘર લેતી વખતે, લોકો 13 નંબર લેવા માટે ખૂબ જ અચકાતા હોય છે. તેમના મનમાં એવો ડર છે કે કંઈક અશુભ ઘટના બની શકે છે. તેથી જ તેઓ કેટલીક વાર સારી મિલકતનો સોદો છોડી દેવા માટે તૈયાર થઈ જાય છે.