દૂધ ઉકાળતી વખતે ઉભરાય જાય તો સમજી લેજો આ ભયંકર તકલીફોની છે દસ્તક, જાણો વિગત

વાસ્તુ શાસ્ત્ર અનુસાર દૂધને ચંદ્રમાનો કારક માનવામાં આવે છે. ચંદ્રમા વ્યક્તિના મન, મગજ, આર્થિક સ્થિતિ અને પારિવારિક સ્થિતિ સાથે સંબંધ રાખે છે. એટલા માટે દૂધનું અચાનક ઊભરાવવું આ દરેક ચીજોને પ્રભાવિત કરી શકે છે.

પહેલાના સમયમાં હિન્દુ ધર્મમાં શુકન-અપશુકનની ખૂબ જ માન્યતાઓ રહેલી હતી જે આજે પણ અમુક ઘરોમાં અનુસરાય છે. એવી માન્યતાઓ છે કે આવી ઘટનાઓ પરથી આપણે જાણી શકીએ છીએ કે ભવિષ્યમાં આપણી સાથે શુકન થવાનું છે કે અપશુકન. જ્યોતિષશાસ્ત્ર પણ આ બધી વાતોને માને છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે કંઈ પણ ઘટનાઓ બને છે તે બધી જ ઘટનાઓ કોઈપણ વ્યક્તિ માટે ફાયદો, નુકસાન, સફળતા અને અસફળતા ના વિષયમાં બતાવે છે.

તમે જોયું હશે કે જ્યારે દૂધ ઉકળવા લાગે છે ત્યારે તે વાસણમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરે છે. થોડીવાર ગરમ કર્યા પછી, તે ઉપર આવવા લાગે છે અને એકવાર તે બહાર આવે છે, તે ફક્ત ઉકળતું રહે છે.



વાસ્તુ શાસ્ત્ર અનુસાર મોટાભાગે દૂધ ઉકાળતી વખતે એ ઊભરાઇ જાય તો વ્યક્તિએ સમજવું જોઇએ કે એની ચંદ્રની સ્થિતિ બગડવાની છે. એનાથી તમે માનસિક રૂપથી પરેશાન થઇ શકો છો.

અગ્નિ પર મંગળનું અધિપત્ય હોય છે. એવામાં દૂધનો ઉકાળતી વખતે એનું ઊભરાવવું અશુભ હોય છે. માનવામાં આવે છે કે એનાથી વ્યક્તિનો ગુસ્સો વધી શકે છે.

ઉકાળતી વખતે દૂધ નીચે પડવાથી વ્યક્તિની કુંડળીમાં મંગળ અને ચંદ્રમાં બંને ગ્રહોની સ્થિતિ ખરાબ થઇ શકે છે. એનાથી પરિવારમાં ઝઘડા વધી શકે છે.

દૂધનું દરરોજ ઊભરાઇને પડવું પૈસાની તંગી તરફ ઇશારો કરે છે. એનાથી ઘરમાં ધન ટકતું નથી.


સાંજના સમયે દૂધ ઉકળીને પડવાનો અર્થ એ છે કે ઘરમાં પરેશાનીઓ આવી શકે છે. એવામાં દૂધને ઉકાળતી વખતે ધ્યાન આપો.

જો તમે કોઇ સારા કામ માટે જઇ રહ્યા છે તો દૂધનું ઊભરાવવું તમારું કામ બગાડી શકે છે એટલા માટે ભગવાનને કંઇક મીઠું અર્પણ કરીને જાવ.

આ ઉપરાંત દૂધ ઊભરાવવું એ બિમારીનો પણ સંકેત થઇ શકે છે. એનાથી વ્યક્તિની ચિંતાઓ વધી શકે છે.

સવારના સમયે જો દરરોજ દૂધ ઊભરાવવું એ અપશુકન માનવામાં આવે છે. એનાથી દેવી અન્નપૂર્ણાનું અપમાન થાય છે.