શું તમે ક્યારેય ધ્યાનમાં લીધું છે કે લોકો વહેલી સવારે ગરમ પાણીમાં લીંબુ અને મધને મિક્સ કરીને પીવાની ભલામણ શા માટે કરે છે? જો તમે ખરેખર જાણતા ન હોવ તો તમે લાખ રૂપિયાના સવાલના જવાબથી અજાણ છો એવું કહી શકાય.
હકીકતમાં સવારે ઉઠ્યા પછી મોટાભાગના લોકો ગરમ પાણી પીએ છે અને તે પછી કોફી અથવા તો ચાય પીએ છે. સવારની ચા અને કોફી મજેદાર તો બહુ લાગે છે પરંતુ તમે અજાણતા જ પોતાની જાતને મૃત્યુ તરફ ધકેલી રહ્યા છો. કેવી રીતે ? તો વાંચો આ લેખ.
સવારે ખાલી પેટે ચા પીવાથી પેટમાં ગેસની સમસ્યા થઈ શકે છે. જે પાછળથી એસિડિટીનું કારણ પણ બને છે. એસિડિટીના રોગથી જ બીજા રોગોની શરૂઆત થાય છે. સવારે ખાલી પેટે ક્યારેય ચા કે કોફી ન પીવી જોઈએ. કારણ કે તે એસિડિટીની સમસ્યાનું કારણ બની શકે છે.
સાથે સાથે કબજિયાત અને માથાનો દુખાવાની સમસ્યા પણ થઈ શકે છે. તેથી સવારે ચા કે કોફી પીવાને બદલે લીંબુ અને મધની ચા પીવી જોઈએ. લીંબુ અને મધથી બનેલી ચા તમને જીવનભર સ્વસ્થ રાખશે અને તમારા હોસ્પિટલના ધક્કા પણ બચાવશે.
જાણો લીંબુ અને મધની ચા પીવાના ફાયદા
વજન ઓછું કરે છે અને ત્વચામાં ગ્લો લાવે છે. વાળ ખરવાની સમસ્યા દૂર પણ દૂર કરે છે. કિડની પણ સ્વસ્થ રાખશે સાથે તે રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે.
લીંબુ અને મધની ચા બનાવવા માટે સામગ્રી
1 લીંબુ, 2 ચમચી મધ, 2 કાળા મરીના દાણા, 1 ઈલાયચી, 2 કપ પાણી
ચા બનાવવાની રીત
સૌથી પહેલા પાણી ગરમ કરો. પાણી ઉકળી જાય પછી તેમાં ઈલાયચી અને કાળા મરી નાખો. તેને એક મિનિટ માટે રહેવા દો. પછી તેમાં એક લીંબુનો રસ અને બે ચમચી મધ નાખો. પછી તેને બે મિનિટ માટે રહેવા દો. બે મિનિટ પછી તેને કોફીના મગમાં પીવા માટે સર્વ કરો.