બે અઠવાડિયામાં ઓછું કરો ૬ કિલો વજન, આ ડિવાઈસ લગાવતા જ સ્થૂળતાને કહો ટાટા બાય બાય

શું તમે ક્યારેય સાંભળ્યું છે કે એક એવું ડિવાઈસ બનાવવામાં આવ્યું છે, જેનાથી સ્થૂળતા ઓછી કરી શકાય છે. જો ના તો તમારે આ ખબર જરૂર વાંચવી જોઈએ.

જ્યારથી કોરોનાનો સમયગાળો શરુ થયો છે, લોકો ઘરે બેઠા જ પોતાના કામ કરવાનું પસંદ કરે છે. એવામાં ફક્ત એમના સ્વાસ્થ્યની સમસ્યા વધી છે એટલું જ નહીં, વજન પણ સતત વધી રહ્યું છે. સ્થૂળતાથી પીડાતા લોકો હંમેશા એ પ્રયત્નમાં હોય છે કે વધારે કસરત કર્યા વિના જ એમનું વજન ઓછું થઇ જાય. જોકે, એવું નથી થતું. પરંતુ સ્થૂળતાને લીધે વજન ઓછું કરવા માટે નવી ટેકનીકની શોધ કરવામાં આવી છે. જેની પર લોકોને સરળતાથી વિશ્વાસ નહિ આવે.

આ છે વજન ઘટાડવાવાળું સાધન



ડેલી મેટ ડોટ કોમ મુજબ, બ્રિટેન અને ન્યુઝીલેન્ડના વૈજ્ઞાનિકોએ એક વજન ઘટાડવાવાળું સાધન બનાવ્યું છે, જે દાંતોને એક સાથે જક્ડવા માટે મેગ્નેટ અને લોકીંગ બેલ્ટનો ઉપયોગ કરવામાં આવે છે.



ન્યુઝીલેન્ડમાં ઓટાગો કોલેજના શોધકર્તાઓ દ્વારા બનાવામાં આવેલ ડેંટલસ્લિમ ડાયેટ કંટ્રોલને એક ડેંટીસ્ટ પ્રોફેશનલ્સ દ્વારા ઉપરી અને નીચેના હિસ્સાના દાંતોમાં લગાવવામાં આવે છે. આ ડિવાઈસ પહેરવાવાળા દરેક વ્યક્તિ લગભગ ૨ મીમી સુધી મોં ખોલી શકે છે. એ પ્રવાહી આહાર સુધી સીમિત રહે છે, પણ વાત કરવા અને શ્વાસ લેવામાં એનાથી કોઈ સમસ્યા નહી થાય.

લગભગ ૬ કિલો વજન થઇ જાય છે કંટ્રોલ



એક વાર દાંતમાં ફીટ થયા પછી, ડિવાઈસનો ઉદ્દેશ્ય ઠોસ ખાધ પદાર્થોને ખાવાથી રોકે છે. ડિવાઈસ બનાવનારા એ એને ‘ગેર આક્રમક’ એટલે કે દાંત ની વારંવાર ચાવવાની પ્રક્રિયાને રોકવા વિષે જણાવ્યું છે.



બ્રિટીશ ડેન્ટલ જર્નલમાં આ ડિવાઈસના ટ્રાયલ વિષે જણાવ્યું કે પ્રતિભાગીઓ એ બે અઠવાડિયામાં આશરે ૬.૩૬ કિલો વજન ઓછુ કર્યું. સાથેજ વજન ઓછુ કરવાવાળા પ્રતિભાગી આગળ પણ આ સફર ચાલુ રાખવા ઈચ્છે છે જેથી એમનું વજન વધારે ઘટી જાય.