ઠંડીમાં ગરમ પાણીથી નહાવાથી થાય નુકસાન, આ ૧૦ ભૂલો કરતા પણ બચો

ઠંડીમાં શરદી, ફ્લૂ અને ઇન્ફેકશન ફેલાવાનું જોખમ ઘણું વધી જાય છે. આ ઋતુમાં ઠંડીથી બચવા માટે લોકો ગરમ પાણી, ગરમ પાણી, ચા કોફી જેવી વસ્તુની મદદ લે છે. પરંતુ શું તમે જાણો છો ઠંડીથી રાહત મેળવવાના કેટલાક ઉપાયો જે તમારા માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. જેમ કે વધારે વખત ગરમ પાણીથી નહાવાથી શરીરને નુકસાન થઇ શકે છે. આવો તમને જણાવીએ, કે ઠંડીમાં આપણે કઈ કઈ ભૂલો કરતા બચવું જોઈએ.

વધારે સમય ગરમ પાણીથી નહાવું

જો નિષ્ણાંતનું માનીએ તો ઠંડીની ઋતુમાં વધારે સમય ગરમ પાણીથ નહાવું સ્વાસ્થ્ય માટે સારું નથી. એનાથી આપણા શરીર અને દિમાગ પર ખરાબ અસર પડે છે. વાત એવી છે કે ગરમ પાણી કેરાટીન નામના સ્કિન સેલ્સને નુકસાન કરે છે, જેનાથી ત્વચામાં ખંજવાળ, શુષ્કતા રેશીસની સમસ્યા વધી જાય છે.

ખૂબ જ વધારે કપડા

શરદીની ઋતુમાં ખુદને ગરમ રાખવું સારી વાત છે , પણ વધારે કપડા પહેરવાથી બચવું જોઈએ. એવું કરવાથી તમારું શરીર ઓવરહિટીંગનો શિકાર થઇ શકે છે. વાત એવી છે કે,ઠંડી લાગતા આની રોગ પ્રતિકારક ક્ષમતા વ્હાઈટ બલસ સેલ્સ ઉત્પન્ન કરે છે. જે ઇન્ફેકશન અને બીમારીઓથી આપણી રક્ષા કરે છે, જયારે શરીર વધારે પડતું ગરમ થતા ઈમ્યુન પોતાનું કામ નથી કરી શકતું.

વધારે ખાવું

શરદીની ઋતુમાં વ્યક્તિનો ખોરાક એકદમ વધી જાય છે અને એ સ્વાસ્થ્યની ચિંતા કર્યા વિના ગમે તે ખાવા લાગે છે. વાત એવી છે કે ઠંડી માં શરીરની કેલરી વધારે ખર્ચ થાય છે, જેની ભરપાઈ આપણે હોટ ચોકલેટ કે એક્સ્ટ્રા કેલરી વાળો ખોરાક લેવા લાગીએ છે. એવામાં ભૂખ લાગતા ફક્ત ફાઈબરવાળા શાકભાજી અને ફળ ખાવા જોઈએ.

કૈફીન

ઠંડીની ઋતુમાં ચા અને કોફીથી શરીરને ગરમ રાખવાની તરકીબ સારી છે. પણ કદાચ તમે ભૂલી રહ્યા છો કે વધારે કૈફીન શરીર માટે નુકસાનદાયી છે. આખા દિવસમાં ૨ કે ૩ કપથી વધારે કોફી ના પીવી જોઈએ.

ઓછું પાણી પીવું

ઠંડીમાં લોકોને તરસ ઓછી લાગે છે. પણ એનો અર્થ એવો જરાય નથી કે ઠંડીમાં શરીરને પાણીની જરૂરત નથી. યુરીનેશન, ડાયજેશનs અને પરસેવામાં પાણી શરીરથી બહાર નીકળી જાય છે. એવામાં પાણી ના પીવાને લીધે શરીર ડીહાઈડ્રેટ થવા લાગે છે. એનાથી કિડની અને ડાયઝેશનમાં સમસ્યા વધી શકે છે.

સૂતા પહેલા શું કરવું

એક શોધ મુજબ, રાતે સૂતા પહેલા હાથ અને પગને મોજથી કવર કરવા સ્વાસ્થ્ય માટે સારું છે. સૂવાની ક્વોલીટી સુધારવા માટે આ નુસખો ફાયદેમંદ માનવામાં આવે છે.

બેડટાઈમ રૂટીન

આ ઋતુમાં દિવસ નાના થઇ જાય છે અને રાત લાંબી થઇ જાય છે. એવી દિનચર્યાથી ફક્ત સીકાર્ડીયન સાઈકલ ડીસ્ટર્બ થઇ જાય છે, પણ શરીરમાં મેટાલોનિન હોર્મોન (ઊંઘ લાવનાર હોર્મોન) નું ઉત્પાદન વધી જાય છે. એનાથી ઊંઘ આવવા લાગે છે. સુસ્તી ચડે છે. એટલે ઊંઘવાના સમયે ઊંઘ પૂરી કરવાના પ્રયત્ન કરો.

બહાર જવાનું ટાળો

ઠંડીમાં મોટાભાગના લોકો ઠંડીથી બચવા માટે ઘરથી બહાર નીકળવાનું બંદ કરી દે છે. એવું કરવું સ્વાસ્થ્ય પર ભારે પડી શકે છે. ઘરમાં સંકોચાઈને પડ્યા રહેવાથી તમારી શારીરિક પ્રવૃતિઓ ખરાબ થશે. સ્થૂળતા વધશે અને સૂર્યના કિરણોથી મળતું વિટામીન – ડી પણ નહિ મળી શકે.

કસરત

ઠંડીમાં તાપમાન ઓછું થવાને લીધે લોકો પથારીમાં પડ્યા રહે છે. શરીરિક પ્રવૃત્તિ શૂન્ય થઈ જવાને લીધે આપણું ઈમ્યુન સિસ્ટમ સુસ્ત થવા લાગે છે. એટલે રજાઈમાં ઘૂસીને બેસવાની જગ્યાએ સાઈકલીંગ, વોકિંગ કે કોઈ પણ વર્કઆઉટ તરત જ શરુ કરી દો.