શાકાહારી લોકોને આ બીમારી થવાની સંભાવના સૌથી વધુ, જાણો લક્ષણ અને ઉપાયો

કોરોનાકાળમાં લોકો પોતાની હેલ્થ પ્રત્યે જાગૃત થયા છે અને દરેક વિટામીન અને મિનરલ્સ મળે તેવું ડાયટ ફોલો કરે છે. શરીરમાં વિટામીનની કમી થાય તો ઘણી બીમારીઓ થઇ જતી હોય છે.

શરીરમાં વિટામીન એ ન હોય તો આંખને લગતા રોગ થાય છે અને સીની ઉણપ હોય તો વાળ અને ઇમ્યૂનિટી ડાઉન થવાની સંભાવના રહે છે પરંતુ બી12 ઓછુ હોય તો ઘણી તકલીફો પડે છે.

માણસના શરીરમાં સામાન્ય રીતે 400 થી 500 મિલી લીટર જેટલુ વિટામીન બી 12 હોવું જોઇએ અને જો તેટલુ ન હોય તો શરીરમાં અલગ અલગ પ્રકારની બીમારીઓ થવાની સંભાવનાઓ રહે છે. તો આવો જાણીએ ક્યા ખોરાકની અંદર વધારે બી12 રહેલું છે.

વિટામીન બી 12 માંસાહારમાં સૌથી વધારે હોય છે અને શાકાહારી લોકો માટે દુધ કે તેમાંથી બનેલી વસ્તુઓ જેમકે દહી, પનીર, માખણ જેવી વસ્તુઓમાંથી મળે છે.

આ ઉપરાંત મશરૂમ અંદર, માટી ની અંદર એટલે કે જમીનની અંદર જે વસ્તુ ઉગે છે જેવી કે બટાકા, બીટ, ગાજર, મૂળા આ તમામ વસ્તુઓ ની અંદર થોડી-થોડી માત્રામાં વિટામીન બી12 મળી રહે છે. પણ જેટલી માત્રામાં માંસાહારની અંદર મળે એટલી માત્રામાં આ બધી વસ્તુમાંથી મળતું નથી.

જો તમારા શરીરની નસો ખોટી થઇ ગઇ હોય તેવું લાગે છે અથવા તો વારંવાર તમારા હાથ પગમાં ખાલી ચડી જાય છે તો સમજી જાઓ કે તમારા શરીરમાં બી12ની ઉણપ છે. વારંવાર થાકનો અનુભવ થાય અને વિકનેસ ફીલ થાય તો બી12 વાળી વસ્તુઓ ખાવાનું શરૂ કરી દો.

જે લોકો વિટામિન બી-12ની ઉણપથી પીડાતા હોય તે લોકોને ડિપ્રેશન પણ આવી શકે છે. શરીર માં લોહીની એટલે કે એનીમિયા ની તકલીફ થઇ જાય, હાડકાં નબળાં પડવાની સમસ્યા થાય છે અને તમારી જીભ એકદમ નરમ પડી જાય, દુઃખાવો થાય, જીભ નો મોટાભાગનો ભાગ લાલ થઈ જાય. તો તમારે સમજવું કે તમારા શરીરમાં વિટામિન બી12 ની ઉણપ છે.

આ પ્રકારની સમસ્યા થાય તો તરત જ તમારા ફેમિલી ડોક્ટર કે અન્ય ડૉક્ટર સાથે કનસલ્ટ કરીને દવાઓ શરૂ કરી દેવી જોઇએ. આ પ્રકારની તકલીફ શાકાહારી લોકોને વધારે થાય છે કારણકે તેઓ માંસ ખાતા નથી.