વીટામીન B12 ઘટવાથી ચહેરા પર દેખાય છે આ ગંભીર અસર, જાણો બચાવના ઉપાય…

વિટામિન B12 આપણા શરીર માટે ખુબ જરૂરી હોય છે. આપણા શરીરમાં B12ની કમી થવાથી થઈ શકે છે ઘણી બધી બીમારી, એટલા માટે આપણા શરીરમાં વિટામિન B12 ની કમી નહિ પડે એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આપણા શરીરમાં વિટામિન B12ની કમી હોવાથી થતી બીમારી જેમ કે મેટાબોલિઝમ, ડીએનએ સિન્થેસિસ અને રેડ બ્લડ સેલ ઓછા બનવા વગેરે. આટલું જ નહિ પણ આપણા શરીરની નર્વસ સિસ્ટમ માટે પણ વિટામિન B12 ખુબ જરૂરી હોય છે.આપણા શરીરમાં વિટામિન B12ની કમી હોવાના ઘણા બધા કારણો હોય છે, જેમાંથી વિટામિન B12 યુક્ત ખોરાક નહિ ખાવો એક મુખ્ય કારણ માનવમાં આવે છે. આપણા શરીરમાં વિટામિન B12ની કમી હોવાના ઘણા બધા લક્ષણો પણ દેખાતા હોય છે. જો આપણા શરીરમાં નીચે બતાવેલા લક્ષણો દેખાય તો સમજી લેવું કે આપણા શરીરમાં વિટામિન B12ની કમી છે.

હાયપરપીગમેન્ટેશનહાયપરપીગમેન્ટેશન થવાથી આપણા શરીરની ત્વચા પર દાખા દેખાય છે, શરીરની ત્વચા કાળી પડી જાય છે. અગર તમારા શરીરનો કોઈ ભાગ કાળો પડવા લાગે અથવા તો મોઢા પર કાળા દાખા દેખાય તો સમજી લેવું કે તમારા શરીરમાં વિટામિન B12ની કમી છે. જયારે શરીરમાં વિટામિન B12ની કમી પડે ત્યારે ત્વચા મેલાનિન નામનું પીગ્મેન્ટ વધારે માત્રામાં પેદા કરે છે, જેના કારણે આપણા શરીરની ત્વચા કાળી પડી જાય છે.

વિટિલિગોવિટિલિગો હાયપરપીગમેન્ટેશનનું વિપરીત હોય છે. વિટિલિગોમાં મેલાનિનની કમી પડે છે, જે આપણા શરીરની ત્વચા પર સફેદ દાખાનું કારણ બને છે અને આ સ્થિતિને વિટિલિગો કહેવામાં આવે છે. આ રોગ શરીરના એ ભાગને વધારે પ્રભાવિત કરે છે જે સૂરજની કિરણોના સંપર્કમાં વધારે આવે છે જેમ કે મોઢું, ડોક અને હાથ વગેરે.

વાળ ખરવાઆપણા શરીરમાં જો વિટામિન B12 બરાબર માત્રામાં હોય તો વાળનો વિકાસ સરખી રીતે થાય છે. જે લોકોના શરીરમાં વિટામિન B12 ની કમી હોય છે તેના વાળના વિકાસ પર વિટામિન B12 ની કમીની અસર દેખાતી હોય છે. વિટામિન B12ની કમી હોવાથી આપણા શરીરના વાળ નબળા પડી જાય છે અને ખરવાના ચાલુ થઈ જાય છે. જે લોકોના શરીરમાં વધારે વાળ ખરવાનાં ચાલુ થાય એટલે સમજી લેવું કે શરીરમાં વિટામિન B12ની કમીના કારણે આ વાળ ખરે છે.

આપણા શરીરમાં વિટામિન B12ની કંઈ થવાથી દખાતા અન્ય લક્ષણો જેમ કે  શરીરની ત્વચા પીળી પડવી, જીભ પીળી અથવા લાલ થવી અને મોઢામાં છાલા પણ પડી શકે છે. તો ચાલો જોઈએ કે વિટામિન B12ની કમીને કઈ રીતે પૂરી કરવી.

આ વસ્તુઓનું સેવન નિયમિત કરો

1.રેડ મીટ, માછલી, સેલફીશ, ઈંડા, બીન્સ વગેરે ખાવાથી શરીરમાં થતી વિટામિન B12 ની કમી દૂર થઈ જશે.

2.આની સિવાય દૂધ અને દૂધમાંથી બનાવામાં આવતી વસ્તુઓ જેમ કે દહીં, પનીર અને છાસ વગેરેનું પણ નિયમિત રીતે સેવન કરવું જોઈએ.

લાલ રક્ત કોશિકાના નિર્માણમાં વિટામિન B12 અહેમ ભૂમિકા ભજવે છે. શરીરમાં વિટામિન B12ની કમી પડવાથી રક્તમાં RBCની સંખ્યા ઘટી જાય છે. જે લોકો ઉપર બતાવેલી વિટામિન B12થી ભરપૂર વસ્તુઓનું સેવન કરે છે એ લોકો આ બધી બીમારીથી બચી જશે.