ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ગલીઓમાં હીરો હિરોઈનના લવ અફેયર્સની ચર્ચા ઘણીવાર થતી રહે છે. ક્યારેક કોઈંના અફેયરની ચર્ચા થાય છે તો ક્યારેક બ્રેકઅપની. તો ક્યારેક લગ્નકે સગાઈની વાત ઉડે છે. અત્યારે કેટરીના કૈફ અને વિક્કી કૌશલના અફેયરને લઈને ચર્ચાઓનું બજાર ગરમ છે.
અફવાહો છે કે કેટરીના અને વિક્કી આ વર્ષે ડીસેમ્બરમાં લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. એટલું જ નહીં, કેટલાક મીડિયા એવો પણ દાવો કરી રહ્યા છે કે કપલની સગાઇ થઇ ચુકી છે. હવે આ વાતમાં કેટલી સચ્ચાઈ છે એનો ખુલાસો હુદ વિક્કી કૌશલે કર્યો છે.
સરદાર ઉધમ માં પ્રમોશનમાં વ્યસ્ત છે વિક્કી
વિક્કી કૌશલ અત્યારે પોતાની ફિલ્મ સરદાર ઉદ્યમના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ હાલમાં જ ઓટીટી પ્લેટફોર્મ અમેઝોન પ્રાઈમ વિડીયો પર રિલીજ થઇ છે. ફિલ્મ લોકો પસંદ કરી રહ્યા છે. એટલે સુધી કે વિક્કીની કથિત ગર્લફ્રેન્ડ કેટરીના કૈફએ પણ ફિલ્મના વખાણ કર્યા છે.

કેટરીના એ ફિલ્મનું પોસ્ટર શેર કરતા લખ્યું કે શૂજીત સરકાર તમારું વિજન ઘણું સારું હતું, એકદમ બાંધીને રાખવાવાળું, ઉત્તમ ફિલ્મ. સાફ વાર્તા કહેતું, વિક્કી કૌશલ એકદમ પ્યોર ટેલેન્ટ, ઈમાનદાર અને હાર્ટબ્રેકીંગ. એ સાથે જ એમણે હાર્થ બ્રેક, સ્ટાર અને હાથ જોડે એવી ઈમોજી પણ બનાવી.
કેટરીના સાથે સગાઇ પર વિક્કી એ કહ્યું આવું
લાઈફસ્ટાઈલ એશિયામાં છપાયેલ એક ખબરે દાવો કર્યો હતો કે વિક્કી અને કેટરીના આ વર્ષના અંત સુધી એટલે કે ડીસેમ્બરમાં લગ્ન કરી લેશે. આ લગ્ન રાજસ્થાનઅ ઉદયપુરમાં થશે જેમાં બંને પરિવારના લોકો શામેલ થશે. રીપોર્ટસમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે કપલે લગ્ન લગ્નની તૈયારીઓ પણ શરુ કરી દીધી છે. કેટ અને વિક્કીની સગાઇને લઈને પણ સોશ્યલ મીડિયા પર ખબરો આવી રહી હતી. હવે આ અફવાહો પર લગામ લગાવતા વિક્કીનો જવાબ આવી ગયો છે.
વાત એવી છે કે ‘સરદાર ઉધમ’ ફિલ્મના પ્રમોશન દરમિયાન વિક્કી ને એમની અને કેટરીનાની સગાઈને લઈને સવાલ પૂછવામાં આવ્યા. એની પર વિક્કી હંસતા કહ્યું કે – આ ખબર તમારા મિત્રો (મીડિયા) એ ફેલાવી છે. હું જલ્દી જ સગાઇ કરી લઈશ. જેવો યોગ્ય સમય આવશે. એ એ સમય પણ આવશે.
સરદાર ઉધમ ના સ્ક્રીનીંગમાં પહોંચી હતી કેટરીના
થોડા સમય પહેલા સરદાર ઉધમ સિંહનું સ્ક્રીનીંગ રાખવામાં આવ્યું હતું. એમાં ઘણા કલાકારોએ હાજરી આપી હતી. આ દરમિયાન બધાની નજર કેટરીના કૈફ અને વિક્કી કૌશલ પર જ હતી. કેટ પોતાના ખાસ મિત્રને શુભેચ્છા આપવા આવી હતી. ઇવેન્ટમાં બંને લવ બર્ડ્સ એકબીજાને ગળે મળતા પણ દેખાયા. એનો એક વિડીયો પણ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જે ફેંસ ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
પહેલા પણ ઉડી ચુકી છે અફવાહો
આ કઈ પહેલી વાર નથી જયારે વિક્કી કૌશલ અને કેટરીના કૈફની સગાઈને લઈને અફવાઓ ઉડી છે. એની પહેલા ઓગસ્ટ મહિનામાં પણ બંનેની ચુપચાપ સગાઈની અફવાહો વાયરલ થઇ હતી. એ પછી કેટરીના કૈફના પ્રવક્તા એ નિવેદન આપીને એને ખોટી જણાવી હતી.
એમણે કહ્યું હતું – ‘કોઈ રોકા સેરેમની નથી થઇ. કેટરીના ટાઈગર ૩ ના શુટિંગ માટે જઈ રહી છે.’ એ પછી કેટરીના સાચે જ ટાઈગર ૩ ના શુટિંગ માટે ફિલ્મ સ્ટાર સલમાન ખાન સાથે વિદેશ ચાલી ગઈ હતી. થોડા દિવસો પહેલા એ પાછી આવી ગઈ છે.