જ્યોતિષ શાસ્ત્રમાં કુલ ૯ ગ્રહોનો અભ્યાસ કરવામાં આવે છે. આ ગ્રહોમાંથી શુક્ર ગ્રહને પ્રેમ, રોમાંસ અને સૌન્દર્યના કારક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે પણ વ્યક્તિની કુંડળીમાં શુક્ર ગ્રહ મજબૂત સ્થિતિમાં હોય છે, એ વ્યક્તિને પોતાના જીવનમાં બધી સુખ સુવિધા મળે છે. વર્ષ ૨૦૨૧ ના અંતમાં શુક્ર ગ્રહ એક વાર ફરીથી રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે.
વાત એવી છે કે શુક્ર ગ્રહ ૩૦ ડિસેમ્બરના મકર રાશિથી નીકળીને ધનુ રાશિમાં પ્રવેશ કરશે, પછી શુક્ર ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૨ સુધી આ રાશિમાં રહેશે. વર્ષના અંતમાં શુક્ર ગ્રહનું આ ગોચર કેટલીક રાશિઓ માટે ખૂબજ શુભ પરિણામ લઈને આવશે. આ દરમિયાન આ ૪ રાશિઓના જાતકોની કિસ્મત ખુલી જશે.
મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે આ ગોચર ઘણું શુભ રહેશે. આ દરમિયાન એમના ભાગ્યમાં વૃદ્ધિ થશે અને કાર્યક્ષેત્રમાં પણ પણ શુભ પરિણામ મળશે. નવા વર્ષમાં મેષ રાશિના જાતક પોતાના લક્ષ્યને પૂરા કરવા માટે સખ્ત મહેનત કરશે. આ રાશિના જે જાતક પ્રતિયોગી પરીક્ષામાંની તૈયારીઓમાં લાગેલા છે,એમના માટે આ સમય ઘણો સારો રહેવાનો છે.
વૃષભ રાશિ
શુક્ર ગ્રહનું ગોચર આ રાશિના જાતકો માટે આર્થિક રીતે ઉત્તમ રહેશે. અચાનક ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે. આ દરમિયાન વૃષભ રાશિના જાતકો વાતચીતના કૌશલમાં વૃદ્ધિ થશે. તમે તમારા કાર્યથી બધાનું દિલ જીતવામાં સફળ રહેશો.
કર્ક રાશિ
કર્ક રાશિના લોકોને કાર્યક્ષેત્રની સાથે સાથે આવકની નવી તક પણ મળશે. જે લોકો સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે, એમના માટે આ સમય ફળદાયી સાબિત થશે. આર્થિક રીતે તમે મજબૂત બનશો.
વૃષિક રાશિ
શુક્રના ગોચરથી વૃષિક રાશિના જાતકોને આર્થિક લાભ થશે. આ દરમિયાન તમે કોઈ નવો વેપાર શરુ કરી શકો છો. પરિવારનો સાથ મળશે, અને પદમાં પ્રગતિ થશે. આવકમાં વધારો થવાના સંયોગ બની રહ્યા છે.