માતાપિતા પોતાના બાળકોને સારું ભવિષ્ય આપવા માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દેતા હોય છે. આજે અમે એવી જ એક માં વિષે જણાવવા જઈ રહ્યા છે, જેમણે સંઘર્ષ કરીને પોતાની દીકરીઓનું ભવિષ્ય બનાવ્યું છે.
અમે વાત કરી રહ્યા છે, જયપુરના સારંગ જીલ્લામાં રહેનારી ૫૫ વર્ષની મીરાં દેવીની. જેમણે પોતાનું સમગ્ર જીવન પોતાની ત્રણ દીકરીઓનું ભવિષ્ય બનાવવામાં લગાવી દીધું. જણાવી દઈએ કે મીરાં દેવીના પતિ ઘણા સમય પહેલા જ દુનિયાને અલવિદા કહી ગયા હતા. એવામાં મીરાં એ પોતાની ત્રણ દીકરીઓના સારા ભવિષ્ય માટે સંઘર્ષ કર્યો, અને પોતાની દીકરીઓના સારા ઉછેર અને ઘર ચલાવવા માટે મજૂરી કરતી હતી.
જણાવી દઈએ કે મીરા દેવીની દીકરીઓએ એમની મહેનતને બેકાર ના જવા દીધી. આ છોકરીઓ પોતાની માં ની આશાઓ પર સાચી ઉતરી. આ ત્રણેયે પ્રશાસનિક સેવાની પરીક્ષામાં સફળતા મેળવી , અને વિધવા માં ના પરિશ્રમને બેકાર ના જવા દીધું.
પતિ ઇચ્છતા હતા દીકરીઓ બને ઓફિસર
મીરાં દેવી જણાવે છે કે એમના પતિ ઈચ્છતા હતા કે એમની ત્રણેય દીકરીઓ ઓફીસર બને. એ દીકરીઓને ખૂબજ ભણાવવા ઇચ્છતા હતા. પતિના નિધન પછી મીરાં દેવીને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જયારે દીકરીઓ મોટી થઇ તો લોકોએ એના પર એમના લગ્ન માટે દબાણ કરવાનું શરુ કરી દીધું હતું, પરંતુ મીરાં દેવી એ પણ નક્કી કરી લીધું હતું કે એ પોતાની દીકરીઓને સફળ બનાવીને જ રહેશે.
ના રોકાવા દીધું છોકરીઓનું શિક્ષણ
મીરાં દેવી એ બધી મુશ્કેલીઓનો સામનો કરતા કરતા પણ પોતાની દીકરીઓનું શિક્ષણ ના અટકવા દીધું. બીજી તરફ ત્રણેય દીકરીઓ , કમલા ચૌધરી,મમતા ચૌધરી, અને ગીતા ચૌધરી એ પણ પોતાના દિવંગત પિતાની છેલ્લી ઈચ્છા પૂરી કરવાનું નક્કી કરી લીધું હતું અને બે વર્ષો સુધી કઠીન પરિશ્રમ કર્યા પછી યૂપીએસસી પરીક્ષા આપી. પરંતુ આ વખતે થોડા માર્કસથી ત્રણેય અસફળ રહી, પરંતુ ત્રણેયે હાર ના માની, અને થોડા સમય પછી એમણે રાજસ્થાન પ્રશાસનિક સેવાની પરીક્ષા આપી અને ત્રણેય બહેનોએ આ પરીક્ષામાં સફળતા મેળવી.
દીકરીઓની સફળતાથી ખુશ થયા સગા વ્હાલા
આ પરીક્ષામાં કમલા ચૌધરીએ ઓબીસીમાં ૩૨ મો નંબર મેળવ્યો, એમની નાની બહેને ગીતા એ ૬૪ મો નંબર મેળવ્યો, અને એમની સૌથી નાની બહેન મમતા એ ૧૨૮ મો નંબર મેળવ્યો હતો. આ ત્રણેય બહેનોએ પોતાની માં ની સાથે પોતાના આખા પરિવારનું માથું ગર્વથી ઊંચું કરી દીધું છે. જણાવી દઈએ કે જે લોકો મીરા દેવી પર દીકરીઓના લગ્નનું દબાણ કરી રહ્યા હતા, આજે એ જ લોકો પોતાની દીકરીઓને પણ મીરાં દેવીની દીકરીઓની જેમ સફળ બનવા માટે શીખ આપી રહ્યા છે.