દિવાળીનો તહેવાર ધનની દેવી માતા લક્ષ્મીજીની પૂજા અર્ચના કરવા માટે ખૂબજ ખાસ માનવામાં આવે છે. આ દિવસે બધા પોતાના ઘરમાં રાતના સમયે માતા લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે તો એનાથી ઘરમાં ખુશીઓ રહે છે અને ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે. જેવુ કે તમે સૌ જાણો છો કોઈ પણ પૂજામાં નિયમોનું પાલન કરવું ઘણું જરૂરી છે, પૂજા દરમિયાન કેટલીક વિશેષ સામગ્રીઓ હોય છે જેનો કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે , જો તમે આ સામગ્રીઓનો ઉપયોગ પૂજા દરમિયાન નથી કરતા તો એના કારણે તમારી પૂજા અધુરી રહી શકે છે.
આજે અમે તમને આ પોસ્ટ દ્વારા દિવાળી પર લક્ષ્મીજી ગણેશજીની પૂજા દરમિયાન કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ, જેથી તમારી પૂજાનું ફળ તમને મળી શકે, એના વિષે માહિતી આપવાના છે, જો તમે આ વસ્તુઓનો ઉપયોગ કરશો તો તમારી ઘણી મનોકામનાઓ પૂરી થઇ શકે છે.
દિવાળી પર લક્ષ્મી ગણેશની પૂજામાં આ વસ્તુનો કરો ઉપયોગ
દિવાળી પર પૂજા દરમિયાન તમે હળદરનો ઉપયોગ જરૂર કરો, તમે હળદરનો બાજોઠ પર સ્વસ્તિક બનાવવામાં કરો.
કોઈ પણ પૂજા પાઠમાં ચોખાનો ઉપયોગ કરવો ખૂબજ જરૂરી માનવામાં આવે છે,જો તમે દિવાળી પર માતા લક્ષ્મી અને ભગવાન ગણેશજીની પૂજા કરી રહ્યા છો તો તમે એમની પૂજામાં ચોખાનો ઉપયોગ જરૂર કરો, તમે કળશ સ્થાપના દરમિયાન ચોખા નીચે રાખો અને પૂજા થયા પછી થોડા ચોખા ઘરના ખૂણામાં પાથરી શકો છો.

જો તમે ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની પ્રતિમા સ્થાપના કરી રહ્યા છો તો તમે બાજોઠ ઉપર લાલ કે પીળું કપડું ચોક્કસ પાથરો, એ પછી જ તમે લક્ષ્મી ગણેશની મૂર્તિની સ્થાપના કરો.
ભગવાન ગણેશજીની પૂજામાં તમે દિવાળી પર સોપારી અને પાન ચોક્કસ અર્પિત કરો, જો તમે એવું કરો છો તો એનાથી તમારી અધુરી મનોકામનાઓ જલ્દી જ પૂરી થઇ શકે છે, એ સિવાય માતા લક્ષ્મીજી પૂજા દરમિયાન તમે કોડીઓ રાખો કારણકે કોડીઓ માતા લક્ષ્મીજીને અતિ પ્રિય છે, જો તમે પૂજામાં એનો ઉપયોગ કરો છો તો એનાથી ઘરમાં ક્યારેય પણ ધનની કમી નહી રહે અને ઘરમાં ધનનું આગમન થશે.

તમે દિવાળીની પૂજામાં કેસરનો ઉપયોગ ચોક્કસ કરો, તમે પૂજાના સમયે કેસરથી ભગવાનનું તિલક કરો.
તમે દિવાળીના પૂજામાં ચાંદીના સિક્કાનો પ્રયોગ કરો કારણકે ચાંદીના સિક્કા વિના દિવાળીની પૂજા અધુરી માનવામાં આવે છે, જો સિક્કા પર લક્ષ્મીજી ગણેશની પ્રતિમા બનેલી છે તો એ ખૂબ જ શુભ માનવામાં આવે છે.
તમે દિવાળીની પૂજામાં લક્ષ્મી ગણેશજીને ખીલ (મીઠા મમરા) પતાશા, નો ભોગ લગાવો.
જો તમે તમારી ઈચ્છા અનુસાર, નોકરી મેળવવા ઈચ્છો છો તો એના માટે દિવાળીની પૂજામાં લવિંગ જરૂર રાખો અને પૂજા કર્યા પછી એ લવિંગને તમારી પાસે રાખી લો.
જો તમે તમારા વેપારમાં સારો ફાયદો મેળવવા ઈચ્છો છો તો દિવાળીની પૂજામાં તમારા હિસાબની ચોપડી અને નવી પેન જરૂર રાખો. એનાથી તમને કામકાજમાં સતત સફળતા મળે છે.