હાઇસ્કૂલ પાસ રાજ કુન્દ્રાએ કેવી રીતે ઉભો કર્યો બિઝનેસ એમ્પાયર ? જાણો અસલી કહાણી

બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ બિઝનેસમેન રાજ કુન્દ્રા સાથે લગ્ન કર્યા હતા અને મધ્યમવર્ગીય રાજે પોતાની આવડતના આધારે તે મોટો માણસ બની ગયો છે.

હાલમાં રાજ કુન્દ્રા પર એડલ્ટ ફિલ્મ બનાવવાનો આરોપ લાગ્યો છે અને તેની ધરપકડ કરવામાં આવી છે. એક ઇન્ટરવ્યૂમાં રાજે કહ્યું હતુ કે, હું જેટલી વેલ્ધી લાઇફસ્ટાઇલ જીવું છુ તેવી લાઇફ મે ઇમેજીન પણ નહોતી કરી. પહેલા હું એક સામાન્ય પરિવારમાં રહેતો હતો અને અમારી ઇન્કમ પણ લીમીટેડ હતી.

નાની ઉંમરમાં બિઝનેસ શરૂ કર્યોરાજનો જન્મ લંડનમાં થયો હતો અને તેના પિતા પંજાબમાં હતા. રાજના પિતા લંડન ગયા અને ત્યાં બસ કન્ડક્ટર તરીકે નોકરી કરતા હતા જ્યારે રાજની માતા શોપ આસિસ્ટન્ટનું કામ કરતી હતી. જે બાદ રાજના પિતાએ હોટલ શરૂ કરી અને જ્યારે રાજ 18 વર્ષનો થયો ત્યારે પિતાને બિઝનેસમાં હેલ્પ કરવા લાગ્યો હતો. બાદમાં તેણે પોતાનો બિઝનેસ શરૂ કર્યો હતો.

હીરાનો વેપાર

હાઇસ્કૂલ પાસ રાજે પોતાનો બિઝનેસ શરૂ કરવા માટે દુબઇ જઇને હીરાનો બિઝનેસ શરૂ કર્યો અને ત્યાં તેની વાત ન બની તો દુબઇથી નેપાળ ગયો હતો.


નેપાળમાં બિઝનેસ

1994માં રાજ નેપાળ ગયો હતો અને શાલનો બિઝનેસ બ્રિટનમાં શરૂ કર્યો હતો જે બાદ તેણે અલગ અલગ પ્રકારના બિઝનેસ શરૂ કર્યા હતા.

10 બિઝનેસનો માલિક રાજરાજ કુન્દ્રા 10 કંપનીનો માલિક હોવાની ચર્ચા છે અને લંડનમાં પણ તેના ઘણા બિઝનેસ છે તેવી વાત સામે આવી છે. રાજના રિયલ એસ્ટેટ, એન્ટરટેઇનમેન્ટ, સ્પોર્ટ્સ અને ગેમિંગ જેવા બિઝનેસમાં ઇનવેસ્ટમેન્ટ કરે છે.