‘રંગીલા’ માં કામ કરવા માટે આજે પણ અફસોસ કરે છે ઉર્મિલા માતોંડકર, થયું હતું આટલું ખરાબ વર્તન

૧૯૯૦ ની દશકની સૌથી સફળ અભિનેત્રીઓમાં શામેલ ઉર્મિલા માતોંડકર એ પોતાની ખૂબસૂરતી દ્વારા લાખો દિલો પર રાજ કર્યું. ઉર્મિલા એ બોલીવુડમાં એક થી એક ચડિયાતી ફિલ્મોમાં કામ કર્યું અને પોતાની મહેનતના બળ પર એક મુકામ મેળવ્યું. દરેક કલાકારની જેમ ઉર્મિલા માતોંડકરએ પણ પોતાના કરિયર માટે ઇન્ડસ્ટ્રીમાં ઘણો સંઘર્ષ કર્યો. હાલમાં જ થયેલા એક ઈન્ટરવ્યું દરમિયાન એમણે પોતાના સંઘર્ષ વિષે વાત કરી.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂર દૂર સુધી સંબંધ નહતોએક ઈન્ટરવ્યુંમાં ઉર્મિલા માતોંડકર સાથે વાત કરતા જયારે કરિયરને લઈને સવાલ કરવામાં આવ્યો તો એમણે એના જવાબમાં દરેક વસ્તુ પણ ખુલીને વાત કરી અને પોતાના સંઘર્ષના દિવસોને યાદ કરતા કહ્યું કે મેં ઘણો સંઘર્ષ કર્યો છે. હું ક્યારેય પણ પોતાના ફોટાને લઈને કોઈ પ્રોડ્યુસર પાસે નથી ગઈ.
મારા પરિવારનો ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે દૂર દૂર સુધી કોઈ સંબંધ નહતો. હું એક માધ્યમ વર્ગથી છું, પરંતુ થાય છે એ જ જે થવાનું હોય છે. અને જે થવાનું હોય છે એ થઈને જ રહે છે.

ઉર્મિલા એ એક ફિલ્મનો કિસ્સો શેર કરતા જણાવ્યું કે મને ‘નરસિમ્હા’ માં રોલ મળ્યો કારણકે જે અભિનેત્રીને સાઈન કરવામાં આવી હતી, એને ફ્રેકચર થઇ ગયું હતું અને ક્લાઈમેક્સ ૫૦૦ જુનીયર આર્ટીસ્ટ સાથે શૂટ થવાનું હતું. ત્યાં મારે નાચવા અને ગાવાનું હતું. મેં ડાન્સની કોઈ ટ્રેનિંગ નહતી લીધી.પરંતુ પરફોર્મ કરતા પહેલા જ મને ના પાડી દેવાઈ. હવે મારી કોઈ ફેમસ અટક તો હતી નહિ. ૯૦ ના દશકમાં મીડિયા પણ એકદમ નિર્દયી. મારા વિષે કાઈ પણ લખાતું હતું અને એવું ચાર વર્ષ સુધી ચાલ્યું. પરંતુ જયારે ‘રંગીલા’ આવી ત્યારે જઈને એ બધું શાંત થયું.

ઉર્મિલા માતોંડકર એ આગળ વાત કરતા જણાવ્યું કે ફિલ્મ રંગીલામાં એમના અભિનય માટે એમને કોઈ ક્રેડીટ ના આપવામાં આવી. આ ફિલ્મમાં એમણે જે પણ કર્યું, લોકોએ એને ફક્ત એક સેક્સ અપીલ કહ્યું, એનું એક્ટિંગ સાથે કાઈ લેવા દેવાનું નહતું. જો એવું હતું,તો ‘હાય રામા’ ગીત એક કલાકાર વિના કેવી રીતે થઇ શકતું હતું? શું ફક્ત ભાવનાત્મક દ્રશ્ય આપનાર દ્રશ્ય આપવા જ અભિનય છે? સેક્સી દેખાવું પણ પાત્રની માંગ હોય છે.ઉર્મિલા નું કહેવું છે કે મારું પાત્ર ફિલ્મના દરેક ગીત બદલવામાં આવતું હતું. પરંતુ ટીકાખોર સમજી ના શક્યા. એક દિવસ મને એ બધાનું નામ લેવું કદાચ ગમશે કે એ મને શું બોલાવતા હતા? આટલી મોટી હિટ આપ્યા છતાં, એવોર્ડ્સ તો દૂરની વાત, મારા વિષે એક સારા શબ્દ સુદ્ધા ના લખવામાં આવ્યા. મારા કપડાને ,મારા વાળને, એટલે કે બધાને ક્રેડીટ મળી, પણ મને નહીં.

આપ્યું વિસ્ફોટક નિવેદનઉર્મિલા એ આ દરમિયાન એક વિસ્ફોટક નિવેદન આપતા એવું પણ કહ્યું કે અભિનેત્રીઓ જેમણે ૧૩ ફ્લોપ આપી, જેમને છોકરાની જેમ દેખાવા માટે કહેવામાં આવ્યું, જેમણે ડબલ મિનીંગ ગીત હીરો સાથે કર્યા એમને એક્ટર કહેવામાં આવ્યા,પરંતુ મારા માટે કેમેરા સામે હોવું અધ્યાત્મિક અનુભવ હતો. આશા ભોંસલે અને લતા મંગેશકર એ મારા માટે ગાયું એ મારા માટે જીતથી ઓછું નહતું. મને એવોર્ડ જોઈતો પણ નહતો.

૪૨ ની ઉંમરમાં કર્યા લગ્નજણાવી દઈએ કે ઉર્મિલા માતોંડકરએ પોતાના કરિયરની શરુઆત બાળ કલાકાર તરીકે કર્મ, અને માસૂમ થી કરી હતી. પછી એમણે જુદાઈ, સત્યા, પ્યાર તૂને ક્યા કિયા, ભૂત, કૌન અને એક હસીના થી,સહીત ઘણી ફિલ્મો કરી જે દર્શકો એ ખૂબજ વખાણી. જો એમની અંગત વાત કરીએ તો રંગીલા ગર્લ ઉર્મિલા એ ૪૨ ની ઉંમરમાં ઉદ્યોગપતિ મોહસીન અખ્તર સાથે લગ્ન કર્યા. બંને ખુશી ખુશી પોતાનું જીવન જીવી રહ્યા છે.