ક્યારેક ૨૫૦ રૂ પગારે દિવ્યાંકા ત્રિપાઠી કર્યું હતું કામ, આજે મહારાણીની જેમ જીવે છે જીવન

નાના પડદાની એવી ઘણી અભિનેત્રીઓ છે, જેમણે પોતાના ઉત્તમ અભિનયની સાથે સાથે પોતાની ખૂબસૂરતીથી પણ લાખો લોકોના દિલોમાં એક ખાસ જગ્યા બનાવી છે. એ અભિનેત્રીઓમાંથી એક નામ દિવ્યાંકા ત્રિપાઠીનું પણ આવે છે. દિવ્યાંકા ત્રિપાઠી એ પોતાના ઉત્તમ અભિનયથી દર્શકોનો ઘણો પ્રેમ મેળવ્યો છે. અત્યારના સમયમાં દિવ્યાંકા ત્રિપાઠી કોઈના પરિચયની મોહતાજ નથી. આજે અભિનેત્રી ટેલીવીઝન ઇન્ડસ્ટ્રીનું જાણીતું બની ચુકી છે..



દિવ્યાંકા ત્રિપાઠીએ આ મુકામ ખુદના દમ પર મેળવ્યું છે. દિવ્યાંકા ત્રિપાઠીની વર્ષોની મહેનત છે, જેનાથી મનોરંજન જગતમાં પોતાની ખાસ જગ્યા બનાવી છે. એ એક એવી અભિનેત્રી છે, જેમણે ગોડફાદર વિના પોતાના દમ પર ઓળખ બનાવવામાં સફળ થઇ છે. ભલે દિવ્યાંકા ત્રિપાઠીએ સારું એવું મુકામ ઇન્ડસ્ટ્રીમાં મેળવ્યું છે, પણ એમને આ બધું સરળતાથી નથી મળ્યું.



જી હા,દિવ્યાંકા ત્રિપાઠી એ પોતાના જીવનમાં કઠીન સંઘર્ષ કર્યો છે, અને કઠીન મહેનત કર્યા પછી એ ટીવી ઇન્ડસ્ટ્રીમાં પોતાની ખાસ જગ્યા બનાવવામાં સફળ થઇ છે. દિવ્યાંકા ત્રિપાઠીનો જન્મ ૧૪ ડિસેમ્બર ૧૯૮૪ ના ભોપાલ, મધ્યપ્રદેશમાં થયો હતો. એ ભોપાલમાં જ મોટી થઇ છે, અને એમનું સ્કૂલનું શિક્ષણ પણ ત્યાંથી જ પૂરું થયું છે અને કોલેજનું શિક્ષણ પણ ત્યાની સરોજીની નાયડૂ કોલેજથી કર્યું છે.



આજે દિવ્યાંકા ત્રિપાઠી એ ટીવી પર પોતાના અભિનયના દમ પર ઘરે ઘરે સારી ઓળખ બનાવી છે. પણ કદાચ જ કોઈને એ વાત ખબર હશે કે દિવ્યાંકા ત્રિપાઠી ક્યારેય અભિનેત્રી બનવા નહતી ઇચ્છતી, પણ એમનું સપનું હતું કે એ આર્મી ઓફિસર બને. પોતાના આ સપનાને પૂરું કરવા માટે એમણે એનસીસી પણ જોઈન કરી હતી.



એક ઈન્ટરવ્યું દરમિયાન ખુદ દિવ્યાંકા ત્રિપાઠી એ એ જણાવ્યું હતું કે હું એનસીસીમાં ઘણી સારી હતી. હું બેસ્ટ કેડેટ હતી. હું રાઈફલ શુટિંગમાં પણ સારી હતી. જણાવી દઈએ કે દિવ્યાંકા ત્રિપાઠી નેશનલ લેવલની રાઈફલ શૂટ કરી ચુકી છે. દિવ્યાંકાનું સપનું આઈએએસ બનવાનું હતું. બાળપણથી જ એ ટોમબોય સ્વભાવની હતી, અને એમને છોકરીઓની જેમ રહેવાનો શોખ પણ નહતો.

જયારે દિવ્યાંકા કોલેજમાં હતી, તો એ સમયે એમણે મિસ ભોપાલ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને એ આ સ્પર્ધા જીતીને મિસ ભોપાલ બની. એ પછી એમણે એન્કરીંગ અને શો હોસ્ટ કરવાનું શરુ કરી દીધું. અત્યારના દિવ્યાંકા લાખો રૂપિયા કમાય છે પણ એક સમય એવો હતો જયારે એમને ૨૫૦ રૂ જ સેલરી મળી હતી. જી હા, દૂરદર્શનમાં એકશો હોસ્ટ કરવા એમને ૨૫૦ રૂ મળ્યા હતા, જે એમની પહેલી કમાણી હતી. એ પછી દિવ્યાંકા ત્રિપાઠી મુંબઈ ચાલી ગઈ હતી.



દિવ્યાંકા ત્રિપાઠી એ પોતાના અભિનયની શરુઆત ટીવી સીરીયલ ‘બનૂ મેં તેરી દુલ્હન’ થી કરી હતી. આ સીરીયલ દ્વારા દિવ્યાંકા ઘરે ઘરે ફેમસ થઇ ગઈ. એ પછી ‘યે હે મોહબ્બતે’ માં ઈશિતાનું પાત્ર નિભાવીને વધારે લોકપ્રિયતા મળી. એ પછી દિવ્યાંકા ત્રિપાઠી એ પાછળ વળીને નથી જોયું. દિવ્યાંકા ત્રિપાઠી એ પોતાના અભિનયથી ઘણો પ્રેમ મેળવ્યો છે અને એ નાના પડદાની ટોપ અભિનેત્રીઓમાંથી એક છે. એટલું જ નહીં, એ સૌથી મોંઘી અભિનેત્રીઓ પણ બની ચુકી છે. દિવ્યાંકા ત્રિપાઠી એક એપિસોડમાં ૧.૫ લાખ રૂપિયા ચાર્જ કરે છે.