જો દાળભાત બનાવતી વખતે દાળ ઉભરાઈ જતી હોય તો આ 10 ટિપ્સ તમને કરશે મદદ…

સ્ત્રીના પોતાના જીવનનો સૌથી વધારે સમય પોતાના પરિવારની દેખરેખ કરવામાં રહે છે. સ્ત્રીઓ પોતાના પરિવારની દેખરેખ તો કરે જ છે પણ સાથે-સાથે પોતાના પરિવારજનોનું મનસંદ ભોજન પણ બનાવતી હોય છે.

ઘણીવાર એવું થાય છે કે સ્ત્રીઓથી રસોઈ કરતી વખતે નાની-મોટી ભૂલ થઈ જાય છે જેના કારણે આખી રસોઈ ખરાબ થઈ જતી હોય છે. પછી એ બગડેલી રસોઈમાં સુધારો કરવો પડે છે જેથી કરીને અન્નનો બગાડ નહિ થાય. તો ચાલો જોઈએ આ 10 ટોપ કિચન ટિપ્સ.

ટીપ 1: અગર તમને ઇચ્છતા હોય કે તમારા ઘરમાં દૂધ વધારે સમય સુધી તાજુ રહે તો સૌ પ્રથમ દૂધને ગરમ કરી લેવું અને ત્યાર બાદ ગરમ કરેલા દૂધમાં થોડી એલચી વાટીને નાખીને મિક્સ કરી લેવું. આવું કરવાથી તમારા ઘરમા દૂધ લાંબા સમય સુધી તાજુ રહેશે.

ટીપ 2: અગર તમે ચાટ મસાલો ઘરે બનાવતા હોય તો ચાટ મસાલો બનાવતા સમય પર ચાટ મસાલામાં થોડું ફુદીનાનું ચૂરણ નાખીને બરાબર રીતે મિક્સ કરી લેવું. આવું કરવાથી ચાટ મસાલાનો સ્વાદ વધારે સારો આવશે.

ટીપ 3: ઘણી વાર રસોઈ કરતી વખતે દાળ ફાસ ગેસ હોવાના કારણે ઉભરાય જતી હોય છે. અગર તમે ઇચ્છતા હોય કે તમે જયારે રસોઈ કરો ત્યારે દાળ ઉભરાય નહિ તો દાળમાં એક ચમચી ઘી નાખવું જેથી કરીને દાળ ઉભરાશે નહિ.

ટીપ 4: ચાસણી બનાવતી વખતે આ વાત નું ધ્યાન જરૂર રાખવું. ચાસણી બનાવતી વખતે કઢાઈમાં માખણ લગાવી દેવાથી ચાસણી ખુબ સરસ બને છે.

ટીપ 5: અગર તમને શરદી થઈ હોય કે પછી શરદીના કારણે માથામાં દુખાવો થતો હોય તો કાળી ચામાં લીંબુ નાખીને પીવાથી માથાના દુખાવામાં રાહત મળે છે.

ટીપ 6: અગર તમે આખા વર્ષનો ગોળ એક સાથે ખરીદો છો, તો ગોળને જુના માટલામાં ભરીને ઉપર કપડું બાંધીને રાખવાથી ગોળ વર્ષ સુધી સારો રહે છે.

ટીપ 7: અગર તમે એલચીના જીના દાનને જલ્દીથી ખાંડવા ઇચ્છતા હોય તો તેમાં થોડી ખાંડ ઉમેરીને ખાંડવાથી જલ્દી ખંડાય જશે.

ટીપ 8: અગર તમે ઇચ્છતા હોય કે તમારા કપડાની ચમક નવી જેવી રહે તો કપડા ધોતી વખતે તેમાં એક ચમચી જેટલું વિનેગર ઉમેરવાથી કપડામાં નવી જેવી ચમક રહે છે.

ટીપ 9: જયારે તમે ઘરે છોલે ભટુરે બનાવો છો, તો ભટુરે બનાવતી વખતે મેંદામાં થોડો રવો ઉમેરવાથી ભટુરે વણવામાં સરળતા રહે છે.

ટીપ 10: અગર રસોઈ કરતી વખતે ભૂલતી મીંઢું વધારે પડી જાય તો તેમાં થોડું માખણ અથવા ઘી ઉમેરવું જોઈએ.