તારક મહેતા…ની આ એક્ટ્રેસનો બોલ્ડ અવતાર જોઇને થઇ જશો પાણી પાણી, એકવાર જોઇ લો તસવીર

તારક મહેતા..શો છેલ્લા 13 વર્ષથી લોકોનું મનોરંજન કરે છે અને શોના બધા પાત્રોની એક અલગ ફેન ફોલોઇંગ છે. હાલમાં જ TMKOCની એક્ટ્રેસે બીકીનીમાં પોતાનો સુપરહોટ અવતાર સોશ્યલ મીડિયા પર શૅર કર્યો હતો.

અંજલી ભાભીનો હોટ અવતાર

તારક મહેતા…શોમાં અંજલીનું પાત્ર ભજવનાર સુનયના ફોજદાર કે જેણે નેહા મહેતાને રિપ્લેસ કરી છે તે શોમાં હંમેશા સલવાર સુટમાં દેખાય છે પરંતુ હાલમાં જ તેણે બીકીની અવતાર બતાવ્યો છે. ઓરીજીનલ સુનયના ખુબ જ બોલ્ડ છે. તેની આ તસવીરો જોઇને લોકો દંગ રહી ગયા છે.


13 વર્ષ પૂર્ણ કર્યા

શોએ હાલમાં જ 13 વર્ષ પૂરા કર્યા છે અને આ શોના દરેક પાત્ર દર્શકોના દિલની નજીક છે. સુનયના પણ તેમાંથી એક છે. ટીવી સ્ક્રીન પર એકદમ સિમ્પલ દેખાનારી સુનયના હકીકતમાં ખુબ જ બોલ્ડ છે.

નેહા મહેતાને કરી હતી રિપ્લેસ

તારક મહેતા…શોમાં પહેલા અંજલી ભાભીનું પાત્ર નેહા મહેતા ભજવતી હતી બાદમાં સુનયનાએ નેહાને રિપ્લેસ કરી દીધી હતી. થોડા જ સમયમાં તેણે ફેન્સના દિલમાં પોતાના માટે જગ્યા બનાવી લીધી હતી.


તારક સાથે રોમાન્ટિક ડાન્સ કર્યો

અત્યાર સુધી તારક મહેતા..માં કોઇએ રોમાન્ટિક ડાન્સ નહોતો કર્યો પરંતુ અંજલિ અને તારકે ગયા વર્ષે વરસાદમાં રોમાન્ટિક ડાન્સ કર્યો હતો.

દયા વિશે આપ્યું નિવેદન

શોમાં નવું કંઇ જ થવાનુ નથી તેનુ પુષ્ટિ નેહા મહેતાને રિપ્લેસ કરનાર સુનયના ફોજદારે કરી હતી. સુનયના સિવાય નવી સોનુ અને નવા સોઢીની પણ એન્ટ્રી થઇ છે. હાલમાં જ સુનયનાએ દયાબેનની વાપસીને લઇને મૌન તોડ્યુ છે.


શું કહ્યું સુનયનાએ

સુનયનાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે આ શો બધાનો છે. આ માત્ર એક પાત્રનો શો નથી. શોના કોઇ પાત્રને હજુ પણ પ્રેમ મળી રહ્યો છે તો તેનો મતલબ છે શો સારુ કરી રહ્યો છે. ટીમ પોતાનુ 100 પરસેન્ટ આપી રહી છે. માત્ર એક વ્યક્તિને ક્રેડિટ આપવી યોગ્ય નથી. શોમાં કોઇ લીડ નથી બધાના ફેવરિટ અલગ અલગ લોકો છે જેમના કારણે શો હજુ પણ ચાલી રહ્યો છે.