આંધ્રપ્રદેશ રાજ્યની તીરુમાળા પહાડીઓ પર આવેલ તિરુપતિ બાલાજી મંદિર એમ તો પોતાના ધાર્મિક મહત્વ માટે મશહૂર છે. પરંતુ બીજું પણ કઈક છે, જે એને બીજાથી અલગ અને ખાસ બનાવે છે.
એ છે ત્યાનું રસોડું, જે દુનિયાના સૌથી મોટા રસોડામાંથી એક છે. એક તરફ જ્યાં આ રસોડું અન્નદાનમના રૂપમાં રોજ ૬૦ થી ૭૦ હજાર તીર્થયાત્રીઓને ખાવાનું પીરસવામાં આવે છે. તો પ્રસાદમના રૂપમાં અહિયાં લગભગ ૩ થી ૪ લાખ લાડુ તૈયાર કરવામાં આવે છે. કહેવાય છે કે આ લાડુ એટલા ખાસ હોય છે, કે સામાન્યથી લઈને ખાસ બધા એનો સ્વાદ લેવા ઈચ્છે છે. એવામાં જાણવાનું એ રહ્યું કે આખરે એ શું છે, જે એને ખાસ બનાવે છે.
ખુફિયા રસોઈ ‘પોટૂ’ માં તૈયાર કરવામાં આવે છે તિરુપતિના લાડૂ
લાડુ મુખ્ય તો ચણાના લોટ, ખાંડ ઘી, કિશમિશ, માખણ, કાજૂ અને ઈલાયચીના ઉપયોગથી મંદિરના ખુફિયા રસોડા ‘પોટૂ’માં તૈયાર કરવામાં આવે છે. ૨૦૦૬ માં એની શરુઆતની તૈયારી માટે મંદિરની બહાર એક નક્કી કરવામાં આવી અને ત્યાં એક આધુનિક રસોડું તૈયાર કરવામાં આવ્યું.
સૌર ઉર્જા પર આધારિત આ રસોડામાં સૌથી પહેલા એક ગરમ ઘી માં ચણાના લોટથી બુંદી બનાવામાં આવે છે. પછી આ બુંદી ને પોતાની રીતે ચાલતી ટ્રે પર મોટા મોટા બોક્સમાં રાખવામાં આવે છે. જે પોતાની રીતે એ જગ્યાએ પહોંચી જાય છે, જ્યાં એમને અંતિમ સ્વરૂપ આપવામાં આવે છે.
લાડુના લાજવાબ સ્વાદ શોધનો વિષય
આ મંદિરમાં ૨૦૦ ની સંખ્યામાં હાજર બ્રાહ્મણ પૂજારી એમને પોતાના હાથે લાડુનો આકાર આપે છે. પૂજારીઓના હાથેથી નીકળ્યા પછી આ લાડુ પહોંચે છે ગુણવત્તા ચેક ટીમ પાસે. જ્યાં એની ગુણવત્તા અને શેલ્ફ લાઈફ (લાડુ કેટલો સમય સુધી રહેશે) ચેક કરવામાં આવે છે.
એ પછી જ એને પ્રસાદમ રૂપે લોકોએ આપવામાં આવે છે. પ્રસાદના રૂપમાં એ મેળવવા માટે લોકોને સુરક્ષા ચક્ર માંથી પસાર થવું પડે છે. ઘણા લોકો સામાન્ય દેખાતા આ લાડુ ઘરે બનાવવામાં પ્રયત્ન કરી ચુક્યા છે, પણ હજી કોઈને સફળતા મળી નથી.
એ જ કારણ છે કે અહીયાના લાડુને GI નો ટેગ મળી ચુક્યો છે. એ સેલીબ્રીટી સ્ટેટ્સના રૂપમાં પણ દેખવામાં આવે છે. એનો લાજવાબ સ્વાદ લોકો માટે શોધનો વિષય બની ગયો છે.
રોજ ૬૦-૭૦ હજાર લોકોનું ખાવાનું થાય છે તૈયાર
તિરુપતી બાલાજી મંદિરમાં રોજ લગભગ ૬૦-૭૦ હજાર લોકો ભગવાન વેન્કટેશ્વરના દર્શન માટે આવે છે. ઘણા ખાસ અવસર, જેમ કે બ્રહ્મોત્સ્વમ, પર આ સંખ્યા ૧ લાખ ઉપર પહોંચી જાય છે. એવામાં મંદિરનું રસોડું એમના માટે ખાવાનું પણ તૈયાર કરે છે.
લાડુની જેમ અહિયાં તૈયાર કરેલ ખાવાનું પહેલા ભગવાનને ભોગ માટે મોકલવામાં આવે છે. ખાવાનું મોટાભાગે સાઉથ ઇન્ડિયન અને સાત્વિક હોય છે, જે શ્રદ્ધાળુઓ ભગવન્ના આશીર્વાદ સમજીને ખાય છે. કોઈ પણ ધર્મના વ્યક્તિને આ પ્રસાદ ગ્રહણ કરવાની અનુમતિ છે. એના માટે ૪ ખાસ હોલ તૈયાર કરવામાં આવ્યા છે.
દરેક હોલમાં ૧૦૦૦ લોકો એક સાથે બેસીને ખાવાનું ખાઈ શકે છે.
ખાવાનું બનાવવા માટે રસોડાની અંદર મોટા મોટા વાસણોનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં એક હજાર લીટર સુધી કઢી રાખી શકાય છે. રસોડામાં લગભગ ૧૧૦૦ ખાસ લોક હોય જેમના ખભા પર ખાવાનું યોગ્ય સમયે પહોંચાડવાની જવાબદારી હોય છે.
આ હતી તિરુમલા તિરુપતિ મંદિરના રસોડા સાથે જોડાયેલ કેટલાક પહેલું. જો તમે પણ એની કોઈ માહિતી ધરાવો છો ,તો નીચે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો.