શું ઘરે રેસ્ટોરેન્ટ જેવી ફ્રેન્ચ ફ્રાય નથી બનતી? ઉમેરો આ એક વસ્તુ બનશે એકદમ જ ક્રિસ્પી અને ટેસ્ટફૂલ…

શું તમારાથી ઘરે હોટલ જેવી ફ્રેન્ચ ફ્રાઈસ બનતી નથી? તો આ લેખ આખો ધ્યાનથી વાંચો. આજે આપણે આ લેખના માધ્યમથી હોટલ જેવી ફ્રેન્ચ ફ્રાઈસ બનાવનીની રેસીપી જોવાની છે. તો શું તમે તૈયાર છો પોતાના ઘરમાં હોટલ જેવી સ્વાદિષ્ટ ફ્રેન્ચ ફ્રાઈસ બનાવ માટે? ઘરમાં બધા લોકો રેસ્ટોરેન્ટ જેવી ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાઈસ બનાવવાની કોસીસ કરતા હોય છે, પણ બનાવી શકતા નથી. નિરાશ થવાની જરૂર નથી, આજે આપણે રેસ્ટોરેન્ટ જેવી જ ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાઈસ બનાવનીની રીત જોવાની છે. તો ચાલો જોઈએ.

ફ્રેન્ચ ફ્રાઈસને અલગ-અલગ રીતથી બનાવી શકાય છે. બધા ઘરમાં સાંજના સમય પર જયારે છોકરોને અથવા ઘરના સભ્યોને ભૂખ લાગે છે તો ફ્રેન્ચ ફ્રાઈસ બનવાની ઈચ્છા થતી હોય છે. ફ્રેન્ચ ફ્રાઈસનું નામ સાંભળીને નાના મોટા બધા લોકોના મોઢામાં પાણી આવી જતું હોય છે.

1.ઠંડા પાણીમાં ડીપ કરો



તમે જયારે ફ્રેન્ચ ફ્રાઈસ બનાવો છો, તો તમે તરત જ ફ્રેન્ચ ફ્રાઈસને ફ્રાય કરી લો છો અને આ કારણથી તમારી ફ્રેન્ચ ફ્રાઈસ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ બનતી નથી. પણ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ ફ્રેન્ચ ફ્રાઈસ બનાવ માટે ફ્રાઈસને ઠંડા અથવા બરફના પાણીમાં ઓછામાં ઓછામાં અડથો કલાક સુધી રાખવી જોઈએ અને પછી એને ફ્રાય કરી જોઈએ અને અંતે તમારે ફક્ત આટલું જ કરવાનું છે કે બટેકાને પાતળી ફ્રાઈસના આકારમાં કાપવાના છે અને પછી ફ્રાઈસને એક મોટા વાસણમાં પલાળી રાખવાની છે.

આ પાણીઆ અડધી ચમચી મીંઢું નાખો અને વાસણને ફ્રીઝમાં મૂકી દેવું. હવે અડધી કલાક પછી ફ્રાઈસને ચારણી વડે કાઢી લેવી અને ત્યાં બાદ ફ્રાઈસને કોરી લેવી.ત્યાર બાદ એક ફ્રાયપેનમાં તેલ ગરમ થવા માટે મુકો અને મધ્યમ ગેસ પર ફ્રાઈસને તળો. જયારે ફ્રાઈસનો કોલોર ગોલ્ડન થાય ત્યારે ફ્રાઈસને બાર લેવી. તો તૈયાર છે રેસ્ટોરેન્ટ જેવી સ્વાદિષ્ટ અને ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાઈસ.

2.થોડી ઉકાળીને ફ્રિજમાં રાખો



ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાઈસ બનવાની એક બીજી રીત પણ છે. સૌ પ્રથમ બટેકાને ફ્રેન્ચ ફ્રાઈસના આકારમાં કાપી લેવા, ત્યાર બાદ આ કાચી ફ્રાઈસને 5 મીન સુધી ઉકળતા પાણીમાં ઉકાળવાથી થોડી બફાય જશે, ત્યાર બાદ ફ્રાઈસને સુકવી લેવી અને તેને ઝીપ બેગમાં ભરીને ફ્રીઝરમાં 2 કલાક સુધી ઠંડી થવા મૂકી દેવી. 2 કલાક પછી આ ફ્રાઈસને તળવાથી ક્રિસ્પી અને સ્વાદિષ્ટ ફ્રેન્ચ ફ્રાઈસ બની જશે.

3.કોર્ન ફ્લોરમાં ડીપ કરો



ફ્રેન્ચ ફ્રાઈસને ક્રિસ્પી અને સ્વાદિષ્ટ બનાવામાં માટે સૌ પ્રથમ એક વાસણમાં બટેકાને ફ્રાઈસના આકારમાં કાપી લેવા. ત્યાર બાદ આ ફ્રાઈસમાં કોર્ન ફ્લોર અથવા ચોખાનો લોટ નાખીને મિક્સ કરી લેવી. ફ્રાઈસને સરખી રીતે મિક્સ કર્યા બાદ તેને તળી લેવી. તો તૈયાર છે સ્વાદિષ્ટ અને ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાઈસ.

આ ઉપર બતાવેલી બધી રીતથી તમે ઘરે સરળતાથી રેસ્ટોરેન્ટ જેવી સ્વાદિષ્ટ અને ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાઈસ બનાવી શકો છો. ઉમીદ છે કે આ લેખ વાંચ્યા પછી તમે તમારા છોકરો અને ઘરના સભ્યો માટે આ બતાવેલી રીતથી સ્વાદિષ્ટ અને ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાઈસ બનાવશો.