આ રીતે ઘરે બનાવો રેસ્ટોરેન્ટ જેવા જ ઢોસાના પેપર, ચોંટશે પણ નહિ સાથે ક્રિસ્પી તો ખરા જ…

ઘણા લોકો ઘરે ઢોસા બનાવાની કોશિશ કરતા હોય છે પણ ઘરે રેસ્ટોરેન્ટ જેવા ઢોસા નથી બનતા. શું તમારાથી પણ ઘરે રેસ્ટોરેન્ટ જેવા ઢોસા નથી બનતા? તો આ આખો લેખ ધ્યાનથી વાંચો જેથી કરીને તમે તમારા ઘરે રેસ્ટોરેન્ટ જેવા ઢોસા બનાવી શકો. તો ચાલો જોઈએ.

આજે આપણે લોખંડની લોઢી પર ઢોસા બનાવાની રીત જોવાની છે. સાઉથ ઇન્ડિયન જમવાના શોખીન લોકો ઘરે ઢોસા બનાવીને ખાવાનું પસંદ કરતા હોય છે , પણ લોકો એવી ફરિયાદ કરતા હોય છે કે ઘરે રેસ્ટોરેન્ટ જેવા ઢોસા નથી બનતા. ઢોસા બનાવતી વખતે ઢોસાના ખીરાનું લેયર અગર પાતળું થાય છે, તો તે ચીપકી જાય છે અને અગર લેયર જાદુ હોય તો ક્રિસ્પી નથી બનતો.

ઘણા લોકોના મનમાં એવો પણ સવાલ હોય છે કે ઘરે ઢોસા બનાવામાં કેવી લોઢીની જરૂર પડે છે? ઢોસા માટે લોખંડની લોઢી ખરીદવી પડશે કે પછી નોનસ્ટિક લોઢી ચાલશે? શુ નોનસ્ટિક લોઢીમાં ઢોસા સારા બને છે? આ બધા પ્રશ્નોના જવાબ આપણે આ લેખમાં જોવાને છે તો ધ્યાનથી વાંચો. આ લેખમાં કેટલીક ઘણી બધી ટિપ્સ આપવામાં આવી છે અગર તમે આ ટિપ્સને ઢોસા બનાવતી વખતે ધ્યાનમાં રાખશો તો તમે પણ ઘરે રેસ્ટોરેન્ટ જેવા ક્રિસ્પી ઢોસા બનાવી શકશો.

લોઢીથી જોડાયેલી વાતો

ઘરે ઢોસા બનાવા માટે તમારે હમેશા લોખંડની જાડી અને મોટી લોઢી ખરીદવી જોઈએ. લોખંડની લોઢી ખરીદતી વખતે આ વાતનું ધ્યાન રાખો કે લોઢીને પકડવાના હેન્ડલ પણ હોય, કારણ કે અગર લોઢીને હેન્ડલ હશે તો તમે એ લોઢી એક જગ્યા પરથી બીજી જગ્યા પર આસાનીથી મૂકી શકશો. લોંખડની લોઢીને ગરમ પાણીથી ધોવી જોઈએ.

ક્રિસ્પી ઢોસા બનાવની રીત



સૌથી પહેલા ગરમ લોઢી પર તેલની એક ધાર કરો, આવું કરવાથી લોખંડની લોઢી નોનસ્ટિકની જેમ કામ કરશે. ત્યાર બાદ ઢોસાનું ખીરું લોઢી પર પાધરો અને બ્રાઉન થાય સુધી રહેવા દેવું. ઢોસો તૈયાર થવાની તૈયારી હોય ત્યારે તેની પર થોડું ઓઇલ અથવા બટર નાખી શકો છો. થોડી વાર રહીને ઢોસો તૈયાર થઈ જાય એટલે તેને લોઢી પરથી ઉતારી લો.

અન્ય ટિપ્સ

જો તમને ઢોસા બનાવામાં સમય લાગે છે તો તમે જે ફ્લિપ સાઈડ પરથી ઢોસાને ઉતારી રહ્યા છો, તે સાઈડને થોડી પાણીમાં ડુબાડી લો અને પછી જોવો ઢોસો ખુબ સેહલાઈથી ઉતરશે.