જાદુઈ જીરાના આ ફાયદાઓ વિશે તમે નહિ જાણતા હોવ, ગર્ભાવસ્થાથી લઈને શક્તિવર્ધક બને છે…

જીરું આપણા ઘરમાં બનતી મોટી ભાગની રસોઈમાં વપરાતું હોય છે. જીરું એન્ટી-ઇન્ફ્લેમેટરી અને એન્ટી-ઓક્સીડેન્ટથી સમૃદ્ધ છે. જીરાને એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટિ-સેપ્ટિક તરીકે પણ ઓળખાય છે. જીરું તમારા પેટની બધી સમસ્યાનું સમાધાન કરી શકે છે. તો ચાલો જોઈએ કઈ રીતે તમે જીરાના મદદથી તમારા પેટની બધી સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

જીરાના નિયમિત સેવનથી તમારા પેટની પાચનક્રિયા મજબૂત થાય છે. જીરું તમારા પેટની સમસ્યાઓ જેમ કે પેટ ફૂલવું અને કબજીયાત વગેરેથી છુટકારો અપાવી શકે છે. તમારે તમારા દિવસની શરૂઆત જીરાના પાણીથી ભરેલા ગ્લાસથી કરવી જોઈએ. બેંગ્લોર સ્થિત ન્યુટ્રિશનિસ્ટ જણાવે છે કે જીરું આરોગ્ય અને વજન ઘટાડવાની બાબતમાં તમારા માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.

કેવી રીતે બનાવશો જીરાનું પાણી?

જીરાનુ પાણી બનાવા માટે સૌ પ્રથમ એક વાસણમાં એક ગ્લાસ પાણી લઈને પછી તેમાં એક ચમચી જીરું પલાળો. આ જીરા વાળું પાણી થોડા સમય સુધી ઉકાળો અને પછી તેને ઠંડુ થવા દેવું. આ જીરાનું પાણી રોજ સવારે ખાલી પેટ પીવુ જોઈએ. જીરાનાં પાણીને હિન્દીમાં ‘જલ જીરા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. જીરાનું પાણી વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓના કુદરતી ઉપાય તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. જીરાનું પાણી પીવું આપણા શરીર માટે ફાયદાકારક સાબિત થાય છે.

પેટની સમસ્યાઓ

જીરાનું પાણી પીવાથી એસિડિટીની સમસ્યામાં રાહત મળે છે. ઘણા બધા લોકોને અપચાની સમસ્યા હોય છે એ લોકોએ પણ જીરાનું પાણી નિયમિત રીતે પીવું જોઈએ જેનાથી અપચાની સમસ્યામાં રાહત મળે છે. જીરાનું પાણી  સામાન્ય રીતે પાચક ઉત્સેચકોના સ્ત્રાવને ઉત્તેજીત કરે છે અને પાચનની પ્રક્રિયાને વેગ આપે છે. જીરાનું પાણી આંતરડાની સમસ્યા સામે લડવામાં મદદરૂપ થાય છે.

સગર્ભાવસ્થા દરમિયાન

ગર્ભાવસ્થા દરમિયાન જીરાના પાણીનું નિયમિત રીતે સેવન કરવાથી ગર્ભવતી મહિલાનું પાચન સુધરે છે, કારણ કે તે ઉત્સેચકો માટે ઉત્તેજક તરીકે કામ કરે છે જે કાર્બોહાઇડ્રેટ અને ચરબી પાચન માટે જરૂરી છે.

ઇમ્યુનીટી

જીરામાં આયર્ન અને ફાઇબર ભરપૂર માત્રામાં જોવા મળે હોય છે. તમારી રોગપ્રતિકારક શક્તિની સામાન્ય કાર્યક્ષમતા જાળવવા જીરાનું પાણી પીવું જરૂરી છે. જીરામાંથી મળતા ન્યૂટ્રિએન્ટ રોગ સામે લાડવામા મદદરૂપ થાય છે અને તમને રોગ થવાની સંભાવના ઓછી થઈ જાય છે.

લીવર

જાણી લો કે, જીરું લાંબા સમયથી યકૃતના ડિટોક્સિફિકેશન ગુણધર્મો અને પાચક ઉત્સેચકોના ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની ક્ષમતા સાથે સંકળાયેલું છે.

બ્લડ પ્રેશરે

જીરાના પાણીમાં પોટેશિયમનું પ્રમાણ ખુબ વધારે હોય છે. પોટેશિયમ એ એક મુખ્ય ખનિજ છે જે શરીરના યોગ્ય કામગીરી માટે આધાર રાખે છે. તે મીંઢાના નકારાત્મક પ્રભાવને સંતુલિત કરીને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

ડાયાબિટીઝ

તમને જણાવી દઈએ કે ડાયાબિટીઝથી પીડાતા દર્દીઓ માટે પણ જીરા પાણી સારું છે. તમે લોહીમાં શર્કરાના સ્તરને ઘટાડવા માટે ખાલી પેટ તેનું સેવન કરી શકો છો.

શક્તિવર્ધક

તમે કદાચ નહિ જાણતા હોવ કે જીરુંએ કુદરતી એનર્જી બુસ્ટર છે તે વિવિધ પોષક તત્વોથી ભરેલું હોય છે, જે શરીરને દિવસ દરમિયાન સુપર એનર્જીથી ભરપૂર રાખવામાં મદદ કરે છે. જો તમારી પાસે સુસ્ત મેટાબોલિક રેટ છે,તેના માટે આ તમને લાભ આપશે.