આજના સમયમાં દરેક વ્યક્તિ પૈસા કેવી રીતે કમાય તેના રસ્તા શોધતો હોય છે અને તેના માટે તે મહેનત પણ કરતો હોય છે પરંતુ કેટલીક વાર તમારા ઘરમાં વાસ્તુ દોષ હોવાને કારણે પણ પૈસા ટકતા ન હોય તેવું બની શકે છે.
જ્યોતિષશાસ્ત્રમાં કેટલાક ઉપાય બતાવવામાં આવ્યા છે જે મનુષ્યની પરેશાનીઓ ઓછી કરી શકે છે. તમને જણાવી દઇએ કે જ્યોતિષ માન્યતા અનુસાર ગુરુવારનો દિવસ શુભ માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુનો વાર માનવામાં આવે છે તે સિવાય દેવ ગુરુ બૃહસ્પતિ બુદ્ધિના કારક દેવતા માનવામાં આવે છે. જેના પર તેમની કૃપા વરસે છે તેમની ધન સંપત્તિ ખુબ વધે છે.
ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીના પતિ છે અને ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ઘરમાં ધન વૈભવ અને સુખ વધે છે. કેટલાક ઉપાય શાસ્ત્રોમાં આપવામાં આવ્યા છે તે કરી લેવાથી તમારા ઘરમાં ક્યારેય પૈસાની તંગી નહી થાય.
ભાગ્ય વધે છે ગુરુ
ગુરુ એક ભાગ્યશાળી ગ્રહ છે. કુંડળીમાં ગુરુ બળવાન હોય તો વ્યક્તિને ઉચ્ચ શિક્ષા મળે છે. કારકિર્દીમાં સફળતા મળે. તેમની આર્થિક સ્થિતિ મજબૂત રહે છે. તેમનું લગ્નજીવન સારું ચાલી રહ્યું છે. એકંદરે તેમનું જીવન સુખમય છે. જ્યારે ગુરુની નબળાઈ જીવનમાં ઘણી સમસ્યાઓ લાવે છે.
કુબેર યંત્ર
મહત્વનું છે કે, કુબેરને ધનના દેવતા માનવામાં આવ્યા છે. જો કુબેર દેવતાની કૃપા કોઇના પર થઇ જાય છે તો તેણે ક્યારેય પાછળ વળીને જોવુ પડતું નથી. ગુરુવારે તાંબાના પત્ર પર કુબેર યંત્ર રાખીને પોતાના પર્સમાં રાખો. તે સિવાય કોડી, કેસર, હળદરનો ટુકડો તમારા પર્સમાં રાખવાથી લાભ થશે.
કેળાના વૃક્ષની પૂજા
ધાર્મિક માન્યતા અનુસાર કેળાના વૃક્ષમાં સાક્ષાત ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. જો કોઇ વ્યક્તિ ગુરુવારે કેળની પૂજા કરશે તો તેના પર ચોક્કસ ભગવાનની કૃપા થશે.
કુંડળીમાં ગુરુની સ્થિતિ
જો કોઇ વ્યક્તિની કુંડળીમાં ગુરુની સ્થિતિ ખરાબ છે તો તેના કારણે લગ્નમાં વિઘ્ન આવી શકે છે. માટે બૃહસ્પતિ દેવનું વ્રત કરવું જોઇએ જેથી ગુરુની સ્થિતિ મજબૂત થાય છે.