IAS બનવાના ચક્કરમાં આ મહિલાએ છોડી HR ની નોકરી, બે વાર અસફળ થઇ તો ડીપ્રેશનમાં બની ગઈ કચરો વિણવાવાળી

સામાન્ય રીતે એવું કહેવાય છે કે જો તમે તમારા જીવનમાં બધું મેળવવા ઈચ્છો છો તો એના માટે ભણવું ખૂબ જ જરૂરી છે. તમારે તમારા સપનાનો ત્યાગ કરવો પડે છે, સફળતા મેળવવા માટે તમારા મનમાં જુનૂન અને મજબૂત મનોબળ હોવું જોઈએ, પરંતુ કોઈ પણ વસ્તુ ત્યાં સુધી સારી રહે છે જ્યાં સુધી એ એક સીમામાં હોય, કોઈ પણ વસ્તુ જયારે હદથી વધારે તમારા દિમાગ પર સવાર થઇ જાય તો એ તમારા માટે ઘાતક સિદ્ધ થઇ જાય છે. બધા પોતાના જીવનમાં એક સારા મુકામ પર પહોંચવા ઈચ્છે છે, પોતાના સપનાને જીવવા ઈચ્છે છે.

કાંઇક એવી જ રીતે IAS બનવાનું સપનું હતું હૈદરાબાદની રજની ટોપાનું. જેના માટે એમણે પ્રયત્ન તો કર્યો હતો પણ કોઈ કારણસર એને એ સફળતા હાથ લાગી નહીં. આ અસફળતાનું દુઃખ એ રીતે એના દિમાગ પર હાવી થઇ ગયું કે એજ દુઃખનો શિકાર થઇ ગઈ છે. આજે એમની સ્થિતિ એટલી દયનીય છે કે ભણેલી હોવા છતાં રસ્તા પર કચરો વીણતા જોવા મળી છે. મૂળ તો હૈદરાબાદના વારંગલની રહેનારી રજની ટોપાનું સપનું હતું કે એ પણ IAS બનવું અને એ સપનાને પૂરું કરવા માટે એમણે મલ્ટીનેશનલ કંપનીમાં HR ની નોકરી છોડી દીધી, અને IAS ની તૈયારીમાં લાગી ગઈ.

જયારે એ પોતાના બીજા પ્રયત્નમાં પણ પરીક્ષા પાસ ના કરી શકી તો ધીમે ધીમે શંકા અને આત્મ ગ્લાની એના દિમાગમાં ઘર કરી ગઈ અને એનું પરિણામ એ આવ્યું કે એ ડીપ્રેશનમાં જવા લાગી, ૮ મહિના પહેલા પોતાનું ઘર છોડી દીધું અને રસ્તા પર આવી ગઈ. કિસ્મતને બીજું જ કઈ મંજૂર હતું ,એ પોતાની જાતને પોતાના શહેરથી ૧૦૦૦ કિલોમીટર દૂર ઉત્તરપ્રદેશના ગોરખપુર લઇ આવી. જ્યાં એ કચરો વીણતા જોવા મળી.

કિસ્મતની રમત પર દુઃખ તો ત્યારે થયું જયારે એ ૨૩ જુલાઈના રોજ કચરાના ડબ્બા પાસે ચોખા વીણીને ખાતા જોવા મળી, વાત ત્યાંના તીવારીપુર સ્ટેશન પહોંચી. પોલીસને પણ જોઇને નવાઈ લાગી કે જોરદાર ઈંગ્લીશ બોલવાવાળી આ મહિલા , અહિયાં આવી હાલતમાં કેમ છે, અને એને માતૃછાયા ચેરીટેબલ ફાઉન્ડેશન પહોંચાડવામાં આવી, જ્યાં એનો ઈલાજ ચાલી રહ્યો છે અને એની સ્થિતિમાં સુધારો પણ આવ્યો છે.

એક વાતચીત દરમિયાન રજનીના પિતા પાસેથી જાણવા મળ્યું કે એમની દીકરી ભણવામાં અવ્વલ રહી છે, વર્ષ ૨૦૦૦ માં MBA નું ભણવાનું ફર્સ્ટ ક્લાસથી પાસ કર્યું. એમનું સપનું આઈએએસ બનવાનું હતું,જેના માટે નોકરી પણ છોડી દીધી, ભણવાનું પણ ચાલુ કર્યું, પરંતુ સફળતા હાથ ના લાગવાથી એ અવસાદનો શિકાર થઇ ગઈ. એ પછી પણ એ દુઃખને હરાવવાના પ્રયત્નમાં એમણે પાછી HR ની નોકરી કરી, પરંતુ એ પણ ચાલી ગઈ.



એની માનસિક સ્થિતિમાં સતત ઘટાડો થઇ રહ્યો હતો, એ વધારે પરેશાન રહેવા લાગી હતી અને ૮ મહિના પહેલા ઘર પણ છોડીને ચાલી ગઈ. હવે ધીમે ધીમે રજનીની હાલતમાં સુધારો આવ્યો તો એણે પોતાના ઘર વિષે પણ વાત કરી એ પછી એને ત્યાં લઇ જવામાં આવી.
જીવનમાં વધારે મેળવવાની ઈચ્છા ક્યારેક ક્યારેક આપણી પાસેથી એ પણ છીનવી લે છે, જેના આપણે હકદાર હોઈએ છે. આશા છે કે રજની જલ્દીથી સ્વસ્થ થઇ જાય, અને પોતાના ઘરે પાછી આવી જાય, અને ફરીથી નવેસર પોતાના જીવનની શરૂઆત કરે. એના માટે એને ઘણી બધી શુભકામનાઓ.