એક્ટ્રેસ બનવા આવતી યુવતીઓને પોતાની જાળમાં ફસાવતો હતો કુન્દ્રા, જાણો શું હતો માસ્ટર પ્લાન

રાજ કુન્દ્રા કે શિલ્પા શેટ્ટી તરફથી કોઇ પ્રતિક્રિયા સામે આવી નથી પરંતુ આ મામલે યુટ્યુબર અને મૉડલ સાગરિકા સોના સુમને પોતાની પ્રતિક્રિયા આપી છે. સાગરિકાએ આ પહેલા પણ રાજ પર આરોપ લગાવ્યા હતા.

આ વર્ષે ફેબ્રુઆરીમાં એક વીડિયો વાયરલ થયો હતો જેમાં સાગરિકાએ આરોપ લગાવ્યા હતા કે તેને વીડિયો કોલ દરમિયાન એક વૅબ સિરીઝ માટે ઓડિશન આપવા માટે કહેવામાં આવ્યું હતું. જ્યાં 3 લોકોએ ન્યૂડ ઓડિશનની માગ કરી હતી. તેમાંથી એક રાજ કુન્દ્રા પણ હતા જેનો ફેસ દેખાઇ રહ્યો નહોતો.

સાગરિકાએ સંભળાવી આપવિતી

રાજ કુન્દ્રા મામલે સાગરિકાએ ખુલાસો કર્યો છે કે ઓડિશન સમયે જ બોલ્ડ અને અશ્લીલ વીડિયો બનાવવામાં આવતા હતા. બાદમાં આ જાળમાં છોકરીઓ ફસાતી જતી હતી અને બિકીની શૂટથી શરૂઆત થતી હતી અને ન્યૂડ ફોટોશૂટ અને ન્યૂડ ફિલ્મો બનાવવામાં આવતી હતી. કેટલીક વાર ઓડિશન ઓનલાઇન કરવામાં આવતા હતા જેમાં રાજ પણ સામેલ રહેતો હતો. સાગરિકાએ દાવો કર્યો હતો કે રાજ તેને ગંદી જગ્યાઓએ લઇ જઇને બોલ્ડ શૂટ કરાવતો હતો.

સાગરિકાએ કરી કડક કાર્યવાહીની માગ

સાગરિકાએ રાજ કુન્દ્રા વિરુદ્ધ કડક કાર્યવાહીની માગ કરી છે અને સાથે જ તેણે ઇન્ડસ્ટ્રીમાં ન્યૂ કમર્સને કહ્યું કે તેઓ આ પ્રકારની લોભામણી લાલચમાં ન આવે. સાગરિકાએ કહ્યું કે આ બધી વસ્તુઓમાં છોકરીઓ ફસાઇ જાય છે અને બાદમાં તેમને ગંદા કામ કરવા પડે છે.