શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે જો મૃત્ય સમયે આ 4માંથી એક પણ વસ્તુ મનુષ્ય પાસે હાજર હોય તો તરત જ મળે છે મોક્ષ…

મિત્રો તમે જાણતા જ હશો કે ગરુડ પુરાણમાં જીવનના અનેક અલગ-અલગ રંગ અને જીવનની મહત્વપૂર્ણ જાણકારી આપવામાં આવી છે. સનાતન હિન્દૂ ધર્મમાં મૃત્યુ પછી ગરુડ પુરાણનું શ્રવણ કરવાનું પ્રાવધાન છે. તેમાં ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, સદાચાર, નિષ્કામ ધર્મની સાથે-સાથે યજ્ઞ, દાન, તપ તીર્થ વગેરે શુભ કામમાં સર્વ સાધારણને પ્રવૃત કરવા માટે અનેક લોકિક અને પરલોકિક ફળોનું વર્ણન કરવામાં આવ્યું છે.



આ ઉપરાંત હિન્દૂ ધર્મના શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ જેવું કર્મ કરે છે એ વ્યક્તિને તેના જ અનુરૂપ ફળની પ્રાપ્તિ થાય છે. સારા કર્મ કરવાવાળાને સ્વર્ગ મળે છે અને ખરાબ કર્મ કરવાવાળાને નરક નસીબ થાય છે, પરંતુ જયારે વ્યક્તિ દેહને ત્યાગે છે એ સમય પર આ ચાર વસ્તુમાંથી કોઈ એક પણ વસ્તુ તે વ્યક્તિ પાસે હાજર હોય તો જીવાત્માને યમરાજના દંડનો સામનો નથી કરવો પડતો.

તુલસી



આપણે અનેક વખત આપણા ઘરમાં અથવા સમાજમાં આવી વાતો સાંભળી હોય છે કે જયારે કોઈ વ્યક્તિની મૃત્યુનો અંદેશો થાય છે તો લોકો એ વ્યક્તિના મોઢામાં તુલસીના પણ મૂકી દેતા હોય છે અને આવું કરવા પાછળનું કારણ એ છે કે તુલસી ખુબ પવિત્ર અને પૂજનીય હોય છે. ગરુડપુરાણ અનુસાર મૃત્યુ પામેલા વ્યક્તિના માથા પાસે તુલસીનો છોડ મુકવાથી એ વ્યક્તિની આત્માને યમરાજના દંડથી મુક્તિ મળી જાય છે. જયારે વ્યક્તિની મૃત્યુ નજીક હોય ત્યારે એના માથા પાસે તુલસીના થોડા પાન મુકવાથી એ વ્યક્તિને પ્રાણનો ત્યાગ કરવામાં સરળતા રહે છે.

ઈશ્વરનું નામ



આ વાતનું પણ તમને ખ્યાલ જ હશે કે જયારે કોઈ વ્યક્તિ પોતાનો પ્રાણ ત્યાગતો હોય ત્યારે તેને મનમાં પ્રભુનું નામ લેવું જોઈએ. આવા વ્યક્તિને પણ યમરાજના દંડનો સામનો નથી કરવો પડતો અને સાથે-સાથે પ્રભુના ચરણોમાં જગ્યા મળે છે. વ્યક્તિના અંતિમ દિવસોમાં એની આસપાસ આધ્યાત્મિક વાતાવરણ બનાવી રાખવું જરૂરી છે.

શ્રીમદભગવદગીતા પાઠ કરો



જો કોઈ વ્યક્તિની મૃત્યુ ભગવદગીતા કરતા થાય છે તો એ વ્યક્તિની આત્માને યમરાજના દંડથી મુક્તિ મળે છે અને સાથે મોક્ષની પ્રાપ્તિ પણ થાય છે. મૃત્યુનો સમય નજીક આવતા અગર એ વ્યક્તિ પાસે આપણા ગ્રંથના અમુક શ્લોક બોલવામાં આવે તો એ યમરાજના દંડથી મુક્તિ મેળવી શકે છે.

ગંગાજળ



આપણા શાસ્ત્રોમાં ગંગાજળને ખુબ મહત્વ આપવામાં આવ્યું છે. લોકોનું એવું કેહવું છે કે ગંગાજળથી મોક્ષ મળે છે. ધાર્મિક માન્યતાઓની વાત કરીએ તો જયારે કોઈ વ્યક્તિ પ્રાણનો ત્યાગ કરતો હોય એ સમય પર વ્યક્તિના મોઢામાં ગંગાજળ મુકવાથી વ્યક્તિને મોક્ષ મળી જાય છે.

તો મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કે તમને અમારો આ લેખ કેવો લાગ્યો અને જો પસંદ પડ્યો હોય તો અમારા પેજને લાઈક અને શેર કરતા રેહજો આભાર!