હાલના સમયમાં ભારતમાં ઇલેક્ટ્રિક કારોનો ખૂબ પ્રચાર કરવામાં આવી રહ્યો છે કારણ કે ઇલેક્ટ્રિક કાર પ્રદુષણ નથી કરતી અને ઇલેક્ટ્રિક કાર ચલાવાનો ખર્ચ ખુબ ઓછો આવે છે. વિશ્વના મોટા દેશો શ્રેષ્ઠ ઇલેક્ટ્રિક કાર પર કામ કરી રહ્યા છે જેથી કરીને ઇલેક્ટ્રિક કાર વધારે માઈલેજ આપી શકે. ઇલેક્ટ્રિક કારને ચાર્જ કરવી પડે છે અને તમે કટોકટીના સમયમાં તેનો ઉપયોગ કરી શકતા નથી. ત્યારે આ સમસ્યાથી છુટકારો મેળવા માટે કેટલીક કંપનીઓ સોલાર સંચાલિત ઇલેક્ટ્રિક કાર બનાવી રહી છે, જેથી કરીને કાર ચાર્જ કરવાની સમસ્યાથી છુટકારો મળી શકે.
ઓટો કંપની એવી ટેકનોલોજી પર કામ કરી રહી છે કે તમારે ઇલેક્ટ્રિક કારને ચાર્જ કરવાની સમસ્યાનો સામનો નહિ કરવો પડે કારણ કે કંપની સોલાર ટેકનોલોજી પર કામ કરી રહી છે જેના કારણે ગાડી સૂર્યના કિરણોથી ચાર્જ થઈ જશે. આ સોલાર ટેક્નોલોજી લોકો માટે ખુબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આજે આપણે એક ઇલેક્ટ્રિક કાર વિશે વાત કરવાના છીએ. જો તમે ઇલેક્ટ્રિક કાર ખરીદવાનું વિચારતા હોય તો આ લેખ ધ્યાનથી વાંચો.
અપ્ટેરા મોટર્સ કોર્પ. પહેલી કંપની છે કે જેણે સોલાર સંચાલિત ઇલેક્ટ્રિક કારને રસ્તાઓ પર લાવી છે, જેનું નામ અપટેરા પેરાડિગમ છે. આ કારની સૌથી મોટી ખાસિયત છે કે તેની સ્પીડ ઇલેક્ટ્રિક કાર કરતા ખૂબ ઝડપી છે. તે માત્ર 3.5 સેકન્ડમાં શૂન્યથી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચઈ શકે છે અને તેની મહત્તમ સ્પીડ સરળતાથી 177 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચી શકે છે. ત્યારે અપટેરા પેરાડિગમ કારની બેટરી 25.0 કેડબ્લ્યુએચથી 100.0 કેડબ્લ્યુએચ સુધીની છે.
આ ઇલેક્ટ્રિક કાર 134 બીએચપી થી 201 બીએચપી સુધીનો પાવર જનરેટ કરી શકે છે. ત્યારે આ એક થ્રી વ્હીલર ઇલેક્ટ્રિક કાર છે જેની ડિઝાઇન સ્પેસશીપ જેવી દેખાય છે જે દુનિયાભરની તમામ કારોથી એકદમ અલગ છે. તમે આ વાત જણાવી દઈએ કે આ કાર સૂર્યપ્રકાશથી ચાર્જ થાય છે કારણ કે તેના ઉપર સોલર પેનલ્સ લગાવવામાં આવી છે. આ કારને એક વાર ચાર્જ કર્યા બાદ 1000 માઈલ અથવા 1600 કિલોમીટર સુધી ચાલી શકે છે. કંપનીએ વેચાણ શરૂ કર્યું હતું જેમાં 24 કલાકથી ઓછા સમયમાં કાર વેચી દેવામાં આવી હતી.
જાણવા જેવું: આ ઇલેક્ટ્રિક કાર ચાર્જિંગ કર્યા વગર જ 1600 કીમી સુધી ચાલશે, સ્પીડ જાણીને લાગશે નવાઈ…
