આચાર્ય ચાણક્ય અનુસાર અમીર વ્યક્તિને પણ ગરીબ બનાવી દે છે આ ટેવો, તરત જ છોડો હોય તો

અત્યારની ભાગદોડ ભરેલ જીવનમાં કદાચ જ કોઈ વ્યક્તિ એવો હશે જે અમીર બનવાનું સપનું ના જોતો હોય. હોઈ શકે કે કોઈ વ્યક્તિ ફક્ત પોતાના સપનામાં જ અમીર બનવાનું વિચારતો હોય, પરંતુ આજકાલ અમીર સૌ કોઈ બનવા ઈચ્છે છે, અને એના માટે લોકો સખ્ત મહેનત અને દિમાગનો ઉપયોગ પણ કરે છે. એટલું જ નહીં, કેટલાક લોકો તો એવા પણ હોય છે, જે પોતાની કિસ્મતથી અમીર બની જાય છે. જી હા, અમીર બનવું આજના સમયમાં કોઈ મોટી વાત નથી, પરંતુ આવેલ ધનનો સંગ્રહ કેવી રીતે કરવામાં આવે એ મહત્વનું છે.

ખાસ વાત એ છે કે વ્યક્તિને શિખર પર ચડવામાં સમય લાગે છે, પરંતુ ત્યાંથી લપસીને પડવામાં નહીં, અને એવું જ પૈસા સાથે પણ હોય છે. તમે તમારી બુદ્ધિ, ટેલેન્ટ અને કિસ્મતના દમ પર ધનવાન તો બની જાઓ છો પરંતુ જોતા જોતા કંગાળ પણ થઇ શકો છો. એવામાં કેટલીક ટેવો તમારી બરબાદીનું કારણ બને છે.

ખાસ વાત એ છે કે મહાન અર્થશાસ્ત્રી આચાર્ય ચાણક્ય એ ધનવાન બન્યા પછી કેટલીક એવી વસ્તુઓથી દૂર રહેવા માટે કહ્યું છે, જે વ્યક્તિને કંગાળ બનાવી દે છે. એટલું જ નહીં, આ વસ્તુને લીધે માં લક્ષ્મી, એ વ્યક્તિથી રિસાઈ પણ જાય છે. એટલે કોઈ પણ વ્યક્તિએ માં લક્ષ્મીની કૃપા મેળવવી હોય તો આ વાતોથી દૂર રહેવું જોઈએ. આવો જાણીએ એ વાતો વિષે.

વ્યક્તિને બરબાદ કરે છે આ વસ્તુઓ

જણાવી દઈએ કે ચાણક્ય નીતિ મુજબ ૫ વસ્તુઓ એવી હોય છે જે અમીર વ્યક્તિને પણ કંગાળ બનાવી દે છે. જી હા, જો તમારી ઉપર પણ લક્ષ્મીજીની કૃપા વરસી રહી છે તો ખાસ આ ૫ વાતોથી બચવું જોઈએ.

ક્યારેય ભૂતકાળ ના ભૂલવો

જણાવી દઈએ કે આચાર્ય ચાણક્ય કહે છે કે વ્યક્તિ કેટલો પણ અમીર કેમ ના બની જાય પરંતુ વ્યક્તિએ પોતાનો ભૂતકાળ ના ભૂલવો જોઈએ. સંઘર્ષના દિવસોને ના ભૂલવા જોઈએ અને મુશ્કેલીના સમયે કામ આવેલ લોકોને ભૂલવા તમને ફરીથી જૂના દિવસોમાં ધકેલી શકે છે. એવા લોકોથી લક્ષ્મીજી પણ રિસાઈ જાય છે.

કડવા વચન

કહેવાય છે કે પૈસા વ્યક્તિની બોલચાલ અને વર્તન બદલી દે છે. પરંતુ યાદ રાખો કે અમીર બન્યા પછી કડવું બોલવું તમને કંગાળ બનાવવામાં વાર નહીં લગાડે. એટલું જ નહીં, લક્ષ્મીજી એ જગ્યાએ ક્યારેય નથી રહેતી, જ્યાં કોઈનું અપમાન કરવામાં આવે છે. એવામાં કોઈને પણ કડવા વચન બોલવા જોઈએ નહીં.

ક્રોધ

ગુસ્સો કે ક્રોધ ફક્ત દિમાગ જ નહીં, પરંતુ ધનનો પણ નાશ કરે છે. જણાવી દઈએ કે ગુસ્સો વ્યક્તિનો સૌથી મોટો દુશ્મન હોય છે. અમીર બન્યા પછી જો ધૈર્યથી કામ ના લેવામાં આવે તો થોડા જ સમયમાં ધન સંપતિ બરબાદ થઇ જશે. એવામાં કોઈ પણ વ્યક્તિ માટે ક્રોધ પર નિયંત્રણ મેળવવો પહેલી પ્રાથમિકતા હોવી જોઈએ.

અહંકાર

આચાર્ય ચાણક્ય કહે છે કે પૈસા આવવાની સાથે જો અહંકાર પણ વ્યક્તિમાં આવી જાય તો એવા લોકોનું ભવિષ્ય બરબાદ થઇ જાય છે. અહંકારીઓ ને લક્ષ્મીજી સખ્ત નાપસંદ કરે છે.

ખરાબ ટેવો

એટલું જ નહીં, નશો, જુગાર રમવો, જેવી ખરાબ ટેવો કરોડપતિને પણ ગરીબ બનાવી દે છે. આ એવું કારણ છે કે જેના લીધે વ્યક્તિ પોતાના હાથેથી પોતાના પૈસા બરબાદ કરી દે છે અને જ્યાં સુધી એને એ વાતનો અહેસાસ થાય છે, એ પૈસા પાઈ પાઈ માટે મોહતાજ થઇ ચુક્યો હોય છે. એવામાં કોઈ પણ વ્યક્તિએ ફક્ત પૈસા પાછળ ના ભાગવું જોઈએ અને જો પૈસા આવી પણ જાય તો વ્યક્તિએ સદ્ચારિત્રનો રસ્તો ના છોડવો જોઈએ.