ગોવિંદાના કટ્ટર દુશ્મનોની યાદીમાં શામેલ છે આ ૬ લોકો, એકે તો કહ્યું હતું ગંદી નાલીનો કીડો

૯૦ ના દશકમાં એવા ઘણા સ્ટાર થયા છે, જેમણે પોતાના ઉત્તમ અભિનયના દમ પર દર્શકોના દિલોમાં એક ખાસ જગ્યા બનાવી છે. એમાંથી એક સુપરસ્ટાર ગોવિંદા પણ છે, જેણે ભારતીય સિનેમા જગતમાં ‘આંટી નંબર વન’ ફિલ્મથી સૌથી વધાર લોકપ્રિયતા મળી હતી. ફિલ્મ જગતના પ્રસિદ્ધ અભિનેતા ગોવિંદાને લોકો એમના ડાંસ માટે સારી રીતે ઓળખે છે અને એમને પસંદ પણ કરે છે.

ગોવિંદા એ ફિલ્મ જગતમાં દરેક ક્ષેત્રમાં પોતાના હુનરનો જાદૂ ચલાવ્યો છે. એમણે પોતાની કાબિલિયતથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક અલગ જ ઓળખ બનાવી છે. ભલે આજે ગોવિંદા ફિલ્મોથી દૂર છે, પણ કોઈ ને કોઈ કારણસર એ ચર્ચાનો વિષય બનેલા રહે છે. સુપરહિટ ફિલ્મ ‘ઇલ્જામ’ થી પોતાના કરિયરની શરુઆત કરવાવાળા ગોવિંદા એક સમય પહેલા બી ટાઉનના હીટ મશીન કહેવાતા હતા.

ગોવિંદા માટે ૧૯૯૦ થી ૧૯૯૯ વચ્ચેનો સમય ઘણો સારો રહ્યો છે. આ દરમિયાન એમણે ઘણી સફળ ફિલ્મો આપી પણ સમયની સાથે સાથે એમના સ્ટારડમ પર આંચ આવી ગઈ અને એ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી ગાયબ થવા લાગ્યા. ગોવિંદા પોતાની ઉત્તમ અદાકારીની સાથે સાથે પોતાના વિવાદોને લઈને પણ ચર્ચામાં રહ્યા છે. જી હા, જેવું કે આપણે સૌ જાણીએ છે ફિલ્મી દુનિયાની મિત્રતા અને દુશ્મની બંને મશહૂર હોય છે.

ગોવિંદાના પણ કેટલાક દુશ્મન થયા છે, અને એમની દુશ્મનીની કહાની પણ સામે આવી ચુકી છે. આજે અમે તમને આ લેખ દ્વારા ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કેટલાક એવા નામ જણાવવા જઈ રહ્યા છે, જેની સાથે ગોવિંદાની દુશ્મની છે અથવા રહી ચુકી છે. તો ચાલો જાણીએ, આખરે આ યાદીમાં કોણ કોણ શામેલ છે.

સંજય દત્તએક સમય એવો હતો જયારે સંજય દત્ત અને ગોવિંદાની જોડી ફિલ્મોમાં વધારે પસંદ કરવામાં આવતી હતી. એટલું જ નહીં, આ બંનેની મિત્રતા પણ ખૂબ જ ચર્ચિત હતી પણ સંજય દત્ત સાથે ગોવિંદાના સંબંધ પહેલેથી જ ખરાબ થઇ ચુક્યા છે. જણાવી દઈએ કે વર્ષો પહેલા અન્ડરવર્લ્ડ ડોન છોટા શકીલ અને સંજય દત્તની એક ઓડિયો ટેપ લીક થઇ હતી. એ ટેપમાં ગોવિંદાને લઈને નકારાત્મક વાતો કહેવાઈ હતી. બસ શું હતું, , એ વાતને લઈને સંજય દત્ત અને ગોવિન્દા વચ્ચે દુશ્મની શરુ થઇ ગઈ, અને અ બંનેની મિત્રતા હંમેશા હંમેશા માટે ખત્મ થઇ ગઈ.

સલમાન ખાનસુપરસ્ટાર ગોવિંદા અને સલમાન ખાનના સંબંધ પણ ક્યારેક ખૂબ જ સારા રહ્યા હતા. આ બંને એક સમય પહેલા ઘણા નિકટ હતા, અને બંનેની મિત્રતા પણ મશહૂર હતી, પરંતુ હવે ગોવિંદા અને સલમાનના સંબંધ પહેલા જેવા નથી રહ્યા. હવે બંનેની મિત્રતામાં દરાર આવી ચુકી છે. કોઈ કારણસર આ બંનેની મિત્રતા અચાનક જ દુશ્મનીમાં ફેરવાઈ ગઈ હતી, અને આજ સુધી આ બંને વચ્ચેના સંબંધ પણ ઠીક નથી થયા.

ડેવિડ ધવનએક સમય એવો પણ હતો જયારે નિર્દેશક ડેવિડ ધવન સાથે અભિનેતા ગોવિંદા એ ઘણી હિટ ફિલ્મો આપી હતી. આ બંનેની જોડી એ બોલીવુડમાં ધમાલ મચાવી દીધી હતી, પણ હવે આ બંનેની મિત્રતા દુશ્મનીમાં ફેરવાઈ ગઈ છે. વાત એવી છે કે, એક વાર ડેવિડ ધવને ગોવિંદાના ચશ્મે બદદૂરના રીમેકનો આઈડિયા ચોરીને ફિલ્મ ઋષિ કપૂરને સાઈન કરી લીધો હતો. એટલે આ બંનેના સંબંધ પહેલા નથી રહ્યા.

કરણ જૌહરમશહૂર ફિલ્મ મેકર કરણ જૌહરનું નામ પણ આ યાદીમાં શામેલ છે. એવું જણાવાય છે કે બંને એકબીજાને જરાય પસંદ નથી કરતા. ગોવિંદા એ એક વાર કરણ જૌહરને ઈર્ષાળુ વ્યક્તિ પણ કહ્યો હતો.

કૃષ્ણા અભિષેકતમને જણાવી દઈએ કે ગોવિંદાના સંબંધ પોતાના ભાણીયા કૃષ્ણા અભિષેક સાથે પણ સારા નથી. ઘણીવાર ગોવિંદા અને કૃષ્ણા અભિષેકને અણબનાવની ખબરો ચર્ચામાં રહે છે. જેના વિષે મોટાભાગના બધા લોકો સારી રીતે જાણે છે. ઘણીવાર તો બંનેની લડાઈ પણ સામે આવી ચુકી છે. બંને એકબીજાને લઈને કાઈ ને કાઈ નિવેદન આપતા જોવા મળી ચુક્યા છે.

અમરીશ પૂરીહિન્દી સિનેમાના ચર્ચિત, સૌથી ખૂંખાર, સૌથી મનગમતા અને સૌથી સફળ ખલનાયક અમરીશ પૂરી અને ગોવિંદા વચ્ચેનો જગડો પણ જગજાહિર છે. વાત એવી છે, ગોવિંદા ઘણી ફિલ્મો કરી રહ્યા હતા અને એટલે ફિલ્મના સેટ પર મોડેથી પહોંચ્યા હતા, જેમાં અમરીશ પૂરી પણ હતા. ત્યારે અમરીશ પુરીએ ગોવિન્દાને સમયે આવવાનું કહ્યું હતું, જેને લઈને બંનેના દલીલ પણ થઇ હતી. એટલું જ નહીં, અમરીશ પુરીએ ગોવિંદાને ગંદી નાલીનો કીડો પણ કહી દીધું હતું. એટલુજ નહિ અમરીશ પૂરી એ ગોવિન્દને થપ્પડ પણ મારી દીધી હતી.