તેરે નામ થી લઈને રાધે સુધી, ચાહકોના દિલો પર છવાયા સલમાનનો આ દમદાર દેખાવ

ફિલ્મી દુનિયાના એક એવા અભિનેતા જેમણે પોતાની એક્ટિંગ, પોતાના અંદાજ અને પોતાના દેખાવથી સૌ કોઈનું દિલ જીતી લે છે. બોલીવુડ દુનિયાના એવા અભિનેતા જેમની પાછળ આખી દુનિયા દીવાની છે. અમે બીજા કોઈ નહિ પણ સલમાન ખાનની વાત કરી રહ્યા છે. એમના ફેંસની દીવાનગી કાંઇક એવી છે, કે એમની એક ઝલક મેળવવા માટે ગમે તે હદ સુધી જઈ શકે છે. લોકો સલમાનની સાથે સાથે એમની દરેક ફિલ્મના પાત્ર પાછળ પણ દીવાના છે. તો આવો જાણીએ, કઈ એવી ફિલ્મો છે જેનો દેખાવ ચાહકો વચ્ચે ઘણી લોકપ્રિય થઇ?

તેરે નામ



વર્ષ ૨૦૦૩ માં આવેલી ફિલ્મ ‘તેરે નામ’ સલમાનની શ્રેષ્ઠ ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મ તેલુગુ ફિલ્મ ‘સેતુ’ ની હિન્દી રીમેક છે. એમની આ ફિલ્મના લુકની વાત કરીએ તો એ ખૂબ જ આક્રમક હતો સાથે જ એમની હેર કટ સ્ટાઈલ ચાહકોમાં લોકપ્રિય થઇ હતી. ફિલ્મમાં એક ડાયલોગ પણ લોકપ્રિય હોય છે અને જો એ ડાયલોગની વાત કરીએ તો એ હતો ‘એક બાર બોલતા હૂં ઔર વો ફાઈનલ હો જતા હે’.

વોન્ટેડ



વર્ષ ૨૦૦૮ માં રિલીજ થયેલ ‘વોન્ટેડ’ એ સલમાન ખાનને બોલીવુડના દબંગ બનાવી દીધા હતા. એમની આ ફિલ્મના દેખાવની વાત કરીએ તો એ ઘણા કૂલ દેખાયા હતા. શર્ટના બટન ખોલીને ચાલવું,હાથમાં રૂમાલ બાંધવો, એમની આ સ્ટાઈલ પણ એમના ચાહકોમાં ઘણી ચર્ચામાં આવી હતી. આ ફિલ્મના જાણીતા ડાયલોગની વાત કરીએ તો એ હતો ,’એક બાર જો મેને કમિટમેન્ટ કરી દી , તો ફિર મેં અપને આપ કી ભી નહીં સુનતા.’

દબંગ


ફિલ્મ દબંગ વર્ષ ૨૦૧૦ માં રિલીજ થઇ હતી, જેને દર્શકોએ ઘણો પ્રેમ આપ્યો હતો. ફિલ્મમાં પોલીસના દેખાવમાં સલમાન ઘણા શ્રેષ્ઠ દેખાઈ રહ્યા હતા. આ દેખાવમાં એમની ચશ્માં લગાવવાની સ્ટાઈલ ઘણી ચર્ચામાં આવી હતી, તો દબંગની સિકવલમાં પણ એમની આ સ્ટાઈલ જળવાયેલી રહી. એમની આ ફિલ્મના ફેમસ ડાયલોગની વાત કરીએ તો એ છે ,’સ્વાગત નહીં કરોગે હમારા.’

હમ દિલ દે ચુકે સનમ


સલમાન ખાનની ફિલ્મ ‘હમ દિલ દે ચુકે સનમ’ વર્ષ ૧૯૯૯ માં મોટા પડદે રિલીજ થઇ હતી. જેમાં એમની સાથે ઐશ્વર્યા રાયે મહત્વનું પાત્ર નિભાવ્યું હતું. આ ફિલ્મમાં એમના દેખાવની વાત કરીએ તો ઘણા નટખટ હતા. આ ફિલ્મમાં એમણે કાનમાં બુટ્ટી પહેરી હતી, અને એ વાત ઘણી ચર્ચામાં હતી.

હમ આપકે હે કોન

સલમાનની ફિલ્મ હમ આપકે હે કોન આજે પણ ઉત્તમ ફિલ્મોમાંથી એક ગણાય છે. આજે પણ દર્શક આ ફિલ્મ જોવામાં પાછળ નથી હોતા. આ ફિલ્મ વર્ષ ૧૯૯૪ માં રિલીજ થઇ હતી. આ ફિલ્મથી એમનો મજાકિયો અંદાજ, નટખટપણું, અને પરિવાર માટે પ્રેમ ઘણો લોકપ્રિય થયો હતો. સાથે જ આ ફિલ્મનું ગીત ‘દીદી તેરા દેવર દીવાના’ નું એક દ્રશ્ય ચર્ચામાં આવ્યું હતું, અને એ છે ગુલેલથી માધુરી તરફ ફૂલ ફેંકે છે.

રાધે : યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ



હવે સલમાનની ફિલ્મ રાધે આ વર્ષે ઈદ પર રિલીજ કરવામાં આવશે. ફિલ્મના ટ્રેલર લોન્ચ પછી ઘણી અફરાતફરી થઇ ગઈ હતી. હવે ફિલ્મના ગીત ધૂમ મચાવી રહ્યા છે. આ ફિલ્મમાં સલમાનના દેખાવાની વાત કરીએ તો ટ્રેલર જોઈ અંદાજો લગાવી શકીએ છે, એ જોરદાર એક્શન કરતા જોવા મળશે. ફિલ્મના ટ્રેલરમાં ભાઈજાનની એક્શન છે, સ્વેગ છે, અને બધાને ગમે એવો અંદાજ છે. હવે જોવાનું એ રહેશે કે સલમાને આ વખતે ચાહકોને ખુશ કર્યા છે નહીં?

અંતિમ



અત્યારે સલમાન ખાન પોતાની હવે આવનારી ફિલ્મ અંતિમ : દ ફાઈનલ ટ્રુથ ને લઈને પણ ચર્ચામાં છે. ફિલ્મમાં અભિનેતા એક સિખ કોપનો રોલ કરવા જઈ રહ્યા છે. ફિલ્મમાં એમના દેખાવને લઈને ઘણા કયાસ લગાવવામાં આવી રહ્યા હતા. પણ સલમાન ખાનના બનેવી આયુષ શર્માએ અભિનેતાનો એક વિડીયો શેર કર્યો હતો. એ વિડીયો દ્વારા અંતિમ ફિલ્મથી સલમાન ખાનનો લુક વાયરલ થયો હતો. તમને જણાવી દઈએ કે, પગડી પહેરેલ સલમાન ખાન અલગ જ અંદાજમાં દેખાઈ રહ્યા હતા. શું સલમાનની ફિલ્મ એમની અન્ય ફિલ્મોને ટક્કર આપી શકશે કે નહીં?