શું તમને ખબર છે કે ગુજરાત પોલિસની આ ચાર જાંબાઝ મહિલા પોલીસ ઓફિસર પર ફિલ્મ બનવાની છે? શું તમને ખબર છે કોણ છે આ ચાર જાંબાઝ મહિલા પોલિસ ઓફિસર? તો ચાલો જોઈએ કોણ છે આ ચાર મહિલા પોલીસે ઓફિસર.
ફિલ્મોમાં મોટાભાગે પોલિસ ઓફિસરની ભૂમિકામાં પુરુષ અભિનેતાને જ પસંદ કરવામાં આવે છે, પણ હવે પોલિસ ઓફિસરના અભિનયમાં મહિલા અભિનેત્રી જોવા મળશે એ પણ લીડ રોલમાં. આ વાત છે ગુજરાત પોલીસની ચાર જાંબાઝ મહિલા પોલીસ ઓફિસરની, જેમના પર ફિલ્મ બનવા જઈ રહી છે, જે ગુજરાત પોલીસ અને સમગ્ર રાજ્ય માટે ગર્વની વાત છે. આ ચાર મહિલા પોલિસ ઓફિસરનું નામ છે સંતોક ઓડેદરા, નીત્મિકા ગોહિલ, અરુણા ગામેતી અને શકુંતલા મલ.
વર્ષ 2019માં ગુજરાત પોલીસની એન્ટિ ટેરેરીઝમ સ્કવોડે(ATS) રાજ્યના સૌથી ખૂંખાર ગુનેગારને ઝડપી પાડવા એક મોટું અભિયાન હાથ ધર્યું હતું. આ ઓપરેશનને પાર પાડવામાં અને કુખ્યાત ગુનેગારની ધરપકડ કરવામાં ગુજરાત પોલીસની ચાર જાંબાઝ મહિલા પોલીસ ઓફિસર સંતોક ઓડેદરા, નીત્મિકા ગોહિલ, અરુણા ગામેતી અને શકુંતલા મલની મહત્વપૂર્ણ ભૂમિકા હતી.
ગુજરાત એન્ટિ ટેરેરીઝમ સ્કવોડે(ATS) ના DIG હિમાંશુ શુકલાએ આ ચાર મહિલા પોલીસ સંતોક ઓડેદરા, નીત્મિકા ગોહિલ, અરુણા ગામેતી અને શકુંતલા મલ પર રાજ્યના સૌથી ખૂંખાર ગુનેગારને ઝડપી પાડવાની મોટી જવાબદારી આપી હતી અને આ ચાર મહિલા પોલિસ ઓફિસરે પોતાની જવાબદારી બખૂબી નિભાવી અને ખૂંખાર ગુનેગારની ધરપકડ કરી હતી.

ગુજરાતના ATSના DIG હિમાંશુ શુકલાએ કહ્યું કે ગુજરાતના સૌથી ખૂનખાર ગુનેગારની ધરપકડ કરનારી આ ચાર જાંબાઝ મહિલા પોલિસ ઓફિસરને સૌ કોઈ યાદ રાખશે. ગુજરાત પોલિસની આ ચાર જાંબાઝ મહિલા ઓફિસરે પુરુષ પોલિસ ઓફિસર અને મહિલા પોલિસ ઓફિસર વચ્ચેનો ભેદ દૂર કરીને એક ઉદાહરણ બની લોકોની સામે આવી છે. આ ચાર જાંબાઝ મહિલા પોલિસ ઓફિસર પર ગુજરાત પોલિસને ખુબ ગર્વ છે. અમને ખુશી થઈ આ વાત સાંભળીને કે આ ચાર જાબાંઝ મહિલા પોલિસ ઓફિસરની કહાની ફિલ્મના રૂપમાં લોકો સામે આવશે.