આ છોકરાઓએ સાડી પહેરીને આપ્યા ગજબના પોઝ, છોકરીઓને પણ છોડી પાછળ, ફેશનમાં લગાવી દીધી આગ

સમય ઘણો બદલાઈ ગયો છે. હવે છોકરા અને છોકરીઓમાં કોઈ ફર્ક નથી રહ્યો. એ વાતની મિસાલ આપતા ઘણી છોકરીઓ છોકરાની જેમ રહેતા જોવા મળે છે. કપડાથી લઈને હેર સ્ટાઈલ સુધી છોકરીઓ હવે છોકરાઓને ફોલો કરવા લાગી છે. જોકે આ નવી વાત નથી, જયારે તમે કોઈ છોકરીને છોકરાના કપડામાં જોઈ હોય.



છોકરીઓ શું હવે તો છોકરાઓ પણ છોકરીઓની સ્ટાઈલ કોપી કરવામાં પાછળ નથી રહ્યા. હવે છોકરાઓ પણ છોકરીઓની જેમ હેર સ્ટાઈલ બનાવી લે છે. હવે એ તો કાઈ નથી હવે છોકરાઓએ સાડીને પણ ફેશન બનાવી લીધી છે. સોશ્યલ મીડિયા પર તમે પણ ઘણા મશહૂર છોકરાઓને સાડીમાં પોઝ આપતા જોયા હશે. આ છોકરાઓ સામાન્ય નહીં પણ સારી એવી ઓળખ ધરાવતા ફેશન મોડલ્સ છે.


સિદ્ધાર્થ બત્રા

ફેશનની દુનિયામાં તમે સિદ્ધાર્થ બત્રાનું નામ તો સાંભળ્યું જ હશે. લોકોને ફેશનની નવી નવી ટીપ્સ અને નવા ટ્રેન્ડ સેટ કરવામાં સિદ્ધાર્થનો કોઈ જવાબ નથી. સિદ્ધાર્થ એક ફેશન ઇન્ફ્લુઅન્સર છે. સોશ્યલ મીડિયા લોકો સિદ્ધાર્થ ને ખૂબ જ પસંદ પણ કરે છે.



સિદ્ધાર્થના ફેશન સેન્સના વખાણ તો સૌ કોઈ કરે છે. એવામાં થોડા દિવસો પહેલા જ સિદ્ધાર્થે સાડી સાથે ફોટા પોસ્ટ કર્યા હતા. આ ફોટામાં સિદ્ધાર્થ એ વાઈટ શર્ટ અને બ્લેક પેન્ટ પહેરેલ હતું. અહિયાં ફેશનને ફ્લોન્ટ કરતા સિદ્ધાર્થે એના પર સાડી પહેરી છે અને સાડી પર બ્લેઝર પહેર્યું છે.

કરન વિગ



મશહૂર ફેશન ડિઝાઈનર કરન વિગ પણ સાડીમાં પોઝ આપી ચુક્યા છે. કરને ઘણીવાર જણાવ્યું છે કે એમને સાડી પહેરવાનો ઘણો શોખ છે. એવામાં કરણ ઘણીવાર સાડી પહેરીને ફેશનમાં નવા ટ્રેન્ડ પણ સેટ કરી ચુક્યા છે. એ દર વખતે કાંઇક અલગ અંદાજમાં સાડી પહેરે છે. આ ફોટામાં પણ કરને સફેદ સાડી પર ગોલ્ડન બ્લાઉઝ અને સફેદ જુટતા પહેર્યા છે.

પુષ્પક સેન

ફેશનની દુનિયામાં સૌથી મોટું નામ પુષ્પક સેન છે એને ભલું કોણ ના ઓળખતું હોય. દેશ જ નહીં વિદેશોમાં પણ પુષ્પકની ફેશનની સેન્સના ચર્ચા છે. પુષ્પકે ફેશનનું શિક્ષણ ઇટલીથી કર્યું છે. એવામાં ફેશનની દુનિયામાં ઘણીવાર પુષ્પક સાડીમાં પોઝ આપી ચુક્યા છે. દેશ જ નહીં પણ વિદેશોમાં પણ પુષ્પક ને લોકો સાડીમાં જોવાનું પસંદ કરે છે.



પુષ્પક સાડીની સાથે સ્ટાઈલીશ લુકને જાળવી રાખવાનું બખૂબી જાણે છે. આ ફોટામાં પણ પુષ્પક એ રેડ સાડી ને સ્ટાઈલીશ લુક આપતા બ્લેઝર પહેરેલ છે. પુષ્પકે પારંપરિક સાડી પહેરવાની જગ્યાએ લેગીન્સ સાથે સાડી પહેરી છે. જેમાં એ ઇન્ડો વેસ્ટર્ન લુકને સારી રીતે દેખાડી રહ્યા છે.