બહેનપણીને દગો આપીને એમની સૌતન બની ગઈ આ બોલીવુડ અભિનેત્રીઓ, બહેનપણીના પતિ સાથે જ બનાવ્યો સંબંધ

‘મિત્રતા’ એક ખૂબ જ મજબૂત સંબંધ માનવામાં આવે છે. બે પાક્કા મિત્રો એકબીજા માટે જીવ આપી શકે છે. દરેક સુખ દુઃખમાં મિત્રોની મદદ કરવી જ સાચી મિત્રતા હોય છે. પરંતુ જરા વિચારો , શું થાય જયારે તમારી જ મિત્ર તમારી સૌતન બની જાય? જો તમારી કોઈ ખાસ બહેનપણી તમારા જ પતિ પર ડોરા નાખવા લાગે અને એ તમારામાંથી છીનવી લે. એ મિત્રતાના નામે કલંક થઇ જશે.બોલીવુડમાં એમ તો મિત્રતાના ઘણા કિસ્સા મશહૂર છે. અહિયાં ઘણી અભિનેત્રીઓ એકબીજા સાથે પાકી બહેનપણીઓ છે. એમની પોતાની ગેંગ છે. પછી કરિશ્મા કપૂર , મલાઈકા અરોડા અને અમૃતા અરોડાની ગર્લ ગેંગ લઇ લો કે પછી નીલમ કોઠારી, સીમા ખાન, ગૌરી ખાન, સુનીતા કપૂર અને મહીપ કપૂરની બેસ્ટ ફ્રેન્ડસ ગેંગ જ લઈ લો. જોકે, આજે અમે તમને ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એ અદાકારાઓ સાથે મુલાકાત કરાવવા જઈ રહ્યા છે જે પોતાની જ બહેનપણીની સૌતન બની ગઈ.

અમૃતા અરોડાઆ યાદીમાં સૌથી પહેલું નામ મલાઈકા અરોડાની બહેન અમૃતા અરોડાનું નામ આવે છે. અમૃતા પર પોતાની બહેનપણીની સૌતન બનવા અને એક પરિણીત મહિલાના વસેલા ઘરને ઉજાડવાનો આરોપ લગાવી ચુક્યો છે. અમૃતા એ ૨૦૦૯ માં રીયલ એસ્ટેટ બિજનેસમેન શકીલ લદ્દાક સાથે કર્યા હતા. જોકે, અમૃતા સાથે મુલાકાત સમયે શકીલ લદ્દાક પહેલાથી જ પરિણીત હતા.હકીકતમાં,શકીલ લદ્દાકની બેસ્ટ ફ્રેન્ડ નિશા રાણાના પતિ હતા. જયારે અમૃતા શકીલ સાથે લગ્ન કર્યા તો નિશા એ અમૃતા પર આરોપ લગાવતા કહ્યું હતું કે પહેલા એ મારા કપડા અને અન્ય સમાન વાપરતી હતી. પછી એને મારા પતિને પણ ચોરી લીધો.

સોનિયા કપૂરફેમસ ટીવી એક્ટ્રેસ સોનિયા કપૂરે ૨૦૧૮ માં ફેમસ સિંગર હિમેશ રેશમિયા સાથે લગ્ન કર્યા હતા. સોનિયા કપૂર વિષે કહેવાય છે કે એ રેશમિયાની પહેલી પત્ની કોમલની બેસ્ટ ફ્રેન્ડ હતી. લગ્ન પછી સોનિયાનું કોમલ અને હિમેશ હળવા મળવાનું થતું રહેતું હતું. જલદી જ હિમેશને સોનિયા સાથે પ્રેમ થઇ ગયો. એવામાં એમણે પોતાના ૨૨ વર્ષના લગ્ન તોડી નાખ્યા. બીજી તરફ, સોનિયાએ પણ પોતાની બહેનપણીની સૌતન બનવાની ના ના પાડી.

ગૌતમીકમલ હાસનનું નામ સાઉથના સુપરસ્ટારમાં શામેલ છે. એમનું ફિલ્મી કરિયર જેટલું સારું રહ્યું, એમની પ્રેમ કહાની એટલીજ બેકાર રહી. સૌથી પહેલા કમલ હાસને વાણી ગણપતિ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ એને દગો આપીને પછી અભિનેત્રી સારિકા સાથે સાત ફેરા લઇ લીધા. જોકે, સારિકા સાથે પણ કમલનો સંબંધ વધારે ના ટક્યો અને ૧૬ વર્ષમાં જ બંનેના છુટાછેડા થઇ ગયા. આ છુટાછેડાનું કારણ સારિકાની મિત્ર ગૌતમી તાડીમીલ્લા હતી.ગૌતમી અને સારિકા બેસ્ટ ફ્રેન્ડ હતી. પછી કમલ હાસનનું દિલ ગૌતમી પર આવી ગયું. એવામાં બંનેની નિકટતા વધવા લાગી. આ ચક્કરમાં સારિકા એ કમલને છૂટાછેડા આપી દીધા. બીજી તરફ કમલ ગૌતમી સાથે દસ વર્ષો સુધી રીલેશનમાં રહ્યા. જોકે, ૨૦૧૬ માં બંને અલગ પણ થઇ ગયા.