કોરોનાની વચ્ચે માં દુર્ગાનો તહેવાર નવરાત્રી એક વાર ફરી શરુ થઇ ગયો છે. ગયા વર્ષે આ તહેવાર એકદમ ફીકો રહ્યો હતો. જોકે, આ વખતે સરકારે અમુક છૂટ જરૂર આપી છે. એનાથી આ વખતે માતાના પંડાલોમાં થોડી રોનક જોવા મળી રહી છે. આ વર્ષે આ તહેવાર ૭ ઓક્ટોબરથી શરુ થઇ ગયો છે. નવરાત્રી વ દિવસોનો તહેવાર હોય છે જે માતા દુર્ગાના નવ અવતારોને સમર્પિત હોય છે. એમાં રોજ અલગ અલગ રૂપોની પૂજા કરવામાં આવે છે. આ તહેવાર ૧૫ ઓક્ટોબર સુધી ચાલવાનો છે.
ધતૂરો
ધતૂરો શૈતાનની તુરહી રૂપે પણ ઓળખાય છે. એની જેટલી પણ પ્રજાતિઓ મળી આવે છે એ જેરીલી હોય છે. એ ભગવાન શિવના અનુષ્ઠાનો અને પ્રાર્થનાઓમાં શામેલ થાય છે. નવરાત્રીમાં શુભ મુહુર્ત જોઇને ધતૂરાના મૂળ તમારા ઘરે લાવો. લાલ કપડામાં લપેટીને મંત્ર જાપ સાથે પૂજા હવન કરો. એનાથી તમારા ઘરમાં આવતી બધી સમસ્યાઓ દૂર થઇ જશે.
વડના પાન
વડના ઝાડની ઘણી માન્યતા છે. એ ભગવાન કૃષ્ણનું વિશ્રામ સ્થળ પણ કહેવાય છે. પવિત્ર શાસ્ત્ર કહે છે કે વૈદિક ભજન એના પાન છે. નવરાત્રીના કોઈ પણ દિવસે વડનું એક પાન તમારી સાથે લઈ આવો. ગંગાજળથી એ સાફ કરીને એની પર ઘી અને હળદરથી સ્વસ્તિક બનાવો. રોજ પૂજા સ્થળે એની પૂજા કરો. થોડા દિવસોમાં શુભ સમાચાર આવવાના શરુ થઇ જશે.
હરશ્રુંગાર (રાતે ખીલવાવાળી ચમેલી)
હરશ્રુંગાર એક સુગંધિત ફૂલ છે, જે સાંજે ખીલે છે અને સવાર થતા જ સમાપ્ત થઇ જાય છે. તમને જણાવી દઈએ કે એ સમુદ્ર મંથનના પરિણામે પ્રકટ થયું હતું. એના પાનનો ઉપયોગ આયુર્વેદિક અને હોમિયોપેથી ઉપચારમાં કરવામાં આવે છે. આ છોડને નવરાત્રી દરમિયાન તમારા ઘરમાં લાવવાથી તમને સમૃદ્ધિ મળશે. આ છોડને લાલ કપડામાં લપેટીને તમારા જમા કરેલ પૈસામાં રાખો.
તુલસી
આ એક સ્પિરિચુઅલ હિલીંગ હાઉસ પ્લાન્ટ માનવામાં આવે છે. એ માતા લક્ષ્મીનો અવતાર જ માનવામાં આવે છે. આ છોડ સામાન્ય રીતે મોટાભાગે હિન્દૂ પરિવારોના આંગણામાં લગાવવામાં આવે છે. જો તમારા ઘરમાં આ નથી તો એ જરૂરથી તમારા ઘરમાં આ નવરાત્રી દરમિયાન લઇ આવો. રોજ એની સામે ઘી નો દીવો કરો અને પૂજા કરો. એનાથી તમને માતા લક્ષ્મી ધન અને સમૃદ્ધિના આશીર્વાદ આપશે.
કેળા
વાસ્તુ અને કેટલાક પવિત્ર શાસ્ત્રોમાં કેળાના છોડને ઘણું શુભ માનવામાં આવે છે. એ સાથે જ માનવામાં આવે છે કે આ છોડમાં દેવતાઓનો વાસ છે. આ છોડ તમારા ઘરે લાવો અને ઉત્તર પૂર્વ દિશામાં લગાવો. એ સાથે જ દર ગુરુવારે પાણીમાં થોડું દૂધ ઉમેરીને મંત્ર જાપ સાથે છોડ પર નાખો. એનાથી તમારી આર્થિક તંગી જલ્દી જ દૂર થઇ જશે.
શંખપુષ્પી
શંખપુષ્પી એક જાદુઈ જડીબુટ્ટી છે. જેનો ઉપયોગ મૂળથી લઈને ઘણી ડાળીઓ સુધી કરવામાં આવે છે. શંખ અથવા શંખના આકારના ફૂલને લીધે એનું આ નામ પડ્યું છે. એ સંસ્કૃતમાં મંગલ્યાકુશુમ નામે ઓળખાય છે. સૌભાગ્ય અને સ્વાસ્થ્ય લાવનાર આ છોડ નવરાત્રીમાં જરૂર લાવો. એના જડને ચાંદીના ડબ્બામાં તમે રાખેલ ધન પાસે રાખો. એનાથી ઘરમાં ધન સંબંધી સમસ્યાઓ દૂર થઇ જશે.