સૂર્ય કરશે આ દિવસે મીન રાશિમાં પ્રવેશ, આ રાશિના લોકો થઈ જાય સાવધાન…

14 માર્ચના રોજ સૂર્ય કુંભ રાશિમાંથી મીન રાશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે. સૂર્યના આ પ્રવેશને સંક્રાંતિ કહે છે. સૂર્ય મીન રાશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે તેથી તેને મીન સંક્રાંતિ કહેવાય છે. સૂર્યનું આ સંક્રમણ અનેક રાશિઓ માટે મુશ્કેલી ઊભી કરશે.

કર્ક રાશિ

સૂર્યના આ મીન રાશિમાં પ્રવેશથી કર્ક રાશિના લોકો પર વધારે મુશ્કેલી આવી શકે છે. આ રાશિના લોકોએ વધારે સાવધાન રહેવાની જરૂર છે. તમારે સ્વાસ્થ્યની સાથે સાથે ધંધામાં પણ ધ્યાન રાખવું પડશે.

ધન રાશિ

સૂર્યનું આ મીન રાશિમાં સંક્રમણ ધનુ રાશિ માટે પણ મુશ્કેલી ઊભી કરી શકે છે. તમારે પરિવાર સાથે સારા સંબંધો જાળવવાની જરૂર છે. ઝગડા થઈ શકે તેવી સંભાવના છે. સાથે સાથે ધંધા અને નોકરીમાં પણ ધ્યાન આપવાની જરૂર છે. નહીંતર નિષ્ફળતા મળે તેવી શક્યતા છે.

મેષ રાશિ

મેષ રાશિના જાતકોને સ્વાસ્થ્ય, પરિવાર, નોકરી, મિત્રો વગેરે જેવી બાબતો પર વિશેષ ધ્યાન રાખવું પડશે. તમે કોઈ બીમારીની ચપેટમાં આવી શકો છો. પરિવારમાં ઝગડા થવાની સંભાવના છે. મિત્રો સાથે પણ સુમેળભર્યા સંબંધો સચવાય તેનું ધ્યાન રાખજો.

સિંહ રાશિ

સિંહ રાશિના લોકોએ નાની બાબતો પર વિશેષ ધ્યાન આપવું પડશે. પરિવાર, ધંધો, સ્વાસ્થ્ય જેવી બાબતોની વિશેષ કાળજી રાખવી. પરિવાર સાથે વિખવાદ ની સંભાવના છે. સ્વાસ્થ્ય બગડવાની સંભાવના પણ છે. ધંધામાં પણ વિશેષ ધ્યાન રાખવું.