માત્ર એક ભૂલના કારણે પરિવારના લોકો ઊંઘમાં જ પામ્યા મૃત્યુ, ક્યાંક તમે તો આવું નથી કરતા ને ? જો કરતા હો તો જજો ચેતી…

ઉત્તર ભારતથી લઈને રાજસ્થાન અને અનેક રાજ્યોમાં ભારે ઠંડી પડી રહી છે. પંજાબ અને હરિયાણામાં ઘણા લોકો કેટલીક વાર દેશી જુગાડ એટલે કે રૂમમાં તાપણી કરીને અથવા સગડી રાખીને અને દરવાજા બંધ કરીને સુઈ જતા હોય છે. પરંતુ તેઓ જાણતા નથી કે આ ઠંડી થી બચવાની નહીં પરંતુ મોતને આવકારવાની પ્રયુક્તિ છે. કારણ કે, હરિયાણાના ફરીદાબાદમાં એક દુ:ખદ ઘટના બની છે.



જ્યાં રૂમમાં સગડી રાખીને એક આખો પરિવાર સૂઈ ગયો હતો. અને ઘરના બધા સભ્યોનું ગૂંગળામણને કારણે મોત નીપજ્યું હતું. હકીકતમાં બુધવારે સવારે ફરીદાબાદના સેક્ટર-58 માં આ બનાવ સામે આવ્યો છે. જ્યાં અમન તેની પત્ની પ્રિયા અને 6 વર્ષના પુત્ર માનવ સાથે અહીં રહેતો હતો. ઠંડી વધારે હોવાના કારણે મંગળવારે રાત્રે તે રૂમમાં સગડી સળગાવીને સૂઈ ગયા હતા.

પરંતુ રૂમ બંધ હોવાથી ગૂંગળામણને કારણે આખા પરિવારનું મોત નીપજ્યું હતું. જણાવી દઈએ કે જ્યારે સવારે મોડું થયા પછી પણ અમનના રૂમમાંથી કોઈ હિલચાલ ન થઈ ત્યારે મકાનમાલિક સુકેશે દરવાજો ખટખટાવ્યો હતો.પરંતુ ન તો દરવાજો ખોલ્યો કે ન કોઈએ કંઈ જવાબ આપ્યો. તેઓ બારી તરફ જોવા ગયા તો આખા રૂમમાં ધુમાડો દેખાયો.



તે આસપાસના લોકોને બુમો પાડીને બોલાવવા લાગ્યો. આ પછી સુકેશે પોલીસને ફોન કરીને માહિતી આપી હતી અને સ્થળ ઉપર બોલાવ્યા હતા. ત્યાર પછી પોલીસની મદદથી દરવાજો તોડ્યો હતો. ત્રણેયના મૃતદેહ પલંગ પર પડ્યા હતા. મકાનમાલિક સુકેશે જણાવ્યું કે અમન મૂળ બિહારના લખીસરાયનો રહેવાસી હતો.તે અહીં સેક્ટર-24 માં આવેલી એક ખાનગી કંપનીમાં જોબ કરતો હતો.