સૌથી મોંઘો હતો ફિલ્મોના આ પાત્રોનો મેકઅપ, દેખાવ બદલવા માટે કર્યો કરોડો રૂપિયાનો ખર્ચ

આજના સમયમાં ફિલ્મો મનોરંજનનું એક મહત્વનું માધ્યમ છે. મોટાભાગે બધા લોકો ફિલ્મો જોવાનું પસંદ કરે છે. તો બોલીવુડ ઇન્ડસ્ટ્રીના કલાકાર પણ ફિલ્મોમાં પોતાના પાત્ર નિભાવવા માટે ખૂબ જ મહેનત કરે છે. ફિલ્મોમાં અભિનેતા અને અભિનેત્રીઓના પાત્ર મુજબ લુક આપવામાં આવે છે. ઉત્તમ દેખાવ માટે કલાકારોનો ભારે મેકઅપ પણ કરવામાં આવે છે, પણ આ મેકઅપ જેટલો સારો હોય એટલો જ ખર્ચાળ પણ હોય છે.

ઘણીવાર તો ફિલ્મ મેકર્સને પાત્રના હિસાબે મેકઅપ માટે કરોડો રૂપિયા ખર્ચ કરવા પડી જાય છે. ફિલ્મના નિર્માતા અને નિર્દેશક અભિનેતા અને અભિનેત્રીઓને એમના પાત્રના હિસાબે દેખાવ આપવાના પૂરા પ્રયત્ન કરે છે, જેમાં કરોડો રૂપિયા ખર્ચ થઇ જાય છે. આજે અમે તમને આ લેખ દ્વારા ફિલ્મોના કેટલાક પાત્રો વિષે માહિતી આપવા જઈ રહ્યા જેમના મેકઅપમાં કરોડો રૂપિયા ખર્ચ થયા હતા.

અક્ષય કુમાર (રોબોટ ૨.૦)



બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં અક્ષય કુમાર પોતાના ઉત્તમ અભિનય માટે ઓળખાય છે. એમણે પોતાના ફિલ્મી કરિયરમાં બોલીવુડને ઘણી હિટ ફિલ્મો આપી છે અને એ સફળ અભિનેતા પણ છે. અક્ષય કુમારની મોટાભાગનો ફિલ્મો બોક્સ ઓફીસ પર સારું પ્રદર્શન કરે છે. કમાણીની બાબતે અક્ષયની ફિલ્મો સૌથી આગળ રહે છે. અક્ષય કુમાર બોલીવુડ ઇન્ડસ્ટ્રીના સૌથી મોંઘા અભિનેતાઓની યાદીમાં શામેલ છે. તમને જણાવી દઈએ કે અક્ષય કુમાર સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર રજનીકાંત સાથે રોબોટ ૨.૦ માં કામ કરી ચુક્યા છે. આ ફિલ્મમાં એમણે ખલનાયકની ભૂમિકા નિભાવી હતી. અક્ષય કુમારના પાત્રના હિસાબે એમની પર એટલો બધો મેક કરવામાં આવ્યો હતો કે અભિનેતાને ઓળખવા પણ મુશ્કેલ હતા. આ ફિલ્મ માટે ૪૦૦ કરોડ રૂપિયાથી વધારે ખર્ચ કરવામાં આવ્યો હતો અને આ ફિલ્મ બોક્સ ઓફીસ પર સુપરહિટ રહી.

ઋષિ કપૂર (કપૂર એન્ડ સન્સ)



બોલીવુડ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂર એ ઘણા વર્ષો સુધી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર રાજ કર્યું છે. એમણે પોતાના ફિલ્મી કરિયરમાં એક થી એક ચડિયાતી સુપરહિટ ફિલ્મો આપી છે. ઋષિ કપૂરના ઉત્તમ અભિનય માટે લોકો એમને આજે પણ યાદ કરે છે. તમને જણાવી દઈએ કે ઋષિ કપૂરે ફિલ્મ ‘કપૂર એન્ડ સન્સ’ માં ૯૦ વર્ષના વડીલની ભૂમિકા નિભાવી હતી, જેના માટે ઘણો મેકઅપ કરવો પડ્યો હતો. એવું કહેવાય છે કે મેકઅપની ફી લગભગ દોઢ કરોડ રૂપિયા હતી.

લારા દત્તા (બેલબોટમ)



તમને જણાવી દઈએ કે હાલમાં જ બોલીવુડના ખિલાડી કુમાર એટલે કે અક્ષય કુમારની ફિલ્મ ‘બેલ બોટમ’ રિલીજ થઇ છે. આ ફિલ્મમાં બોલીવુડની મશહૂર અદાકારા લારા દત્તા એ પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીનું પાત્ર નિભાવ્યું છે. પાત્રના હિસાબે એમના દેખાવને એટલો બદલી દેવામાં આવ્યો હતો કે એમનો ચહેરો ઓળખવો પણ મુશ્કેલ છે. આ ફિલ્મ ૯૦ ના દશકની એક સાચી ઘટના પર આધારિત જેમાં એક હવાઈ જહાજને આતંકવાદીઓએ હાઈજેક કરી લીધું હતું અને એ એકદમ સફાઈથી છોડાવવામાં આવ્યું હતું. આ ફિલ્મ ૧૯ ઓગસ્ટના રિલીજ કરવામાં આવી છે. ખબરો અનુસાર લારા દત્તાના મેકઅપ માં ખૂબજ પૈસા ખર્ચ કરવામાં આવ્યા છે.

અમિતાભ બચ્ચન (ગુલાબો સિતાબો)



સદીના મહાનાયક અમિતાભ બચ્ચને પોતાના ફિલ્મી કરિયરમાં એક થી એક ચડિયાતી ફિલ્મો આપી છે. તમને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચને પોતાની ફિલ્મ ‘ગુલાબો સિતાબો’ માટે એક અલગ જ રૂપ ધારણ કરી લીધું હતું, જેમાં એમને ઓળખવા મુશ્કેલ હતું. એવું જણાવવામાં આવે છે કે અમિતાભ બચ્ચનના આ મેકઅપ પર ઘણો પૈસો ખર્ચ કરવામાં આવ્યું હતું.

રાજકુમાર રાવ (રાબ્તા)



અભિનેતા રાજકુમાર રાવે ફિલ્મ ‘રાબ્તા’ માં સુશાંત સિંહ રાજપૂત સાથે એવું રૂપ ધારણ કર્યું હતું કે એમના આ રૂપને જોઇને એમને ઓળખવા મુશ્કેલ થઈ રહ્યું હતું. એવું જણાવવામાં આવે છે કે રાજકુમાર રાવના મેકઅપમાં ઘણા પૈસા ખર્ચ કરવામાં આવ્યા હતા.

વિક્રમ (I)



અભિનેતા વિક્રમ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા કલાકાર છે. એમણે પોતાના ફિલ્મી કરિયરમાં ઢગલો ફિલ્મોમાં કામ કર્યું છે. તમને જણાવી દઈએ કે અભિનેતા વિક્રમની ફિલ્મ ‘I’ આવી હતી. આ ફિલ્મ માટે એમના ચહેરા પર ઢગલો મેકઅપ કરવામાં આવ્યો હતો. જેની પર ઘણા પૈસા ખર્ચ કરવામાં આવ્યા હતા.

કમલ હાસન (ચાચી ૪૨૦)



sસાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર કમલ હાસને ફિલ્મ ‘ચાચી ૪૨૦’ માં સ્ત્રીની ભૂમિકા ભજવી હતી. એમણે પોતાના આ પાત્ર માટે ખૂબજ મહેનત કરી અને પાત્રના હિસાબે ઘણો મેકઅપ પણ કર્યો હતો. એવું કહેવાય છે કે આ ફિલ્મ માટે કમલ હાસનના મેકઅપ પર ઘણા પૈસા ખર્ચ કરવામાં આવ્યા હતા.