અભિનેત્રી નીના ગુપ્તા અને વિવિયન રિચાર્ડના પ્રેમનું પરિણામ આવ્યું સામે, લગ્ન વગર જ આપ્યો દીકરીને જન્મ…

બોલિવૂડ સેલિબ્રિટી પોતાની લાઈફસ્ટાઈલ માટે જાણીતી હોય છે, પરંતુ ઘણી વાર સેલિબ્રિટીઓ એવા નિર્ણય લેતા હોય છે કે જે સમાજની વિરુદ્ધ હોય છે અને આવા નિર્ણયોના લીધે ઘણું બધું સાંભળવું પડતું હોય છે. આવું જ કઈ ફેમસ સેલિબ્રિટી નીના ગુપ્તા સાથે પણ થયું છે. તો ચાલો જોઈએ કે નીના ગુપ્તાએ એવો તો કયો નિર્ણય લીધો હતો.



નીના ગુપ્તાની અદાકારીને બધા લોકો પસંદ કરે છે. ફિલ્મી દુનિયાની સાથે-સાથે નીના ગુપ્તાની પર્સનલ લાઈફ પણ ખુબ ચર્ચામા રહે છે અને ખાસ કરીને તેની લવ લાઈફ. નીના ગુપ્તાને વેસ્ટ ઇન્ડિઝના ક્રિકેટર વિવિયન રિચર્ડસની સાથે પ્રેમ થઈ ગયો હતો.



આ કોઈ અફેર નોતું પરંતુ નીના ગુપ્તા અને વિવિયન રિચર્ડસની પ્રેમ કહાનીએ આખી દુનિયાને હલાવીને મૂકી દીધી હતી. નીના અને વિવિયનએ પોતાના પ્રેમ સંબંધને કબૂલ કર્યો હતો પણ એ પ્રેમ સંબંધને નામ આપ્યું નહિ. નીના ગુપ્તા અને વિવિયન રિચર્ડસની એક છોકરી પણ છે જેનું નામ મસાબા ગુપ્તા છે.



વિવિયન રિચર્ડસ વગર નીના ગુપ્તાએ સિંગલ માંના રૂપમાં રહેતી હતી. વિવિયન રિચર્ડસ અને નીના ગુપ્તા અત્યારે પણ સારા દોસ્ત છે. મસાબા ગુપ્તા પોતાના પિતા વિવિયન રિચર્ડસને મળતી રહેતી હોય છે કારણ કે મસાબા ગુપ્તા અને વિવિયન રિચર્ડસની વચ્ચે સારું બોન્ડિંગ છે. નીના ગુપ્તાએ પોતાની છોકરી મસાબા ગુપ્તાની દેખરેખ સારી રીતે કરી હતી. મસાબા ગુપ્તા એક ફેમસ ફેશન ડિઝાઈનર છે.



એક ઈન્ટરવ્યૂમાં નીના ગુપ્તાએ કહ્યું હતું કે સિંગલ માં હોવાને કારણે નીના ગુપ્તાને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો અને એટલું જ નહિ મસાબા ગુપ્તાની ડિલિવરીના સમય પર નીના ગુપ્તા પાસે 10000 હજાર રૂપિયા પણ હતા નહિ. નીના ગુપ્તાએ કહ્યું હતું કે એમને એક શાદીશુદા માણસની સાથે સંબંધ બનાવીને સૌથી મોટી ભૂલ કરી હતી જેના કારણે તેને ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને કોઈપણ માણસએ આવી ભૂલ કરવી જોઈએ નહિ.



આ બધી વસ્તુઓનો સામનો કરીને નીના ગુપ્તાએ સાબિત કરી દીધું હતું કે એમના જીવનમાં ઘણી બધી મુસીબતો આવી હતી પણ તેને બધી મુસીબતોનો સામનો કર્યો હતો. આટલું બધું સહન કર્યા બાદ નીના ગુપ્તાએ 49 વર્ષની ઉંમરમાં વિવેક મેહરા સાથે લગ્ન કર્યા હતા.