આ પાંચ કેન્સર, જેના વિશે દરેક મહિલાઓએ જાણવું છે ખુબ જરૂરી…

પરિવારની સાથે સાથે મહિલાઓએ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. ખાસ કરીને મહિલાઓ માટે મુશ્કેલી સમાન સાબિત થતા પાંચ કેન્સર વિશે જાણવું ખુબ જ જરૂરી છે. જેમ જેમ આપણે આધુનિકતા તરફ આગળ વધી રહ્યા છીએ તેમ આપણા ખોરાક અને દૈનિક ટેવો સહિત ઘણી વસ્તુઓ બદલાઈ રહી છે. તેથી આ સમયમાં રોગો અને બીમારીઓ પણ વધી રહી છે.

આવી સ્થિતિમાં આપણે આપણા સ્વાસ્થ્યની કાળજી લેવી જોઈએ અને તેના નિવારવા માટે પણ પગલાં લેવા જોઈએ. આપણી સંભાળ લેતી વખતે પહેલી અને અગત્યની બાબત એ છે કે સારી રીતે કોઈ પણ રોગ કે બીમારી વિશે જાણકારી મેળવવી. તેથી અહીં અમે 5 પ્રકારના કેન્સર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેના વિશે દરેક સ્ત્રીએ જાણવું ખૂબ જરૂરી છે.

1. અંડાશયનું કેન્સર

અંડાશયનું કેન્સર સ્ત્રીની પ્રજનન પ્રણાલીના અંડાશયમાં થાય છે. અંડાશયનું કેન્સર ઘણીવાર પેલ્વિસ અને પેટમાં ફેલાય ત્યાં સુધી જાણી શકાતું નથી. આ તબક્કે, તેની સારવાર કરવી વધુ મુશ્કેલ બની જાય છે અને તે જીવલેણ બની શકે છે. અહીં કેટલાક સંકેતો અને લક્ષણો છે જેના વિશે તમારે જાણવું જોઈએ: અસામાન્ય યોનિમાર્ગ રક્તસ્રાવ, પેલ્વિક વિસ્તારમાં દુખાવો, પેટનો દુખાવો, વારંવાર પેશાબ વગેરે.

2. ગર્ભાશયનું કેન્સર

ગર્ભાશયનું કેન્સર સ્ત્રીના ગર્ભાશયમાં થાય છે. મોટાભાગના ગર્ભાશયનું કેન્સર કોષોના સ્તરમાંથી ઉદભવે છે. મોટાભાગના લક્ષણો અંડાશયના કેન્સર જેવા જ હોય છે. ખાસ કરીને અસામાન્ય રક્તસ્રાવ, વધુ વજન અને નાની ઉંમરે પીરિયડ્સ શરૂ થવું વગેરે છે. આ કેન્સરની સારવાર હોર્મોનથેરાપી દ્વારા કરી શકાય છે.

3. સર્વાઇકલ કેન્સર

સર્વાઈકલ કેન્સર સામાન્ય રીતે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ વાયરસ, એચપીવીના કારણે થાય છે. તે સર્વિક્સની એક જીવલેણ ગાંઠ છે, જે ગર્ભાશયનો સૌથી નીચો ભાગ છે. આ પ્રકારના કેન્સરમાં પ્રારંભિક તબક્કે ભાગ્યે જ લક્ષણો દેખાય છે. પરંતુ PAP સ્ક્રીનીંગ અને HPV રસી દ્વારા તેનો સામનો કરી શકાય છે. સર્વાઇકલ કેન્સરની સારવારમાં કીમોથેરાપી, રેડિયેશન અને સર્જરીનો સમાવેશ થાય છે.

4. યોનિમાર્ગ કેન્સર અને વલ્વર કેન્સર

જ્યારે યોનિમાર્ગમાં કેન્સરની શરૂઆત થાય છે, ત્યારે તેને યોનિમાર્ગનું કેન્સર કહે છે અને જ્યારે કેન્સર વલ્વામાં ઉદભવે છે, ત્યારે તેને વલ્વર કેન્સર કહેવામાં આવે છે. યોનિ ગર્ભાશયના તળિયે અને શરીરની બહાર વચ્ચેની હોલો, ટ્યુબ જેવી ચેનલ છે. જ્યારે વલ્વા સ્ત્રી જનન અંગનો બાહ્ય ભાગ છે. યોનિ અને વલ્વર કેન્સર બંને સમાન પ્રકારના કેન્સર છે પરંતુ અત્યંત રેર કેસમાં તે જોવા મળતા હોય છે.