આજે પણ દરિયામાં જીવે છે દ્વારકા નગરી, જાણો કેવી રીતે ડૂબી ગઇ હતી

ભગવાન શ્રીકૃષ્ણની નગરી દ્વારકાને લઇને ઘણી માન્યતાઓ પ્રવર્તે છે. મહાભારતના યુદ્ધને 36 વર્ષ થયા તે બાદ બેટ દ્વારકા નગરી બનાવવામાં આવી હતી.

બેટ દ્વારકા નગરી ડૂબી ગઇ હતી અને જ્યારે ગાંધારીના 100 પુત્રોનું વધ થયુ ત્યારે તેણે શ્રાપ આપ્યો હતો કે જે રીતે કૌરવોનો વિનાશ થયો તે જ રીતે યાદવોનો પણ વિનાશ થઇ જશે અને કૃષ્ણ કંઇ જ નહી કરી શકે.

શ્રીકૃષ્ણના પુત્રએ ઋષિમુનીનું અપમાન કર્યુ હતુ અને ક્રોધિત થઇને તેમણે શ્રાપ આપ્યો અને કહ્યું કે જે નગરી પર તને ઘમંજ છે તેનો નાશ થઇ જશે અને તે શ્રાપ બાદ સ્થિતિ વણસી ગઇ હતી. માણસો રહી ન શકે તેવી પરિસ્થિતિ થવા લાગી હતી.

ગાયના ગર્ભમાંથી ગધેડા અનો નોળિયાના ગર્ભમાંથી ઉંદરોનો જન્મ થવા લાગ્યો હતો. આ બધુ જોઇને ભગવાન શ્રી કૃષ્ણને માતા ગાંધારીનો શ્રાપ યાદ આવ્યો. તેમણે નક્કી કર્યુ કે આ જ સમય છે તેમનો શ્રાપ પૂરો કરી દેવો જોઇએ. ત્યારે નગરના યાદવોને તીર્થયાત્રા પર જવાનું કહ્યું.

રસ્તામાં યાદવો વચ્ચે કોઇ કારણસર ઝઘડો થયો અને એકબીજા પર ભૂખ્યા વરુઓની જેમ તૂટી પડ્યા હતા. એકબીજાને મારી નાંખ્યા અને સમગ્ર કુળનો નાશ થયો હતો. જે બાદ બલરામે પોતાનો દેહ ત્યાગી દીધો હતો.

શ્રીકૃષ્ણ એકલા રહી ગયા ત્યારે આપેલા શ્રાપ પ્રમાણે પારધીએ તેમના પગને વિંધી નાંખ્યો અને ત્યારે તેમની પાસે પરિવારનો એક પણ સભ્ય હાજર નહોતો. જે બાદ સોનાની દ્વારકા નગરી પાણીમાં સમાઇ ગઇ હતી પરંતુ કહેવાય છે કે આજે પણ તે નગરી દરિયામાં જીવંત છે.